- 18 સપ્ટેમ્બરે ગુજરાત ચેમ્બરની ચૂંટણી યોજાશે
- તે જ દિવસે પરિણામ પણ જાહેર કરવામાં આવશે
- 18 સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યે વાર્ષિક સામાન્ય સભા
અમદાવાદ : ઘણા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવતી હતી તે, ગુજરાત ચેમ્બરની એક્ઝિક્યુટિવ કમિટીની ચૂંટણી 18 સપ્ટેમ્બર, 2021ને શનિવારે યોજવામાં આવશે. ચૂંટણીનું મતદાન સવારે 8.30 વાગ્યે શરૂ કરીને 4 વાગ્યે સમાપ્ત થશે. તેમજ તે જ દિવસે પરિણામ પણ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત, વાર્ષિક સામાન્ય સભા પણ 18 સપ્ટેમ્બરને શનિવારે સાંજે 7 વાગ્યે મળશે.
ગુજરાત ચેમ્બરની ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ
ક્રમ | ચુંટણી કાર્યક્રમ | તારીખ | સમય |
1 | ઉમેદવારી પત્રોની શરૂઆત | 17-8-2021 થી 24-8-2021 | બપોરે 12 થી 6 |
2 | ઉમેદવારીપત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ | 24-8-2021 | સાંજે 4 વાગ્યા સુધી |
3 | પત્રો સામેની વાંધા અરજીની છેલ્લી તારીખ | 27-8-2021 | સવારે 11 વાગ્યા સુધી |
4 | ઉમેદવારી પત્રો ચકાસણીની તારીખ | 27-8-2021 | 1 વાગ્યા સુધી |
5 | ઉમેદવારી પત્રો પાછા ખેચવાની છેલ્લી તારીખ | 28-8-2021 | 4 વાગ્યા સુધી |
ઉમેદવારીની આખરી યાદી | 28-8-2021 | 5 વાગ્યા સુધી | |
6 | ચેમ્બરના સભ્યોને ઉમેદવારોની યાદી | 31-8-2021 | -------------------- |
7 | મતદાનની તારીખ | 18-9-2021 | સવારે 8:30 થી 4 વાગ્યા સુધી |
8 | મતગણતરીની તારીખ | 18-9-2021(અથવા 19-9-2021) | ----------------- |
9 | પરિણામની જાહેરાત | 18-9-2021(અથવા 19-9-2021) | મતગણતરી પૂર્ણ થયે |
10 | ફેર મતગણતરી અરજી કરવાની છેલ્લી તારીખ | પરિણામ પ્રસિદ્ધ થયાના 1 કલાકમાં | |
11 | વાર્ષિક સામાન્ય સભા | 18-9-2021 | સાંજે 7 વાગ્યે |
12 | વાંધા અરજીની છેલ્લી તારીખ | પરિણામ પ્રસિદ્ધ થયાના ૩ દિવસમાં | ---------------- |