- રાજ્યમાં કોરોનાના પહેલીવાર 1,730 કેસ
- કોરનોના કારણે આજે રાજ્યમાં 4 ના મોત
- રાજ્યમાં ફરી કોરોનાની ભયંકર સ્થિતિમાં
અમદાવાદઃ રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંતર્ગત રાજ્યમાં આજની તારીખ સુધીમાં કુલ 8,318 એક્ટિવ કેસ છે. જેમાંથી 76 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 8,242 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,77,603 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4,458 દર્દીના સારવાર દરમિયાન મૃત્યું થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 509 કેસ નોંધાયા છે. જે બાદ સુરતમાં 577 નોંધાયા છે. વડોદરામાં 142 અને રાજકોટમાં 117 કેસ નોંધાયા છે. મહત્વનું છે કે, ડાંગ એક જ એવો જિલ્લો છે જેમાં કરોના પોઝિટિવ કેસ એકપણ નથી.
રાજ્યમાં વેક્સિનેશનની વિગતો
રાજ્યમાં વેક્સિનેશનની વિગતો જે પ્રમાણે છે. તે અંતર્ગત પ્રથમ ડોઝમાં 34,94,277 વધુ અને બીજા ડોઝમાં 6,09,464 લોકોનું વેક્સિનેશન કરી દેવામાં આવ્યું છે. તો અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના કારણે એકપણ વ્યક્તિને આડઅસર થઈ નથી.