- મનિષ દોશીએ કરી પત્રકાર પરિષદ
- પત્રકાર પરિષદમાં સરકારને લીધી આડે હાથ
- મ્યુકર માઈક્રોસીસના ઇન્જેક્શનમાં ટેન્ડર
અમદાવાદ: રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્રએ મ્યુકર માઈક્રોસીસની બીમારીને મહામારી જાહેર કરી છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા મ્યુકર માઈક્રોસીસના ઇન્જેક્શન ખરીદવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેથી કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી હતી. કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ પ્રકારના ઇન્જેક્શનની ખૂબ જરૂરિયાત હોવા સમયે સરકાર ટેન્ડર પ્રક્રિયા કરીને સમય બગાડવા માગે છે. જેના કારણે રાજ્યમાં મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે? શું સરકાર ડાયરેકટ ખરીદીના કરી શકે?
આ પણ વાંચોઃ વડોદરામાં મ્યુકરમાઈકોસિસના વધુ 7 દર્દીઓ નોંધાયા, કુલ આંક 103 પર પહોંચ્યો, 5 દર્દીઓના મોત થયા
પ્રજાને રામ ભરોસે મૂકવામાં આવી
આ ઉપરાંત મનીષ દોશીએ જણાવ્યું હતું કે, CMના મતવિસ્તાર રાજકોટમાં આ રોગના કેસ પણ વધારે આવી રહ્યા છે અને લોકો મૃત્યુ પામી રહ્યા છે, દર્દીઓ સાથે સારવારના બહાને હેરાનગતિ થઈ રહી હોવાની વાત પણ બહાર આવી રહી છે. વધુમાં જણાવતા સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, રામના નામ પર ચૂંટાયેલી આ સરકારે પ્રજાને રામ ભરોસે મૂકી દીધી છે અને દર્દીઓના સંબંધીઓને બહારથી આ ઇન્જેક્શન લઈ આવવા માટે મજબૂર કર્યા છે.