ETV Bharat / city

ગુજરાત સરકાર શ્વેત પત્ર બહાર પાડી હકીકત જનતા સામે મૂકે: કોંગ્રેસ - કોંગ્રેસ ન્યૂઝ

કોરોનાની મહામારીને લઈને ફરી એકવાર કોંગ્રેસે ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. વિપક્ષે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, સરકાર કોરોનાને લઈને આંકડાઓ છુપાવી રહી છે. ઓક્સિજન પણ પૂરો પાડી શકતી નથી, ઇન્જેક્શનમાં કાળા બજારી પણ કરી રહી છે. જેને લઇને રાજ્ય સરકારે શ્વેત પત્ર બહાર પાડવો જોઈએ અને ગુજરાતની જનતા સમક્ષ પુરાવાઓ રજૂ કરવા જોઈએ.

કોરોનાના આંકડાઓને લઈને કોંગ્રેસના સરકાર પર પ્રહાર

author img

By

Published : Apr 16, 2021, 9:32 PM IST

  • કોરોનાના આંકડાઓને લઈને કોંગ્રેસના સરકાર પર પ્રહાર
  • સરકાર શ્વેત પત્ર બહાર પાડી હકીકત જનતા સમક્ષ મૂકે
  • હોસ્પિટલમાં બેડની સુવિધા નથી: કોંગ્રેસ
  • ઇન્જેક્શનની અછત સતત વર્તાય રહી: કોંગ્રેસ

અમદાવાદ: કોરોનાની મહામારીને લઈને હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢ્યા બાદ કોંગ્રેસે સરકાર પર પ્રહારો કરવાનું શરૂ કર્યું છે. કોરોનાની મહામારી લઈને રાજ્યની ભાજપ સરકાર આંકડાઓ છુપાવતી હોવાનું સતત કોંગ્રેસ આક્ષેપ કરતી રહી છે ત્યારે ફરીથી કોંગ્રેસે રાજ્ય સરકાર સમક્ષ માંગ કરતાં કહ્યું કે, રાજ્ય સરકારે કોરોનાની મહામારીને લઈને જે આંકડાઓ છુપાવી રહી છે. તે અંગે એક શ્વેત પત્ર બહાર પાડવો જોઇએ અને હકીકત ગુજરાતની જનતા સમક્ષ મૂકવી જોઈએ.

સરકાર શ્વેત પત્ર બહાર પાડી હકીકત જનતા સમક્ષ મૂકે

નેતાઓને ઇન્જેક્શન લાવવા માટેનું લાયસન્સ આપ્યું કોણે ?

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર મોટો આરોપ લગાવતા કહ્યું કે, રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારીમાં ભાજપના નેતાઓ લોકોને ભોળવી રહ્યા છે. ગુજરાતમાં જ ઇન્જેક્શન ઉત્પાદન કરવામાં આવે છે. આ કંપનીઓ દ્વારા રોજના 30,000 જેટલા ઇન્જેક્શન ઉત્પાદન થાય તેટલી ક્ષમતા છે. રાજ્યમાં રોજ 7,000 જેટલા કેસ આવી રહ્યા છે. તેમાં જો તમામ દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવે તો પણ ઇન્જેક્શનો વધે છે. તેમ છતાં રાજ્યમાં કેવી રીતે ઇન્જેક્શનોની ઘટ ઉભી થઇ રહી છે. ભાજપના નેતાઓ દ્વારા ઇન્જેક્શન લાવવામાં આવ્યા તેને લઈને કોઈપણ જાતના પુરાવાઓ અને સરકાર સમક્ષ પણ રેકોર્ડ રજૂ કરવામાં આવ્યા નથી. તો સૌથી મોટી વાત એ છે કે ભાજપના નેતાઓને ઇન્જેક્શન લાવવા માટેનું લાયસન્સ આપ્યું કોણે ?

આ પણ વાંચો: ગુજરાત પ્રવેશતાનો લોકોના કોરોના રિપોર્ટ અંગેનું રિયાલીટી ચેક, જાણો શું છે ગાઇડલાઇન?

હાઇકોર્ટ દ્વારા પણ સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે

અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતની જનતા ઇન્જેક્શન માટે વલખા મારી રહી છે ત્યારે અન્ય રાજ્યોને કેવી રીતે ઇનજેક્શન આપવામાં આવી રહ્યા છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની પણ કાળાબજારી કરવામાં આવેલી છે. કોરોનાની મહામારીમાં ઓક્સિજનની અછત ઉભી થતા કેટલીક કંપનીઓ દ્વારા વધારો કરવામાં આવ્યો છે પરંતુ સરકાર દ્વારા તેમના પર કોઇપણ જાતનો અંકુશ લગાવવામાં આવ્યો નથી. જોકે આ બાબતે હાઇકોર્ટ દ્વારા પણ સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે તો કોંગ્રેસ દ્વારા પણ હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે, ભાજપના નેતાઓ દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શન લઇને કંઈ રીતે કાળા બજારી કરવામાં આવી છે અને કોણે ઇન્જેક્શન લાવવા માટે તેને પરવાનગી આપી.

આ પણ વાંચો: અર્થવ્યવસ્થા પર શ્વેતપત્ર નહીં લાવે સરકાર: નાણાંપ્રધાન

હકીકત ગુજરાતની જનતા સમક્ષ મૂકવી જોઈએ

અમિત ચાવડાએ રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે. જેને લઇને કહ્યું કે, કોરોનાની મહામારી છેલ્લા એક વર્ષથી છે છતાં પણ સરકાર દ્વારા કોઇપણ જાતનું આયોજન કરવામાં આવ્યું નથી. સરકારે રજૂ કરવું જોઈએ કે, આગામી સમયમાં કોરોનાની મહામારી ગંભીર બને તો સરકાર દ્વારા કોરોનાને રોકવા માટે કેવા પ્રકારનું આયોજન કર્યું છે. જે વિશે લોકોને જાણકારી મેળવવાનો હક છે. આ અંગે સરકારે શ્વેત પત્ર બહાર પાડી હકીકત ગુજરાતની જનતા સમક્ષ મૂકવી જોઈએ.

ગુજરાતની જનતા રામ ભરોસે

અમિત ચાવડા વધુમાં કહ્યું કે, અમદાવાદની હોસ્પિટલોમાં બેડ ખાલી હોવા છતાં દર્દીના પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં ફોન કરવામાં આવે તો બેડ ખાલી નથી તેઓ જવાબ આપવામાં આવે છે. સરકારે રજૂ કરવું જોઈએ કે, કંઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે, કેટલી હોસ્પિટલ કોવિડ ડેઝિગ્નેટેડ છે. સરકારને માત્ર ઉત્સવ મનાવવામાં જ રસ છે. સમય હોવા છતાં પણ કોઈપણ જાતનું આગોતરું આયોજન કરવામાં આવ્યું નથી. ગુજરાતની જનતા રામ ભરોસે છે. હોસ્પિટલમાં બેડની સુવિધા નથી. સરકારી હોસ્પિટલમાં અપૂરતા સ્ટાફને પણ ભરતી કરવામાં આવી હતી. ઇન્જેક્શનની અછત સતત વર્તાય રહી છે. લોકોને દવાઓ અને ઈન્જેકશન મેળવવા માટે પણ લાઈનો લગાવી પડે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.