અમદાવાદ- કર્મચારીને સમયસર સરકાર દ્વારા નિવૃત્તિ બાદ પેન્શન ચૂકવવામાં નથી આવતું તેવા ઘણા બધા કેસો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવતા જ હોય છે. એવું જ થોડા સમય પહેલાં આવ્યો હતો. ખેતીવાડી નિવૃત્ત અધિકારીનો કેસ જેમાં સરકારને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ ખેતીવાડી અધિકારીને પેન્શન ચૂકવવામાં ન આવતા હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી (Application of contempt in the High Court) દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટના (Gujarat High Court Hearing) અનેકવાર આદેશ હોવા છતાં પણ કોઈ પગલાં લેવામાં ન આવતાં મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે (Bench of Chief Justice of Gujarat High Court ) પણ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી.
4.25 લાખ ચેકથી ચૂકવાયા -હવે આ મુદ્દે મહત્વનું છે કે, હાઇકોર્ટની (Gujarat High Court Hearing) ફટકાર બાદ ખેતીવાડી અધિકારીના વારસદારોને સરકારે આખરી 32 વર્ષે પેન્શનની બાકી નીકળતી રકમ ચૂકવી આપી છે અને સરકારી રૂપિયા 4.25 લાખ જેટલા ચેકથી ખેતીવાડી અધિકારીના વારસદારોને ચૂકવી (Amount of pension difference paid) દીધા છે.
કેસની વિગત - આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો વર્ષ 1989માં નિવૃત થયેલા ખેતીવાડી અધિકારીને સરકારી પગારના તફાવતની રકમ પેટે 6,730 ચૂકવ્યા હતાં. પરંતુ પેન્શનના તફાવતની રકમ જે હોય એ 32 વર્ષે પણ ચૂકવવામાં આવી ન હતી. જેને લઇને કેસ આવતાં હાઈકોર્ટ સમક્ષ આવ્યો હતો. હાઇકોર્ટના હુકમ છતાં પણ આ રકમ ચૂકવવામાં ન આવતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ કોર્ટ આદેશના ભંગ સમાનનું વલણ છે. ત્યારે છેક હવે 32 વર્ષ બાદ નિવૃત ખેતીવાડી અધિકારીના પેન્શનને સરકાર દ્વારા ચૂકવી (Amount of pension difference paid) દેવામાં આવ્યું છે અને આ માટે થઈને તેમના વારસદારોને પણ હાઇકોર્ટ (Gujarat High Court Hearing) તરફથી મોટી રાહત મળી છે.