અમદાવાદ: ગુજરાત વિધાનસભાની આગામી પેટા ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ પાર્ટીએ 5 બેઠક માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ધારી બેઠક માટે સુરેશ કોટડિયા, અબડાસા બેઠક માટે શાંતિલાલ સંઘાણી, મોરબી માટે જયંતી પટેલ, ગઢડાથી મોહનભાઈ સોલંકી અને કરજણ બેઠક માટે કિરીટસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી: ભાજપે 7 બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા, લીંબડી માટે સસ્પેન્સ યથાવત
આ પણ વાંચો: પેટાચૂંટણીના નામોને લઈ કોંગ્રેસમાં ધમાસાણ, પ્રમુખ સ્ક્રીનિંગ કમિટી સાથે બેઠક યોજશે
ઈટીવી ભારત દ્વારા એક અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો. જેમાં સંભવિત ઉમેદવારોના નામ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. તેમાંથી જ પાંચ બેઠકોના નામ પર કોંગ્રેસ પક્ષે મહોર મારી છે.