ETV Bharat / city

25થી વધુ ગંભીર ગુનાઓનો રીઢો આરોપી અઝહર કીટલી ગુજરાત એટીએસે પકડ્યો - અમદાવાદ પોલિસ

ખંડણી અને મારામારી સહિતના 25થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ આરોપીને ઝડપી લેવામાં ATS Gujaratને સફળતા મળી છે. અઝહર ઉર્ફે કીટલીને ભરૂચ ખાતેથી ગુજરાત એટીએસની ટીમે પકડી પાડ્યો છે.

25થી વધુ ગંભીર ગુનાઓનો રીઢો આરોપી અઝહર કીટલી ગુજરાત એટીએસે પકડ્યો

author img

By

Published : May 31, 2021, 4:53 PM IST

  • વોન્ટેડ આરોપી અઝહર ઉર્ફે કીટલીને પકડી પાડતી ગુજરાત ATSની ટીમ
  • ખંડણી અને લૂંટના ગુનામાં ભાગતો ફરતો આરોપી
  • ભરૂચથી કરવામાં આવી ધરપકડ

    અમદાવાદઃ ATS Gujaratના નાયબ પોલીસ અધિક્ષક બી. પી. રોજીયાને ગુપ્ત રાહે બાતમી મળી હતી કે ધાકધમકી ખાપી બળજબરીથી પૈસા પડાવવા તથા મારામારીના અનેક ગુનાઓમાં વોન્ટેડ આરોપી અઝહર ઉર્ફે કીટલી ભરૂચમાં દહેગામ રોડ ઉપર આવેલ અલમુકામ સોસાયટી ખાતે હાજર છે. જે બાદ એટીએસ ગુજરાતની ટીમે વોન્ટેડ આરોપી અઝહર ઇસ્માઇલભાઇ શેખની (ઉર્ફે કીટલી ઉ.વર્ષ, 32 રહે. લતીફ પાઇ, જુહાપુરા, અમદાવાદના રહેવાસી- દહેગામ રોડ, ભરૂચ ખાતે એક સોસાયટીમાં દરોડો પાડી પકડી લીધો હતો તેમજ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
    અઝહર ઉર્ફે કીટલીને ભરૂચ ખાતેથી ગુજરાત એટીએસની ટીમે પકડી પાડ્યો

આ પણ વાંચોઃ હવેથી ST બસમાં 50 ટકાની જગ્યાએ 75 ટકા પેસેન્જરોને પ્રવાસની છૂટ

આરોપી અઝહર ઉર્ફે કીટલીની ATS અમદાવાદ ખાતે વધુ પૂછપરછ કરતા તેના ઘરેથી પોતાના એક્ટીવા (GJ-01-1-5861)ની ડેકીમાંથી વગર લાયસન્સની 1- પિસ્તોલ, 1 દેશી તમંચો, જીવતા રાઉન્ડ , 1 છરો તથા 1 રામપુરી ચપ્પુ મળી આવ્યાં હતાં. પકડાયેલ આરોપીની વધુ પૂછપરછમાં જાણવા મળે છે કે તેણે તથા તેના સાગરિતોએ સાથે મળી સાંતેજ અમદાવાદ ખાતે આઠેક મહિના પહેલા એક જગ્યાએ આશરે 1.5 કરોડ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો હતો. આરોપી અઝહર ઉર્ફે કીટલીની આવા અન્ય બનાવોમાં સંભવિત સંડોવણી અંગેની પૂછપરછ હાલમાં ચાલુ છે.

અઝહર ઇસ્માઇલભાઇ શેખ ઉર્ફે કીટલીએ અગાઉ આચરેલા ગુનાઓની વિગત

તા.12/03/2013 ના રોજ જુહાપુરા ચાર રસ્તા અમદાવાદ ખાતે એક ઈસમ પોતાની કાર લઇ ઉભા હતાં તે દરમિયાન આરોપીએ કોઇપણ કારણ વગર ઉશકેરાઇ જઇ ફરિયાદીને માથાના ડાબા કાન પાસે તથા જમણા હાથના કાંડા ઉપર તલવાર વડે ઈજા કરી કરી ગાડીના કાચ તોડી ઇજા કરી હતી.

તા. 16/12/2013 ના રોજ આરોપીએ પોતાના કબજાની મોટર સાયકલ પૂરઝડપે ચલાવી ફરિયાદીને ઇજા કરી હતી તથા ગદડાપાટુનો માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તા.18/01/2017 ના રોજ આરોપી અઝહર કીટલીએ ફરિયાદી સાથે અદાવત કરી ફરિયાદીના ભાઇને ત્યાં નોકરી કરતા રીયાઝને બેઝબોલના ડંડા વડે માર મારી મોઢાના ભાગે ઇજા પહોંચાડી ગડદાપાટુનો મારમારી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તા.21/04/2016 ના રોજ આરોપીએ ફરિયાદીને ગાળો બોલી માર મારી જાનથી મારવાની ધમકી આપી હતી.

અઝહર કીટલી તથા અન્ય સહઆરોપીઓએ સાથે મળી તા.21/04/2017 ના રોજ જૂની જમીન તકરાર બાબતની અદાવતમાં જુહાપુરા, અમદાવાદના સિરાજુદ્દીન સાહબુદીન શેખના બન્ને પગે નીચે છરીના ઘા મારી તથા લોખંડની પાઇપ મારી ઇજાઓ કરી હતી.

અઝહર કીટલી તથા અન્ય સહઆરોપીઓએ સાથે મળી 25/11/2017 ના રોજ અંગત અદાવતમાં એક દંપતિ પર આશા મસ્જિદ, અમદાવાદ પાસે જાહેરમાં ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરી ગંભીર પ્રકારની ઈજા કરી નાસી ગયા હતાં.

તા.09/11/2018 ના રોજ નજીવી બાબતે એક ઈસમ સાથે ઝઘડો કરી ફરીયાદી તથા તેના દીકરા સાથે મધરાતે તેમના ઘર પાસે જઈ કુંટુંબના સભ્યો અને મહિલાઓની હાજરીમાં ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અને પિસ્તોલ જેવા હથિયારથી મારી નાખવાના ઇરાદે ફાયરિંગ કરતા એક ઇસમને પગના ભાગે ઈજા પહોંચાડી હતી.

આરોપી અઝહર કીટલી તથા અન્ય સહઆરોપીઓએ સાથે મળી તા 04/18/2020ના રોજ ફરિયાદી સાથે ઝઘડો કર્યો અને બીભત્સ ગાળો બોલી ફરિયાદી તથા તેના ભાઈને પાછપ અને લાકડી મારી ઈજા કરી હતી તથા પાઇપ તથા લાકડી વડે ફરિયાદીના વાહન પર જોરજોરથી ફટકા મારી નુકસાન પહોંચાડ્યું હતું.

તા.27/04/22021 ના રોજ આરોપીએ ફરિયાદના ઘરે જઈ તેને ગંદી ગાળો બોલી ધમકી આપી હતી કે તારી માતાએ બે વર્ષ પહેલા મારા વિરુદ્ધ ફરિયાદ કરેલ છે તેના મને પણ લાખ રૂપિયા આપ અને જો નહીં આપે તો ફરિયાદીના પુત્રને ઉઠાવી જઈશ એમ કહી ફરિયાદીના પુત્રનો હાથ પકડી ઝપાઝપી કરી હતો અને ફરિયાદીના દીકરાઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આરોપી અઝહર ઇસ્માઇલભાઇ શેખ ઉર્ફે કીટલીએ પોતાના વ્યકિતગત ફાયદા માટે સહઆરોપીઓ સાથે મળી અમદાવાદ શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારમાં ધાક ધમકી આપવી, બળજબરીથી પૈસા પડાવવા, ખંડણી મારામારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા જેવા આશરે 25 જેટલા ગંભીર પ્રકારના ગુના આચર્યાં છે.

સામાન્ય પ્રજા સાથે થતી ગુંડાગીરી અને આ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓ નિયંત્રિત કરવા ગુજરાત પોલીસ સક્રિય છે, જે અન્વયે આ આરોપીની અટક કરી તેની આવા અન્ય બનાવોમાં સંભવિત સંડોવણી અંગેની પૂછપરછ હાલમાં ચાલુ છે.

આ પણ વાંચોઃ અમદાવાદ ATSએ 1 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, આંતરરાષ્ટ્રીય કિંમત રૂ.5 કરોડ હોવાનું અનુમાન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.