ETV Bharat / city

Gujarat High Court Order : અંબાજી ટ્રસ્ટની અરજી માન્ય રાખી હાઇકોર્ટે આદેશ જારી કર્યો, દાંતાના પૂર્વ રાજવીના દાવાનો મામલો

ગુજરાત હાઇકોર્ટે અંબાજી ટ્રસ્ટની અરજી માન્ય રાખીને અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટને હાઇકોર્ટે મોટી રાહત આપી છે. દાંતાના મહારાણાએ કરેલા દીવાની દાવામાં( Danta former royal claim ) અંબાજી મંદિર ટ્રસ્ટને(Ambaji Devasthan Trust) સાંભળ્યા વિના દાંતાની સ્થાનિક અદાલતે હુકમ કરવો નહીં એવો હાઇકોર્ટે આદેશ (Gujarat High Court Order)કર્યો છે.

Gujarat High Court Order :  અંબાજી ટ્રસ્ટની અરજી માન્ય રાખી હાઇકોર્ટે આદેશ જારી કર્યો, દાંતાના પૂર્વ રાજવીના દાવાનો મામલો
Gujarat High Court Order : અંબાજી ટ્રસ્ટની અરજી માન્ય રાખી હાઇકોર્ટે આદેશ જારી કર્યો, દાંતાના પૂર્વ રાજવીના દાવાનો મામલો
author img

By

Published : Mar 21, 2022, 7:55 PM IST

અમદાવાદઃ અંબાજી ટ્રસ્ટની અરજી માન્ય (Gujarat High Court Order) રાખીને અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટને (Ambaji Devasthan Trust) હાઇકોર્ટે મોટી રાહત આપી છે. દાંતાના મહારાણાએ કરેલા દીવાની દાવામાં ( Danta former royal claim )અંબાજી મંદિર ટ્રસ્ટને સાંભળ્યા વિના દાંતાની સ્થાનિક અદાલતે હુકમ કરવો નહીં એવો હાઇકોર્ટે આદેશ કર્યો છે.

આ છે મામલો - આ સમગ્ર મામલો ત્યાંની સિવિલ કોર્ટમાં ચાલ્યો હતો, પરંતુ એ પહેલાં દાંતાના સિવિલ જજે અંબાજી ટ્રસ્ટને પક્ષકાર તરીકે જોડવાની અરજી ફગાવી દીધી હતી તેથી અંબાજી ટ્રસ્ટે(Ambaji Trust application approved) હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં.

કેસની વિગત - સમગ્ર કેસની વિગત જોઈએ તો દાંતાના મહારાણા પૃથ્વીસિંહજીના વંશજ મહેન્દ્રસિંહે કોર્ટમાં કર્યો દાવો કર્યો હતો કે અંબાજી મંદિર સહિતની અંબાજીની તમામ જગ્યાઓ, અને ગબ્બર પર્વત અને આસપાસના 8 ગામો પર પોતાનો અધિકાર છે. આટલું જ નહી, અંબાજી મંદિરમાં આવતા દાનનો હિસાબ પણ મહારાણાને આપવામાં આવે એવો પણ એમણે દાવામાં ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચોઃ Donations to Ambaji Temple: રાજ્યના તમામ મંદિર કરતા અંબાજી મંદિર આવકની દ્રષ્ટિએ કોરોનામાં અગ્રેસર

1948 કેન્દ્રને સોંપાઈ હતી -અગાઉના મહારાણા પૃથ્વીરાજસિંહજીએ 1948માં કેન્દ્ર સરકાર સાથે મર્જર એગ્રીમેન્ટ કરીને આ તમામ જગ્યા કેન્દ્રને સોંપી હતી અને જે બાદ સરકારે આ જગ્યાનો વહીવટ અંબાજી ટ્રસ્ટને સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં હાર્યા બાદ પણ પોતાનો હક આ તમામ જગ્યા પર હોવાના દાવા સાથે મહારાણાએ સિવિલ કોર્ટમાં કેસ કર્યો છે.

આ પણ વાંચોઃ Gold Donation In Ambaji Tample: અમેરિકાના મહેન્દ્રભાઈ પટેલ દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટને રૂપિયા 48 લાખના સોનાનું દાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.