અમદાવાદઃ દેશ અને વિશ્વ આજે કોરોનાવાયરસ સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે જેને લઇ ભાજપ અને કોંગ્રેસ બંને એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસ દ્વારા આઠેય બેઠકો પર ઉમેદવારોને લઈને નિરીક્ષક અને સહનિરીક્ષક નીમવામાં આવેલાં હતાં. જેમના સર્વેના આધારે સંભવિત ઉમેદવારોના નામની યાદી તૈયાર કરી હતી. ત્યારબાદ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમાં નામોને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
દિલ્હી હાઇકમાન્ડ તેમાંથી નક્કી કર્યા બાદ આઠેય બેઠકો પરના ઉમેદવારનું નામ પર આખરી મહોર લગાવવામાં આવશે જેમાં બેઠકને અંતે આઠેય બેઠકો પર નામોની પેનલ તૈયાર કરવામાં આવી હતી.આ તમામ નામો દિલ્હી હાઇકમાન્ડને મોકલવામાં આવ્યાં છે ત્યારે હવે દિલ્હી હાઇકમાન્ડ તેમાંથી નક્કી કર્યા બાદ આઠેય બેઠકો પરના ઉમેદવારનું નામ પર આખરી મહોર લગાવવામાં આવશે તેવું જોવા મળી રહ્યું છે.
સંભવિત ઉમેદવારોની નામની યાદીને લઈને વાત કરીએ તો
ધારી બેઠક પર જેનીબેન ઠુમ્મરનું નામ આગળ દોડી રહ્યું છે. હાઇકમાન્ડ દ્વારા જેનીબેન ઠુમ્મર પર આખરી મહોર લગાડવામાં આવી શકે છે. જેનીબેન વીરજી ઠુમ્મરની દીકરી હોવાથી તેઓને કોંગ્રેસની ટિકિટ મળે તેવી વધુ શક્યતા જોવા મળી રહી છે.તેમની ધારી બેઠક પરથી ઉમેદવારી કરાવવામાં આવી શકે છે.
પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંભવિત ઉમેદવારોના નામનું એક લિસ્ટ હાઈ કમાન્ડને સોંપવામાં આવ્યું મોરબી બેઠક પર મનોજ પનારા અને જયંતી ચીખલીયા આ બન્ને નામો હાલ આગળ ચાલી રહ્યાં છે. જેમાં મનોજ પનારાનું નામ હાલ સૌથી આગળ જોવા મળી રહ્યું છે. કારણ કે મનોજ પનારા કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના સૌથી નજીકની વ્યક્તિ ગણવામાં આવે છે. તેથી મનોજ પનારા પર વિશ્વાસ મૂકીને પાર્ટી મોરબી બેઠક ઉપરથી મનોજ પનારાને ટિકિટ આપી શકે છે.લીંબડી બેઠક પરની વાત કરીએ તો લીંબડી બેઠક પર કલ્પનાબેન ધોરીયા અને ચેતન ખાચર આ બન્ને નામો સૌથી આગળ જોવા મળી રહ્યાં છે. કલ્પનાબેન ધોરીયા જિલ્લાના મહિલા પ્રમુખ અને કોંગ્રેસમાં સારું વર્ચસ્વ હોવાથી લીંબડી બેઠક પર કોંગ્રેસ તેમને ટિકિટ આપી શકે છે. ગઢડા બેઠક પર જગદીશ ચાવડાનું નામ સૌથી આગળ જોવા મળી રહ્યો છે કારણકે જગદીશ ચાવડા પૂર્વ મંત્રી મોતીભાઈ ચાવડાના પુત્ર છે અને સારું પ્રભુત્વ ધરાવી રહ્યાં છે. તેથી તેમના નામ પર મહોર લાગી શકે છે પરંતુ બીજી તરફ ગઢડા બેઠક પર મોહનભાઈ સોલંકીનું નામ પણ રેસમાં જોવા મળી રહ્યું છે. કારણ કે મોહનભાઈ સોલંકી બિલ્ડર કોંગ્રેસના આગેવાન તથા સક્રિય નેતા માનવામાં આવી રહ્યાં છે જેથી કોંગ્રેસ તેઓને પણ ટિકિટ આપી શકે છે.અબડાસા બેઠક પર વિસનજી પાંચાલી અને નવલસિંહ જાડેજા આ બન્ને નામો સૌથી આગળ જોવા મળી રહ્યાં છે અબડાસા બેઠક પરની ખાસ કરીને જો વાત કરીએ તો ઈટીવી ભારતના સંવાદદાતા પાર્થ શાહને વિશ્વસનીય સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે કોંગ્રેસ અને હાઇકમાન્ડ નવલસિંહ જાડેજાને ટિકિટ આપવાની ઈચ્છા દર્શાવી રહ્યાં છે પરંતુ નવલસિંહ જાડેજા હાલ ટિકિટ લેવા માટે તૈયાર ન હોવાની વાત મળી રહી છે જેથી કોંગ્રેસ વિસનજી પાંચાલી પર આખરી મહોર મારી શકે છેકરજણ બેઠક પર સિદ્ધાર્થ પટેલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. કારણકે પાર્ટીમાં સક્રિય નેતા છે અને વર્ષોથી પાર્ટીમાં કામ કરી રહ્યાં છે. જેથી હાઈ કમાન્ડ કરજણ બેઠક પર સિદ્ધાર્થ પટેલના નામ પર આખરી મહોર મારી શકે છે. બીજી તરફ કરજણ બેઠક પર અન્ય બે નામો પણ ચર્ચામાં હાલ ચાલી રહ્યાં છે. કિરીટસિંહ જાડેજા અને ધર્મેશ પટેલ આ બન્ને નામો પણ હાઈ કમાન્ડને મોકલવામાં આવ્યા છે. એટલે કે ત્રણ નામોની પેનલ કરજણ બેઠક માટે થઈને હાઈ કમાન્ડમાં મોકલવામાં આવી છે. ખાસ કરીને કરજણ બેઠકની જો વાત કરીએ તો કોંગ્રેસ કરજણ બેઠક પર પટેલ ઉમેદવારને મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.કપરાડા બેઠકની વાત કરીએ તો હરેશ પટેલ અને વસંત પટેલ આ બન્ને નામો હાલ સૌથી આગળ ચર્ચામાં ચાલી રહ્યાં છે.ડાંગ બેઠક પર સૂર્યકાન્ત ગાવિત મુકેશ અને ચંદર ગાવિત આ ત્રણેય નામોની પેનલ હાઈ કમાન્ડમાં મોકલવામાં આવી છે.ખાસ કરીને જો વાત કરીએ તો ગુજરાતની આઠ બેઠકો પર પેટાચૂંટણીમાં ખૂબ જ ઘમાસાણ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને લઈને એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ડાંગ, કપરાડા અને કરજણ ત્રણેય બેઠક પર અનામત અને આદિવાસી પ્રભુત્વને ધ્યાને લઇ કોંગ્રેસ કોઈપણ એક ઉમેદવારને ટિકિટ આપી શકે છે. ત્યારે વિશ્વસનીય સૂત્રો જણાવે છે કે કોંગ્રેસ આગામી બે દિવસોની અંદર ઉમેદવારોના નામનું એક લિસ્ટ પણ જાહેર કરી શકે છે. હાલ માટે બેઠક ઉપર ટિકિટને લઇ સંભવિત નામોની યાદી જે હાઈ કમાન્ડમાં મોકલવામાં આવી છે તેને લઈને હાઇકમાન્ડ પ્રભારી અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ સાથે ચર્ચા કરી રહ્યું છે તો બીજી તરફ આઠે બેઠકો પર નિમવામાં આવેલા નિરીક્ષકો અને સહનિરીક્ષકો સાથે પણ હાઈ કમાન્ડ ચર્ચા કરશે એટલે કે હાઈ કમાન્ડ હાલ ગુજરાતની આઠ બેઠકો પર કયા ઉમેદવારને ઉભો રાખવો તેને લઈને વ્યસ્ત જોવા મળી રહ્યું છે.