ETV Bharat / city

ગુજરાત ATSએ ઓઇલ ચોરીના ગુનામાં 2 આરોપીને ઝડપ્યા

દેશભરમાં ઓઇલ સપ્લાય કરતી કંપનીઓની પાઇપ લાઈનમાં પંચર કરી કરોડો રૂપિયાની ઓઇલ ચોરીના ગુનામા વધુ બે આરોપીની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. અલગ- અલગ રાજ્યોમાંથી આરોપીએ 500 કરોડથી વધુ ઓઇલ ચોરી કર્યું હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ATSએ ગુજસીટોકના ગુનામા આરોપીની ધરપકડ કરીને વધુ એક ઓઈલ ચોરીનો પર્દાફાશ કર્યો છે.

Ahmedabad news
Ahmedabad news
author img

By

Published : Mar 27, 2021, 10:54 AM IST

Updated : Mar 27, 2021, 1:17 PM IST

  • અમદાવાદમાં ઓઈલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ
  • ઓઇલ ચોરી કરનારી ગેંગનો ATSએ પર્દાફાશ કર્યો
  • 4 આરોપી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ: દેશના અલગ- અલગ રાજ્યોમાં 22 જેટલી ઓઇલ લાઈનોમાં પંચર કરી કરોડો રૂપિયાની ઓઇલ ચોરી કરનારી ગેંગનો ATSએ પર્દાફાશ કર્યો હતો. જે ગુનામા સંડોવાયેલા વધુ બે આરોપી નીશાંત કરણીક અને મુનેસ ગુર્જરની ધરપકડ કરવામા આવી છે. ઝડપાયેલા આરોપીઓ મુખ્ય આરોપી સંદીપ ગુપ્તા સાથે મળી ઓઈલ ચોરીની ગેંગ ચલાવતા હતા. આરોપી રાજસ્થાન, બિયાવર, બર, પશ્ચિમ બંગાળમાં કોલકાતા તથા વર્ધમાન નગર, બિહાર જમુઈ, રોહતક, ગોહાના અને ચિત્તોગઢમાં ઓઇલ ચોરીના ગુનામાં ફરાર હોવાનું સામે આવ્યું છે. જેથી ગુજરાત ATSએ સંદીપ અને તેની ગેંગના 4 આરોપી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત ATSએ ઓઇલ ચોરીના ગુનામાં 2 આરોપીને ઝડપ્યાં

આ પણ વાંચો : અમદાવાદમાં બોગસ પાસપોર્ટનાં કેસમાં 10 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

આરોપી ખોટા બિલો પણ બનાવતા હતા

આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, તેઓની મોડ્સઓપરેન્ડી ઓઇલ લાઈનામાં પંચર કરવા 300- 400 મીટર પોતાની લાઇન નાંખતા હતા. લાઇન નજીકમાં આરોપી ગોડાઉન અથવા જગ્યા ભાડે રાખી કન્ટેનરની અંદર ટેન્કરની ટાંકી ફીટ કરીને દેશભરનું ચોરી ઓઇલ વેચાણ કરતો હતો. ઉપરાંત અન્ય રાજ્યના વાહનો ખરીદી બીજા રાજ્યમા નોંધણી કરાવતા અને ચોરીના ઓઈલ સપ્લાય માટે પણ ખોટા બીલો બનાવતા હતા.

છારા ગામની સીમમાં વધુ એક લાઈનમા ભંગાણ કર્યુ હોવાનુ સામે આવ્યું

આ ઉપરાંત આરોપી મુનેસ ગુર્જરે તાજેતરમાં હરિયાણાના ગજ્જર જિલ્લાના છારા ગામની સીમમાં વધુ એક લાઈનમા ભંગાણ કર્યુ હોવાનુ સામે આવ્યું છે. જેની અલગ થઈ ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો : ATS દ્વારા રૂપિયા 1 કરોડનું 1 કિલો મેથેફેટમાઇન ડ્રગ્સ ઝડપાયું

ATSએ ઝડપેલા આરોપી દેશ ભરના અલગ- અલગ રાજ્યમા નોંધાયેલા 17 ગુનામાં હતા ફરાર

ઉપરાંત પોલીસે ગુજસીટોકના ગુનામાં આરોપીની સંપતિ પણ ટાંચમા લેવાની કાર્યવાહી શરૂ કરી છે. જોકે 500 કરોડથી વધુ ઓઈલ ચોરીના ગુનાની ગેંગમાં અન્ય આરોપીના નામ પણ સામે આવ્યા છે. જેની ATSએ વધુ તપાસ શરૂ કરી છે, ત્યારે જોવુ એ રહ્યું કે, 4 આરોપીથી શરૂ થયેલી આ ગેંગના અન્ય કેટલા આરોપી પોલીસ ગિરફતમાં આવે છે.

Last Updated : Mar 27, 2021, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.