ETV Bharat / city

પુણે પોલીસના ફોન કોલથી ગુજરાતની દીકરી વેચાતી બચી, આયાએ કર્યો હતો 11 માસની બાળકીને વેંચવાનો પ્લાન - અમદાવાદ અપડેટ્સ

જો તમે ઓનલાઈન ઘરઘાટી કે કેર ટેકર વ્યક્તિની શોધ કરી રહ્યા હોય તો ચેતી જજો જ્યારે આવા એક કેસમાં ઓનલાઈન મળેલી વેબસાઈટના માધ્યમથી 11 માસની બાળકીની કાળજી રાખવા માટે કામે રાખેલી આયાએ જ બાળકીને વેચવાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદના ચાંદખેડામાં આ ઘટનામાં પોલીસે બાળકીની તસ્કરી થાય તેના એક દિવસ પહેલા જ આયાને ઝડપી માનવ તસ્કરીના કારોબરનો પર્દાફાશ કર્યો છે. બિંદુ શર્મા નામની મહિલા ચાંદખેડામાં એક દંપતીની દીકરીની આયા તરીકે કામ કરતી હતી

પુણે પોલીસના ફોન કોલથી ગુજરાતની દીકરી વેચાતી બચી, આયાએ કર્યો હતો 11 માસની બાળકીને વેંચવાનો પ્લાન

author img

By

Published : Aug 5, 2021, 7:59 PM IST

Updated : Aug 6, 2021, 7:29 PM IST

  • ચાંદખેડામાં માનવ તસ્કરીની ઘટના સામે આવી
  • કામમાં વ્યસ્ત રહેતા માતા પિતા માટે ચોંકાવનારો કિસ્સો
  • બાળકીને સંબાળવા આયા રાખી તો તેને વેચવાનો પ્લાન ઘડ્યો

અમદાવાદ: જો તમે ઓનલાઈન ઘરઘાટી કે કેર ટેકર વ્યક્તિની શોધ કરી રહ્યા હોય તો ચેતી જજો જ્યારે આવા એક કેસમાં ઓનલાઈન મળેલી વેબસાઈટના માધ્યમથી 11 માસની બાળકીની કાળજી રાખવા માટે કામે રાખેલી આયાએ જ બાળકીને વેચવાનો પ્રયાસ કર્યો છે. ચાંદખેડામાં આ ઘટનામાં પોલીસે બાળકીની તસ્કરી થાય તેના એક દિવસ પહેલા જ આયાને ઝડપી માનવ તસ્કરીના કારોબરનો પર્દાફાશ કર્યો છે. બિંદુ શર્મા નામની મહિલા ચાંદખેડામાં એક દંપતીની દીકરીની આયા તરીકે કામ કરતી હતી.

પુણે પોલીસના ફોન કોલથી ગુજરાતની દીકરી વેચાતી બચી, આયાએ કર્યો હતો 11 માસની બાળકીને વેંચવાનો પ્લાન

11 માસની બાળકીને પોતાની બતાવી પુણેના દંપતીને વેચવાની યોજના

મૂળ પશ્ચિમ બંગાળની આ મહિલાએ ચાંદખેડામાં રહેતા દંપતીની 11 માસની બાળકીને પોતાની બાળકી બતાવી પુણેના દંપતીને વેચવાનું નક્કી કરી મહારાષ્ટ્રના પ્રશાંત કામલે નામના યુવકની મદદથી ત્યાંના દંપતીને બાળકીના ફોટો સહિતની તમામ વિગતો મોકલી હતી. આ ગુનામાં બિંદુ શર્માનો પતિ અમિત શર્મા પણ સામે હતો. તેને પણ પોતાને આ બાળકીનો પિતા બતાવી આર્થિક સ્થિતિ સારી ન હોવાની કહીને પુણેમાં ધનાઢય પરિવારના દંપતીને આ બાળકી દત્તક લેવા કીધું હતું. બાળકીને લઈને બિંદુ શર્મા આજે પશ્ચિમ બંગાળ જવાની હતી તે પહેલાં જ ચાંદખેડા પોલીસે તેની ધરપકડ કરી છે

કંપનીએ માત્ર બિંદુ શર્માની જ પ્રોફાઈલ આપી

આ ગુનામાં મુખ્યત્વે મુંબઈની ઓનલાઈન આયા સર્વિસ આપતી કંપની હોમ કેર કેપનીે આયાનું પ્રોફાઈલ આપ્યુ હતુ. 3 મહિના પહેલા જ્યારે ચાંદખેડાના દંપતીએ ઓનલાઈન આયા સર્ચ કરતા આ કંપનીએ માત્ર બિંદુ શર્માની જ પ્રોફાઈલ આપી હતી. ત્યારે બિંદુ અને અમિતે મહારાષ્ટ્રના પ્રશાંતની મદદથી આ બાળકીને વેચવાનું કાવતરું રચ્યું હતું. જોકે બાળકીને દત્તક લેનારા પુણેના માતા-પિતાને આ મહિલા પર શંકા જતા તેઓએ પૂણેની પોલીસના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. પુણેની પોલીસે ચાંદખેડા પોલીસનો સંપર્ક કરતા માનવ તસ્કરીના પ્રયાસનો મામલો સામે આવ્યો હતો.

પોલીસે બિંદુની ધરપકડ કરી

મહત્વનું છે કે, પોલીસે બિંદુની ધરપકડ કરી તેની તપાસ કરતા તેની પાસેથી ગુરુવારના સવારની પુણેની ટ્રેનની ટીકીટ પણ મળી આવી હતી. જેથી આરોપી મહિલા ગુરુવારે જ આ બાળકીને પુણે લઈ વેચી દેવાની યોજના બનાવી હતી. ત્યારે આ ગુનામાં સામે બિન્દુના પતિ અમિત શર્માની પણ ધરપકડ કરવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.

માસ્ટર માઈન્ડ મહારાષ્ટ્રના પ્રશાંત કાંબલેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી

આ ગુનામાં માસ્ટર માઈન્ડ મહારાષ્ટ્રના પ્રશાંત કાંબલેને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. ત્યારે મહિલા આરોપી બિંદુ શર્મા અગાઉ કોના -કોના ઘરે આયા તરીકે કામ કરી ચુકી છે અને કેટલા બાળકોને પોતાની બાળક બતાવીને વેચી ચુકી છે, તે દિશામાં તપાસ હાથ ધરી છે. પ્રશાંત કાંબલેની ધરપકડ બાદ માનવ તસ્કરીનું નેટર્વક ઝડપાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં સાયબર ક્રાઇમનો દર વધ્યું, 1 મહિનામાં 900 અરજીઓ આવી

પોલીસે તમામ માતા પિતાને અપીલ કરી

પોલીસે તમામ માતા પિતા જે પોતાના બાળકો માટે આયા રાખે છે તેઓને પણ અપીલ કરી છે કે ઘરઘાટી હોય કે આયા તેનું પોલીસ વેરિફિકેશન કરાવે નહીંતર આવી ઘટના તેઓ સાથે પણ બની શકે છે. જોકે આ ઘટનામાં પુણેના જાગૃત દંપતીની સજાગતાને કારણે આ બાળકી વેચાતા બચી ગઈ છે, પરંતુ અન્ય કોઈ બાળકી સાથે આવું ન થાય તે માટે માતા પિતાની સજાગતા ખૂબ જરૂરી છે.

Last Updated : Aug 6, 2021, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.