ETV Bharat / city

મહત્વના કેસમાં પણ વકીલે મારી ગુલ્લી, HCએ કરી લાલ આંખ - કેસના કોઝ લિસ્ટની વેબ લિન્ક

ગુજરાત હાઈકોર્ટમાં મહત્વના કેસમાં વકીલ (Absence of counsel in important cases) હાજર ન રહેતા તે કેસની સુનાવણી આગળ વધી શકતી નથી. આવા જ એક કેસની સુનાવણી ચીફ જસ્ટિસની ખંડપીઠમાં કરવામાં આવી હતી. જોકે, તે દરમિયાન હાઈકોર્ટે વકીલ સામે નારાજગી વ્યક્ત (Gujarat High Court angry with lawyer) કરી હતી.

મહત્વના કેસમાં પણ વકીલે મારી ગુલ્લી, HCએ કરી લાલ આંખ

author img

By

Published : Aug 3, 2022, 11:13 AM IST

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટનો સમય ખૂબ જ કિંમતી (Precious time of Gujarat High Court) હોય છે. જ્યારે એક કેસમાં વકીલ હાજર ન રહે તો સુનાવણીમાં આગળની તારીખ આપી દેવામાં આવે છે. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ઘણા એવા મહત્વના કેસ હોય છે કે, જેમાં વકીલ હાજર ન રહેતા (Absence of counsel in important cases) તે કેસની સુનાવણી આગળ ધરી શકાતી નથી. તેને લઈને આવા જ એક કેસની સુનાવણી ચીફ જસ્ટીસની ખંડપીઠમાં હતી, પરંતુ એ કેસની સુનાવણી દરમિયાન વકીલ હાજર ન રહેતા ગુજરાત હાઇકોર્ટે નારાજગી (Gujarat High Court angry with lawyer) વ્યક્ત કરી હતી.

HCએ કરી લાલ આંખ - આ કેસ સંબંધિત વકીલને આ બાબત પૂછવામાં આવતા વકીલે રજૂઆત કરી હતી કે, તેમને રજિસ્ટ્રી તરફથી કેસની જે યાદી મળી હતી. તેમાં આ કેસને લિસ્ટ કરાયો ન હોવાથી તેઓ હાજર રહ્યા નહતા. જોકે, ગુજરાત હાઈકોર્ટે તેમની આ વાતને શરૂઆતના તબક્કે સ્વીકારી નહતી અને વકીલને ચેતવણી પણ આપી હતી કે, જો તેમની ભૂલ હશે તો તેઓ દંડ પેટે રૂપિયા 2,500 ભરવા માટે તૈયાર રહે.

વકીલે દંડ અંગે વ્યક્ત કરી નારાજગી - જોકે, ગુજરાત હાઈકોર્ટના આ કહ્યા બાદ વકીલે પણ રજૂઆત કરી હતી કે, તેમની આવી પરિસ્થિતિમાં કોઈ ભૂલ ન હોવા છતાં પણ તેમણે દંડ ભરવાની સ્થિતિમાં આવું પડે તો આ વાત કઈ રીતે યોગ્ય ગણાય?

આ પણ વાંચો-Sokhada Haridham Controversy: હાઇકોર્ટે કર્યું હરિભક્તોની સતામણી થઇ હોવાનું અવલોકન, જાણો સમગ્ર મામલે વધુ શું થયાં આદેશ

સિનિયર કાઉન્સિલનું વકીલને સમર્થન - જોકે, આ બાબતને લઈને જે સુનાવણી ચાલતી હતી. તે દરમિયાન ગુજરાત હાઈકોર્ટના એક સિનિયર કાઉન્સિલે પણ આ વકીલની બાબતને સમર્થન આપ્યું હતું અને રજૂઆત કરી હતી કે, સામાન્ય રીતે ભૂતકાળમાં એવું બનતું હતું કે, જ્યારે તારીખ પ્રમાણે કેસની યાદી બને. એટલે વકીલના ક્લર્ક આ રીતે યાદી મેળવીને લાવતા હતા, પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટનું સંપૂર્ણ કામ ડિજિટલ તરફ આગળ વધી રહ્યું છે. તેવામાં ઘણી વાર રજિસ્ટ્રી દ્વારા નિયમિત પણ ઈમેલ કરી દેવાય છે, જે ઑટો જનરેટ છે. આમાં ઘણી બધી વાર આવી ભૂલો જોવા મળતી હોય છે.

આ પણ વાંચો- Chief Justice of HC : HCના ચીફ જસ્ટિસે 'થ્રી ઇડિયટ' ફિલ્મનો ઉલ્લેખ કરી વકીલોને કરી ટકોર

HCએ કર્યો પ્રશ્ન - જોકે, આ બાબતને સાંભળીને ગુજરાત હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા કેસના કોઝ લિસ્ટ માટે એક ખાસ વેબ લિન્ક તૈયાર (Web link to cause list of cases) કરાયેલી છે. તેના પરથી વકીલોએ તેમના કેસની યાદી ડાઉનલોડ કરી શકે છે. તો પછી આવી ભૂલ કઈ રીતે થઈ શકે. જો કોઈ વકીલ કેસના સુનાવણી સમયે હાજર રહેતા (Absence of counsel in important cases) નથી તો શું દરેક જજ કે વકીલનું કોઝ લિસ્ટ અલગથી કેવી રીતે બનાવવું એવી ટકોર પણ હાઈકોર્ટ (Gujarat High Court angry with lawyer) દ્વારા કરવામાં આવી હતી.

ચકાસણી પછી નિર્ણય લેવાશે - જોકે, આ બાબતને લઈને ગુજરાત હાઈકોર્ટે વકીલને જણાવ્યું છે કે, તેઓ આ સંબંધિત બાબતની ચકાસણી કરશે અને પછી જે પણ બાબત હશે. તે આ અંગેનો નિર્ણય લેવામાં આવશે અને જો વકીલની આમાં ભૂલ હશે તો તેને દંડ પેટે 2,500 રૂપિયા દંડ ભરવા માટે પણ તૈયાર રહેવું પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.