ETV Bharat / city

ગુજરાત રમખાણ કેસમાં સંજીવ ભટ્ટ બાદ હવે તિસ્તા અને શ્રીકુમાર સામે કાર્યવાહી,વાંચો આખો કેસ

તિસ્તા સેતલવાડ, આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે ખોટા દસ્તાવેજો ઊભા કરવા, ગુનાહિત ષડયંત્ર રચવું એ અંગે અમદાવાદની ક્રાઈમ બ્રાંચમાં (Complaint Filed in Ahmedabad Crime Branch) શનિવારે ફરિયાદ થઈ હતી. જેના પર પોલીસે સાંજ સુધીમાં પગલાં લેતા શ્રીકુમારની (IPS Sreekumar Gujarat) અટકાયત કરવામાં આવી છે. જ્યારે તિસ્તાની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. ફરિયાદી તરીકે પીઆઈ. બારડની ફરિયાદ પર પગલાં લેવાયા છે.

author img

By

Published : Jun 25, 2022, 7:44 PM IST

Updated : Jun 25, 2022, 8:06 PM IST

ગુજરાત રમખાણ કેસમાં જાણો આ ત્રણનો શું હતો રોલ, હવે તિસ્તા અને શ્રીકુમાર સામે કાર્યવાહી

ન્યૂઝ ડેસ્કઃ ગુજરાત રમખાણ કેસ 2002ના (Gujarat Riots Case 2002) મામલે દેશની સુપ્રીમ કોર્ટે ઝકિયા જાફરીની અરજીને ફગાવી દેતા SITએ નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને આપેલી (SIT Declarations) ક્લિન ચીટ યથાવત રાખી છે, સુપ્રીમ કોર્ટે ઝકિયા જાફરી તેમજ અન્યોની આ મુદ્દે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. કોર્ટે ઉમેર્યું હતું કે, આ પ્રોસેસનો દૂરઉપયોગ કરનારા તમામ લોકોને કોર્ટના કઠેડામાં આરોપી તરીકે ઊભા રાખી દેવા જોઈએ. એમની સામે કાયદા મુજબ સખત કાર્યવાહી (Legal Action Order Supreme court) કરવી જોઈએ. ઝકિયા જાફરીની અરજી બીજાના ઈશારે કરવામાં આવેલી હોવાનું કૃત્ય છે. આ પછી તિસ્તા સામે ગુજરાત એટીએસે પગલાં ભર્યા છે.

આ પણ વાંચોઃ યુવાન પર ડેપ્યુટી સરપંચ સહિત 6 લોકોનો ઘાતકી હુમલો, વીડિયો વાયરલ

તિસ્તા સામે ATSની કામગીરીઃ ગુજરાત એટીએસે તિસ્તાના ઘરે જઈને તપાસ કરી છે. જે મુંબઈના જુહુ વિસ્તારમાં રહેતી હતી. મુંબઈથી એની ગુજરાત એટીએસે ધરપકડ કરી હતી. આ દરમિયાન તેમણે ગુજરાત એટીએસ સામે મુંબઈ પોલીસમાં લેખિતમાં ફરિયાદ કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાત એટીએસની ટીમ ખોટી રીતે મારા ઘરમાં ઘુસી ગઈ હતી અને મારી ધરપકડ કરી હતી.

કોણ છે તિસ્તા સેતલવાડઃ તિસ્તા એક એક્ટિવિસ્ટ અને પત્રકાર છે. ગોધરાકાંડમાં રાજકારણીઓ સામે ટ્રાયલની અરજી કરી હતી. ગુજરાતના 62 રાજકારણી સામે ટ્રાયલની માગ કરી હતી. ફેબ્રુઆરી 2002માં ટ્રેનના કોચને સળગાવી દેવામાં આવ્યા હતા. જેના કારણે ફાટી નીકળેલા રમખાણોમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ એહસાન જાફરી સહિત 68 લોકો માર્યા ગયા હતા. આ કેસમાં દસ વર્ષ બાદ SITના રીપોર્ટે ગુલબર્ગ સોસાયટી કેસમાં "કોઈ કાર્યવાહી કરી શકાય તેવા પુરાવા નથી" ટાંકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિર્દોષ જાહેર કર્યા હતા. તિસ્તા સેતલવાડ સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ (CJP) નામની સંસ્થાના સેક્રેટરી છે. જે 2002ના ગુજરાત રમખાણોના પીડિતોની વકીલાત કરવા માટે રચાયેલી સંસ્થા હતી. CJP એ 2002 ના ગુજરાત રમખાણોમાં કથિત સંડોવણી બદલ નરેન્દ્ર મોદી અને અન્ય ઘણા રાજકારણીઓ તેમજ સરકારી અધિકારીઓ સામે ફોજદારી ટ્રાયલની માંગ કરતી કાયદેસરની અરજી કરી હતી.

અમદાવાદ ક્રાઈમબ્રાંચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. હવે કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવશે

પૂર્વ DGP શ્રીકુમારની કરાઈ ધરપકડ : પૂર્વ DGP આર.બી.શ્રીકુમાર સામે પણ આ મામલે સંડોવણી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેને લઈને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, ગુનો દાખલ કરી સમન્સ પાઠવ્યા બાદ પુર્વ ડીજીપી આર બી શ્રીકુમારને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. હાલ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચના DCP ચૈતન્ય માંડલિક પણ ક્રાઈમ બ્રાંચમાં પહોંચ્યા છે, ત્યારે તેમની સમગ્ર મામાલે પૂછપરછ કરવાામાં આવી રહી છે. આ ઉપરાંત, આ ફરિયાદ નોંધાતા જ આર બી શ્રી કુમાર ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયા હતા. આ મામલે DCP ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે, આર.બી.શ્રીકુમારુનો કલમ 120 બી હેઠળ ખોટાં પુરાવા ઊભા કરવાનો રોલ હોય તેમ લાગે છે. હાલ, શ્રીકુમારનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને રિપોર્ટ આવ્યા બાદ પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

કોણ છે આર.બી.શ્રીકુમારઃ આર.બી.શ્રીકુમાર ગુજરાત રાજ્યના પૂર્વ ડીજીપી તરીકે રહી ચૂક્યા છે. વર્ષ 2002માં જ્યારે ગુજરાતમાં રમખાણ થયા ત્યારે તેઓ ડ્યૂટી પર હતા. 2002ના રમખાણો દરમિયાન પોલીસને તેમની ફરજો નિભાવવામાં રોકવાનો આરોપ લગાવીને ગુજરાત સરકારને હચમચાવી નાખનાર નિવૃત્ત પોલીસ અધિકારી આરબી શ્રીકુમારને પોલીસ મહાનિર્દેશકના હોદ્દા પર પોસ્ટ-નિવૃત્તિ પ્રમોશન આપવામાં આવ્યું હતું. આ અંગે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાના લગભગ સાત મહિના બાદ આ નિર્ણય આવ્યો હતો. જ્યારે શ્રીકુમારને બઢતી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને તેમને સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટે રમખાણ મુદ્દે આદેશ આપતા એની સામે ફરી કાયદાકીય પગલાં લેવાયા છે. શ્રીકુમાર મૂળ કરેળના છે. વર્ષ 1972માં તેઓ ગુજરાત પોલીસમાં જોડાયા હતા. એમની દીકરી એક વકીલ છે અને તે ગાંધીનગરમાં રહે છે.

આ પણ વાંચોઃ Kutch Farmers Fury : કચ્છના ખેડૂતોમાં રોષ, 4થી જુલાઈએ કેમ કરશે આંદોલન જાણો

કોણ છે સંજીવ ભટ્ટઃ સંજીવ ભટ્ટ ગુજરાત પોલીસના એક અધિકારી હતા. જેઓ હાલ જેલમાં છે. મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સામે આરોપ મૂકીને વિવાદમાં રહ્યા છે. ગુજરાત કેડરના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને હાલ જામનગરમાં એક કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવી છે. વર્ષ 2002ના હુલ્લડની તપાસ કરવા માટે નીમવામાં આવેલી જસ્ટિસ નાણાવટી તથા જસ્ટિસ મહેતા કમિશન સમક્ષ સંજીવ ભટ્ટે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની સામે જુબાની આપી હતી. 1988માં પોલીસ સેવામાં જોડાયા હતા, તેઓ ગુજરાત કૅડરના આઈપીએસ હતા. એક સમયે નરેન્દ્ર મોદીના 'ગુડમેન' અધિકારી તરીકે ઓળખાતા સંજીવે 2002ના રમખાણો બાબતે નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યા હતાં.

આ હતા આક્ષેપઃ આર.બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ દ્વારા તત્કાલીન મુખ્યપ્રધાન સામે એક એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તારીખ 27 ફેબ્રુઆરી 2002ના રોજ રાત્રે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને વહીવટી અને પોલીસ તંત્રની બેઠક યોજીને બહુમતી કોમનો ગુસ્સો કે લાગણી લઘુમતી કોમ ઉપર ઠાલવવા માટે પ્રયત્ન કરવામાં આવે ત્યારે કોઈપણ પ્રકારના સખત પગલા ન ભરવા તેમજ ગુસ્સો ઠાલવવા દેવો. તે સમયે ભટ્ટે સરકાર તેમજ ઉચ્ચ અધિકારી સાથે વ્યક્તિગત વાંધાઓના કારણે બેઠક અંગે મુખ્યપ્રધાન તેમજ સરકાર સામે ખોટા આક્ષેપ કર્યા છે.

શું હતું ગોધરાકાંડ: 28 ફેબ્રુઆરી, 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં માર્યા ગયેલા 68 લોકોમાં કોંગ્રેસના સાંસદ એહસાન જાફરીનો સમાવેશ થાય છે. એક દિવસ પહેલા જ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના કોચમાં આગ લાગી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા. આ ઘટનાઓ બાદ જ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોમાં 1044 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના મુસ્લિમ હતા. આ સંદર્ભમાં વિગતો આપતાં કેન્દ્ર સરકારે મે 2005માં રાજ્યસભામાં માહિતી આપી હતી કે, ગોધરાકાંડ બાદના રમખાણોમાં 254 હિંદુઓ અને 790 મુસ્લિમો માર્યા ગયા હતા.

માત્ર સનસનાટી ફેલાવવા માટે કરાઈ અરજી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે, ગુજરાતમાં 2002ના રમખાણો અંગે ખોટા ઘટસ્ફોટ કરીને સનસનાટી ફેલાવવા બદલ રાજ્ય સરકારના અસંતુષ્ટ અધિકારીઓને કેસમાં લાવવાની જરૂર છે અને કાયદા મુજબ તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે, તેને રાજ્ય સરકારની દલીલમાં દમ લાગે છે કે, સંજીવ ભટ્ટ (તત્કાલીન IPS અધિકારી), હરેન પંડ્યા (ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન) અને આરબી શ્રીકુમાર (હવે નિવૃત્ત IPS અધિકારી)ની જુબાની માત્ર કેસને જીવતા રાખવાનો અને તેનું રાજનીતિકરણ કરવાનો હતો, જ્યારે તે સદંતર ખોટું છે.

Last Updated : Jun 25, 2022, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.