અમદાવાદ : ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે અને ભાજપા પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ ગણેશચતુર્થી અને સંવત્સરીના પાવન પર્વ નિમિત્તે સૌ ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.
સી.આર.પાટીલે ગણેશચતુર્થી અને સંવત્સરીના પાવન પર્વ નિમિત્તે સૌ ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ પાઠવી ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગણેશ ચતુર્થીના મંગલ દિવસે સર્વે ગણેશ ભક્તોનાં મનની મનોકામના શ્રી ગણેશજી પૂર્ણ કરે, એવી ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું.
સી.આર.પાટીલે ગણેશચતુર્થી અને સંવત્સરીના પાવન પર્વ નિમિત્તે સૌ ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ પાઠવી તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૌ ભાઈઓ-બહેનો અને આરાધક તપસ્વીઓને આત્મશુદ્ધિના મહાપર્વ પર્યુષણના અંતિમ દિવસ એટલે કે, 'સંવત્સરી'ના પવિત્ર પર્વ નિમિત્તે શુભકામનાઓ પાઠવું છું. મિચ્છામિ દુક્કડમ.
સી.આર.પાટીલે ગણેશચતુર્થી અને સંવત્સરીના પાવન પર્વ નિમિત્તે સૌ ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ પાઠવી