- ગુજરાત ATSએ UPથી ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપીને દબોચ્યો
- કપિલ ઉર્ફે પોપીન નામના આરોપી વિરુદ્ધ ઢગલાબંધ ગુનાઓ નોંધાયા છે
- UPમાં વાહનચોરી અને છેતરપીંડીના બે ગુના નોંધાયા હોવાનું આવ્યુ સામે
અમદાવાદ : ગુજરાતમાં અમદાવાદના લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફાયરિંગ તેમજ ખૂનની કોશિશના ગુનામાં અને સુરતમાં કતારગામ પોલીસ સ્ટેશનમાં 20 કરોડના હીરાની ધાડ તેમજ વરાછા પોલીસ સ્ટેશનમાં ધાડના ગુનામાં સંડોવણી ધરાવતા કપિલ ઉર્ફે પોપીન ઉર્ફે ધનરાજને ગુજરાત ATS એ UP ના મુઝફ્ફરનગર ખાતેથી ઝડપી પાડ્યો છે. ગુજરાત ATS દ્વારા બાતમીદારોના નેટવર્ક અને ટેક્નિકલ સર્વેના આધારે ગુપ્ત ઓપરેશન હાથ ધરીને તેને દબોચી લેવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશમાં પણ નોંધાયા છે 2 ગુનાઓ
કપિલ ઉર્ફે પોપીન વિરૂદ્ધ ઉત્તર પ્રદેશમાં વાહન ચોરી તેમજ છેતરપિંડીના બે ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. જે અંગે પણ ગુજરાત ATS હાલમાં કાર્યવાહી કરી રહી છે. ATS દ્વારા ઉત્તર પ્રદેશ પોલીસ પાસેથી તેણે આચરેલા ગુનાઓની વિગતો મંગાવવામાં આવી રહી છે. આ ઉપરાંત હાલમાં આરોપીએ ગુજરાતમાં અન્ય કઈ કઈ જગ્યાઓએ ગુના આચર્યા છે, તે દિશામાં તપાસ આરંભી છે.