- ગુજરાત હાઈકોર્ટે પોલીસની મનસ્વી કાર્યશૈલીની ઝાટકણી કાઢી
- એક રેમડેસીવીર ઇન્જેક્શન સામે પોલીસે પાસાનો ગુનો નોંધ્યો
- હજાર રેમડેસીવીર ઇન્જેક્શન રાખનારા રાજકીય પક્ષો સામે મૌન કેમ?
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) રેમડેસીવીર ઇન્જેક્શન (remedesivir injection) રાખવા બાબતે પોલીસની મનસ્વી કાર્યશૈલીની ઝાટકણી કાઢી છે. 1 રેમડેસીવીર ઇન્જેક્શન રાખનારા કેસમાં પાસા અંતર્ગત ગુનો નથી પોલીસને નામદાર હાઈકોર્ટે પ્રશ્ન કર્યો હતો કે, એક રેમડેસીવીર ઇન્જેક્શન રાખવાના કેસમાં પાસા, જ્યારે એક રાજકીય પક્ષ 5000 ઇન્જેક્શનો ધર્માદો કરતી હોય તો તે સદભાવના છે? હાઈકોર્ટે સરકારને આકરા શબ્દોમાં કહ્યું છે કે, પ્રજાને વધારે ના ડરાવો, આવી ઘટનાઓ ખુબ જ અરાજકતા ફેલાવે છે વધુમાં કોર્ટે પોલીસને પાઠ ભણાવતાં જણાવ્યું હતું કે, બીજી લહેરએ આપણા હાથની વસ્તુ ન હતી. જોકે, એના કારણમાં ન જઈ આપણે ઉભી થયેલી સ્થિતિને કઈ રીતે હેન્ડલ કરીશું તે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ કરવાથી લોકો ક્યાં જશે?
આ પણ વાંચો: રેમડેસીવીર ઇન્જેક્શન અને ઓક્સિજન માટે સરકાર મદદ કરી રહી છે: સી. આર. પાટીલ
અરજદારના વકીલે શું કરી હતી રજૂઆત?
નામદાર હાઇકોર્ટમાં અરજદાર વતી તેમના વકીલે રજૂઆત કરી હતી કે, હું ડોક્ટર છું પણ જો હું કોઈ રાજકીય વ્યક્તિ હોત અને 5 થી 10 હજાર ઇન્જેક્શન રાખ્યા હોત તો મારી સામે કોઈ તપાસ થઈ ન હોત. આ સામે ન્યાયધીશ પરેશ ઉપાધ્યાયે રાજ્ય સરકારને જણાવ્યું હતું કે, ગત અઠવાડિયે જ આ જ પ્રકારનો કેસ આવ્યો હતો અને આ બીજો કેસ છે. બીજી લહેરમાં લોકો ડરી જતા કોઈક ને કોઈક વ્યવસ્થા કરવા લોકોએ આ પ્રમાણે પગલા લીધા હતા પરંતુ સરકાર આવી રીતે બધા પર પાસા લગાવવાનું આયોજન કરી રહી છે? વધુમાં આ કેસની સુનાવણી 31 મી જુલાઇએ હાથ ધરવામાં આવશે.