ETV Bharat / city

Gujarat Congress New President જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા CLP, સત્તાવાર આજે કરશે જાહેરાત - કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા

ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress New President) સુકાનીઓ નક્કી કરવા માટે દિલ્લીમાં બેઠકનો ધમધમાટનો અંત આવ્યો છે. ગુજરાત કોંગ્રેસને લઈને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ હાઇકમાન્ડ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષના નેતાના નામની જાહેરાત (Gujarat Congress News) કરી છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદે જગદીશ ઠાકોરના (Jagdish Thakor) નામ પર મહોર મારવામાં આવી છે, જ્યારે વિપક્ષ નેતા પદે સુખરામ રાઠવાની (Sukhram Rathva) પસંદગી કરાઈ છે. બીજી બાજુ નામ નક્કી થાય એ પૂર્વે જગદીશ ઠાકોર દિલ્લી પહોંચ્યા હોવાની માહિતી મળી રહી છે. આવતીકાલે સત્તાવાર જાહેરાત કરવાનો નિર્ણય કરાયો છે.

Gujarat Congress New President જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા CLP, સત્તાવાર આવતીકાલે થશે જાહેરાત

author img

By

Published : Dec 2, 2021, 8:49 PM IST

Updated : Dec 3, 2021, 7:38 AM IST

  • ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ Jagdish Thakor
  • વિધાનસભા વિપક્ષના નેતા તરીકે Sukhram Rathvaનું નામ
  • આવતીકાલે હાઇકમાન્ડ કરશે સત્તાવાર રીતે જાહેરાત

અમદાવાદ-ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ (Gujarat Congress New President) જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા વિપક્ષના નેતા (CLP) બન્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે આ અંગે હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આજે વહેલી સવારે પડતાં પ્રમુખ પદે દીપક બાબરીયાનું નામ હતું તો સાંજ પડતાં જ જગદીશ ઠાકોર ફરી મોખરે આવ્યાં હતાં. ત્યારે આજે ચિત્ર સ્પષ્ટ થઈ જાય તેવી પૂરતી શકયતા છે.

ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા છે જગદીશ ઠાકોર

ગુજરાતમાં છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ (Gujarat Congress President) અને વિરોધપક્ષના નેતાએ રાજીનામાં આપ્યા બાદ નવી નિમણુંક અંગેના વિવાદનો અંત આવી રહ્યો છે. જેમા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોરને (Jagdish Thakor) કમાન સોંપવામાં આવે તેવી શકયતાઓ છે. જ્યારે વિરોધ પક્ષના નેતા પદે આદિવાસી નેતા સુખરામ રાઠવાનું નામ ફાઈલન થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.

હાઇકમાન્ડ દ્વારા સત્તાવાર જાહેર કરવાની હજુ બાકી

ગુજરાત કોંગ્રેસમાં સુકાનીપદનો સળવળાટ ફરી શરૂ થયો છે. જેમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના નામની પસંદગી કરવામાં આવી છે. જો કે આ અંગે હાઈકમાન્ડ દ્વારા સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. પરંતુ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર (Jagdish Thakor) અને વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાનું નામ સૌથી આગળ છે. જેમાં જગદીશ ઠાકોર પૂર્વ સાંસદ રહી છે ચૂક્યા છે.. જ્યારે સુખરામ રાઠવા પાવી જેતપુરના ધારાસભ્ય છે. જેમાં ગુજરાતમાં કોંગ્રેસ બક્ષીપંચ અને આદિવાસી નેતાને સુકાન સોંપે તેવી સંભાવના છે.

સિનિયર નેતાઓએ પણ પ્રમુખ માટે થઈ લોબિંગ કર્યું

ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ પદ (Gujarat Congress New President) અને વિરોધ પક્ષના નેતા માટે લાંબા સમયથી ખેચતાણ ચાલી રહી હતી. જેમા અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ પ્રમુખ બનવા માટે લોબિંગ કરી રહ્યા હતાં. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના મામલે પ્રભારી રઘુ શર્માથી માંડીને રાહુલ ગાંધી સુધી બેઠકો ચાલી હતી. પરંતુ અંતે જૂથવાદને બાજુએ મુકી કોંગ્રેસે જગદીશ ઠાકોરને (Jagdish Thakor)પ્રમુખ બનાવવાની હિલચાલ કરી વિધાનસભાની આગામી ચૂંટણીઓ માટેના નવા જ સમીકરણૉ ઉભા કર્યા છે. જોકે આ પૂર્વે પ્રમુખ તરીકે દિપક બાબરીયાના નામની અટકળો શરુ થતા પક્ષમાં આંતરિક વિરોધ જોવા મળ્યો હતો. તેમજ તેથી જ આંતરિક બળવો રોકવા જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવાય તેવી પૂરી શક્યતા છે.

કોંગ્રેસ હાઈકમાન્ડ પણ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખને અવઢવમાં

દિલ્હીમાં રાહુલ ગાંધીના (Rahul Gandhi) નિવાસસ્થાને કોંગ્રેસના નેતાઓની વન ટુ વન બેઠકમાં મોટા ભાગના નેતાઓએ હાર્દિક પટેલને (Hardik Patel) પ્રદેશ પ્રમુખ (Gujarat Congress New President) બનાવવામાં આવશે તો ફરી એકવાર ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ થવાની ચીમકી ઉચ્ચારી હતી. એટલું જ નહીં. કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડવાની ચીમકી ઉચ્ચારી હતી. પ્રદેશના સિનિયર નેતાઓની ચીમકીને કારણે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ હાઈકમાન્ડ પણ અવઢવમાં પડી ગયા હતાં. રાહુલ ગાંધીના નિવાસસ્થાને સતત ચાર કલાક સુધી ચાલેલી બેઠકને અંતે રાહુલ ગાંધીએ 26 ઓક્ટોબર એટલે કે દિવાળી પહેલાં ગુજરાત કોંગ્રેસનું નવું માળખું બનાવવાની ખાતરી આપી હતી પણ એ આજ સુધી બન્યું નથી.

પ્રભારીએ કાર્યકરોને કહ્યું :જૂથવાદ છોડીને કામે લાગી જાઓ

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ગુજરાતમાં ઠેર ઠેર સભાઓ યોજીને કોંગ્રેસના કાર્યકરોને કહ્યું હતું કે જૂથવાદ છોડીને કામે લાગી જાઓ રાજ્યમાં છેલ્લાં 25 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી. કોંગ્રેસને સત્તામાં લાવવા માટે તમામ કાર્યકરો જૂથવાદને ભૂલીને પક્ષને અને સંગઠનને મજબૂત કરવાનું કામ કરે પરંતુ કોંગ્રેસમાં સતત ઊકળી રહેલા જૂથવાદથી તેઓ પણ હવે નવા નેતાની પસંદગીને લઈને ભોંઠા પડ્યા છે.

વરિષ્ઠ નેતા અને દિગ્ગજ નેતા જગદીશ ઠાકોર દિલ્હી પહોચ્યા

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોંગ્રેસ પ્રમુખ (Gujarat Congress New President)મામલે પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિગ્ગજ નેતા જગદીશ ઠાકોર (Jagdish Thakor) દિલ્હી પહોચ્યા છે. કોંગ્રેસમાં હજુપણ પ્રદેશ પ્રમુખ માટે ઘમાસાણ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોંગ્રેસ પ્રમુખની નિમણૂક હાઇકમાન્ડ માટે માથાનો દુખાવા સમાન છે. ગુજરાતમાં મૃતપાય કોંગ્રેસને ક્યારે પ્રદેશ પ્રમુખ મળશે તેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે. તો બીજી તરફ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાહુલ ગાંધી (Rahul Gandhi) અને કે.સી. વેણુગોપાલને (K. C. Venugopal) ઉલ્લેખીને ટ્વીટ કર્યું છે. ગ્યાસુદ્દીન શેખનું કહેવું છે કે ભાજપમાં મુખ્યપ્રધાન અને આખુ પ્રધાન મંડળ બદલાયું છે.. જેથી ભાજપમાં બધુ સમુસુથરું નથી. આ પરિસ્થિતિ કોંગ્રેસ માટે અનુકુળ છે. જો આક્રમક નેતૃત્વ મળશે તો 2022માં કોંગ્રેસને સત્તા પર આવતા કોઈ નહીં રોકી શકે.

આ પણ વાંચોઃ Rahul Gandhi એ Gujarat Congress પ્રમુખ સહિતના મુદ્દાઓને લઇ પ્રદેશ નેતાઓ સાથે કર્યો વિચાર વિમર્શ

આ પણ વાંચોઃ દિલ્હીની બેઠક બાદ હવે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા કોણ બનશે? એક્સક્લૂસિવ રીપોર્ટ

Last Updated : Dec 3, 2021, 7:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.