ETV Bharat / city

1993 મુંબઈ બ્લાસ્ટ કેસમાં કુખ્યાત ડોન દાઉદના 4 સાગરિત ઝડપાયા

મુંબઈ 1993 બોમ્બ બ્લાસ્ટ કેસમાં (1993 Bombay Blast Case) ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ATSએ બ્લાસ્ટ કેસમાં સંકળાયેલા વોન્ટેડ ચાર આરોપીની ધરપકડ (Gujarat ATS arrests wanted accused) કરી છે. ગુજરાત ATSએ આ અંગે વધુ માહિતી આપી હતી.

1993 મુંબઈ બ્લાસ્ટ કેસમાં કુખ્યાત ડોન દાઉદના 4 સાગરિત ઝડપાયા
1993 મુંબઈ બ્લાસ્ટ કેસમાં કુખ્યાત ડોન દાઉદના 4 સાગરિત ઝડપાયા
author img

By

Published : May 17, 2022, 12:49 PM IST

Updated : May 17, 2022, 2:47 PM IST

અમદાવાદઃ ગુજરાત ATSને એક મોટી સફળતા મળી છે. કારણ કે, ગુજરાત ATSએ વર્ષ 1993માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટના (1993 Bombay Blast Case) વોન્ટેડ આરોપીઓની અમદાવાદમાંથી ધરપકડ કરી છે. ATSએ યુસુફ બટકા, અબુબકર, સોએબ બાબા, સૈયદ કુરૈશી સહિત ચાર આરોપીને ઝડપી (Gujarat ATS arrests wanted accused) પાડ્યા છે.

દાઉદના સાગરિતો
દાઉદના સાગરિતો

નકલી પાસપોર્ટ સાથે આવ્યા હતા અમદાવાદ - ATSના DIG દિપેન ભદ્રને (ATS DIG Dipen Bhadran) આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, દાઉદના 4 સાગરિત નકલી પાસપોર્ટ પર અમદાવાદ આવ્યા હતા. ચારેય શખ્સો પાસેથી નકલી પાસપોર્ટ મળી આવ્યા હતા. આ પકડાયેલા આરોપીઓ સામે રેડકોર્નર નોટિસ (Redcorner notice against the accused) પણ જાહેર કરવામાં આવી હતી. બોમ્બ બ્લાસ્ટમાં કોની શું ભૂમિકા હશે તે અંગે તપાસ કરવામાં આવશે. ATSએ જણાવ્યું હતું કે, ચારેય શખ્સો અર્જૂન ગેંગથી પણ ઓળખાતા હતા.

ભારત છોડ્યું ત્યારથી લઈ અત્યાર સુધી શું કર્યું તે અંગે તપાસ થશેઃ ATS - ATSએ જણાવ્યું હતું કે, આરોપીઓ પાકિસ્તાનમાં વિસ્ફોટકની તાલીમ લઈને ભારતમાં બ્લાસ્ટ માટે આવ્યા હતા. બ્લાસ્ટ બાદ તેમણે ભારત છોડી દીધું હતું. જ્યારથી તેમણે ભારત છોડ્યું ત્યારથી અત્યાર સુધી તેમણે શું કામ કર્યું છે. તે અંગે તપાસ કરાશે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, વર્ષ 1995માં ત્રણ લોકોએ ભારત છોડ્યું હતું. આરોપીઓ પાસપોર્ટ અને ડિટેઈલ્સના મોડીફિકેશન માટે ભારત આવ્યા હતા. તેમના વિશે અમને જાણ થઈ હતી. એટલે અમે તેમને ઝડપી પાડ્યા છે.

બ્લાસ્ટમાં થયા હતા 250 લોકોના મોત - આપને જણાવી દઈએ કે, 1993 બોમ્બે બ્લાસ્ટ કેસમાં 700 લોકોને ઈજા પહોંચી હતી. જ્યારે 250 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે, આ બ્લાસ્ટ કેસના કેટલાક આરોપીઓ ફરાર હતા. મહારાષ્ટ્ર પોલીસ અને CBIએ આ અંગે તપાસ પણ કરી હતી. જ્યારે કેટલાક આરોપીઓ અન્ય દેશમાં ફરાર થઈ ગયા હતા. તેમને શોધવા માટે દેશની તમામ એજન્સીઓ કામે લાગી હતી.

સરદારનગર વિસ્તારમાંથી ઝડપાયા આરોપીઓ - જોકે, આ ચારેય દાઉદના સાગરિતો અને આરોપીઓ સરદારનગર વિસ્તારમાંથી ઝડપાયા હતા. ATSને આ અંગે માહિતી મળી હતી. સાથે જ ATSએ આરોપીઓ પાસેથી નકલી પાસપોર્ટ કબજે કર્યા હતા. તો પૂછપરછ દરમિયાન આ આરોપીઓ બોમ્બે બ્લાસ્ટ કેસના હોવાનું સામે આવ્યું હતું. ATSએ આ અંગે જણાવ્યું હતું કે, દાઉદ સાથે મિટિંગ પછી પાકિસ્તાનમાં તાલીમ લીધી અને પછી તેઓ ભારત આવી બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો. જ્યારે અબુબકરે બ્લાસ્ટ પછી હથિયારોને દરિયામાં ફેંકી દીધા હતા. આ તમામ આરોપીઓ મોહમ્મદ દોસા નામના યુવકના સંપર્કમાં હતા.

આરોપીઓ કેટલા સમયથી અહીં હતા તે દિશામાં તપાસ શરૂ - ATSએ વધુમાં ઉમેર્યું હતું કે, આરોપીઓ કેટલા સમયથી અહીંયા હતા. તે દિશામાં તપાસ ચાલુ છે. આરોપીઓ નકલી પાસપોર્ટ બનાવી અલગ અલગ દેશોમાં નાસતા ફરતા હતા. તો 12 મેએ DySP કે. કે. પટેલને આ અંગે માહિતી મળી હતી. જોકે, આરોપીઓ પાસેથી પાસપોર્ટ અને મોબાઈલ સહિતની વસ્તુઓ કબજે કરી હતી. તો હવે 8 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા CBIને સોંપવામાં આવશે.

આ પણ વાંચો- Reaction on Blast Case Judgement : તત્કાલીન સિવિલ સુપરિન્ટેન્ડન્ટ અને ધડાકાના ઇજાગ્રસ્તે આપી પ્રતિક્રિયા

દાઉદ કનેકશન : ઉલ્લેખનીય છે, કે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં (1993 Bombay Blast Case) વોન્ટેડ અપરાધી અને કુખ્યાત માફિયા ડોન દાઉદ ઈબ્રાહીમ વોન્ટેડ છે અને તેની સામે કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે અનેક પ્રકારની લીગલ નોટિસ જારી કરવામાં આવી છે. ધરપકડ (Gujarat ATS arrests wanted accused)કરાયેલા ચારેય આતંકવાદીઓ દાઉદ ઈબ્રાહિમના નજીકના હોવાનું કહેવાય છે, તેઓ લાંબા સમયથી દાઉદના ઈશારે દેશના વિવિધ શહેરોમાં ગુનાહિત આતંકવાદી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. આતંકવાદી સંગઠનો સાથે તેમના સંબંધો હોવાની પણ શક્યતા છે, આતંકવાદ વિરોધી ટુકડી તેમની નજીકથી પૂછપરછ કરી રહી છે અને તેમના આંતરરાષ્ટ્રીય સંબંધો અને આતંકવાદી સંગઠનો સાથે તેમની સાંઠગાંઠની તપાસ અને પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો-રાજસ્થાનમાં RDX બ્લાસ્ટ થવાની ઘટનાને ગુજરાત ATSએ આ રીતે કરી નિષ્ફળ

શું હતી એ ગોજારી ઘટના ? - 12 માર્ચ 1993નો એ બ્લેક ફ્રાઈડે ડે, કે જ્યારે એક પછી એક 12 ધમાકાઓએ મુંબઈ શહેરને હચમચાવી નાખ્યું હતું. આ દિવસને બ્લેક ફ્રાઈડે એટલા માટે કહેવામાં આવે છે કે, તે ગોજારી ઘટનાનો દિવસ શુક્રવાર હતો. શહેરમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા, જેમાં 257 લોકોના મોત થયા હતા. જ્યારે 713 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે, 2 કલાક 10 મિનિટમાં થયેલા 12 વિસ્ફોટોએ માત્ર દેશની આર્થિક રાજધાની જ નહીં, પરંતુ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. બ્લાસ્ટના ઘા એટલા વર્ષ પછી પણ આપણા હૃદયમાં તાજા છે.

અગાઉ મુનાફ મુસાની કરવામાં આવી હતી ધરપકડ - આ અગાઉ પણ વર્ષ 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટના (1993 Bombay Blast Case) એક મુનાફ હાલારી મૂસા નામના આરોપીની ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડએ (ATS) 10 ફેબ્રુઆરી 2020ના દિવસે મહારાષ્ટ્રની રાજધાનીના એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. આરોપી મુનાફ હાલારી મૂસા 10 ફેબ્રુઆરી 2020ની સવારે વિદેશથી આવતા જ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ થઈ હતી. તે ડ્રગસ્મગલિંગ રેકેટના સંબંધમાં વર્ષ 2019થી ગુજરાત ATSના રડાર પર હતો.

Last Updated : May 17, 2022, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.