ETV Bharat / city

ગુજરાત કોંગ્રેસ 11 June ના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે કરશે રાજ્યવ્યાપી ધરણા પ્રદર્શન - પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ઘટાડો કરવાની માગ

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા ( Price hike of petrol and diesel ) ને લઇને ગુજરાત કોંગ્રેસ ( Gujarat Congress ) 11 June ના રોજ પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ઘટાડો કરવાની માગ સાથે રાજ્યવ્યાપી ધરણા પ્રદર્શન કરશે.

Gujarat Congress
Gujarat Congress
author img

By

Published : Jun 10, 2021, 8:24 PM IST

  • પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવ વધારો થતાં Gujarat Congress કરશે વિરોધ
  • શુક્રવારે Gujarat Congress સમગ્ર રાજ્યમાં કરશે ધરણાં પ્રદર્શન
  • પેટ્રોલ ઉપર 258 અને ડીઝલ ઉપર 820 ટકા એક્સાઈઝનો વધારો ઝીંકાયો

અમદાવાદ : કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલની એકસાઇઝમાં સતત વધારો ઝીંકતા ગુજરાત સહિત દેશની પ્રજા મંદી મોંઘવારી અને મહામારી ના મારતી હેરાન-પરેશાન જોવા મળી રહી છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા ( Price hike of petrol and diesel ) ને લઇને ગુજરાત કોંગ્રેસ ( Gujarat Congress ) 11 June ના રોજ રાજયવ્યાપી ધરણાં પ્રદર્શન કરીને પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ઘટાડો કરવાની માગ કરશે.

ગુજરાત કોંગ્રેસ 11 June ના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે કરશે રાજ્યવ્યાપી ધરણા પ્રદર્શન

7 વર્ષમાં પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 1.20 રૂપિયાથી વધારીને 32.98 કરાઈ

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશી ( Manish Doshi ) એ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 258 ટકા અને ડીઝલ પર 820 ટકા એક્સાઇઝ વધારો ઝીંકતા સામાન્ય અને મધ્યમ વર્ગની પ્રજાની હાલાકીમાં સતત વધારો કરી રહી છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના છેલ્લા 13 વર્ષમાં સૌથી ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે. છેલ્લા 7 વર્ષમાં મોદી સરકારે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી રૂપિયા 1.20 પ્રતિ લિટરે (મે 2014) થી વધારીને અત્યારે પ્રતિ લિટર રૂપિયા 32.98 કરી દીધી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલમાં ૨૫ ટકા જેટલો વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી હાલ પરેશાન જોવા મળી રહી છે. ત્યારે આવતીકાલે એટલે કે 11 June ના રોજ આખા ગુજરાતમાં કોંગ્રેસ રાજયવ્યાપી ધરણાં પ્રદર્શન યોજીને દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા ( Price hike of petrol and diesel ) સામે વિરોધ પ્રદર્શન યોજીને મહામારી વચ્ચે મોંઘવારીનો માર કેવી રીતે સહન કરી શકાય તેનો આક્રોશપૂર્વક વિરોધ નોંધાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.