અમદાવાદ- ડ્રગ્સની હેરાફેરી કરવા માટે આરોપીઓએ નવી મોડ્સ ઓપરેડેન્સી (New modus operandi of drug peddlers)અજમાવી છે. જેમાં ઈ કોમર્સ વેબસાઈટ જેવી બનાવટી વેબસાઈટ બનાવી ડ્રગ્સની હેરાફેરી કરતા ત્રણ આરોપીની ગુજરાત એટીએસે ધરપકડ (Gujarat ATS Arrest )કરી છે. આરોપી ડ્રગ્સનું કુરિયર બનાવી ટ્રાવેલ્સમા હેરફેર કરતા હોવાનો (Drug trafficking from a fake e commerce website ) ખુલાસો થયો છે. Ats એ 8 લાખથી વધુ કિંમતના 3 અલગ અલગ ડ્રગ્સ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ તપાસનો રેલો અન્ય રાજ્ય સુધી લંબાવ્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાત ATS-સુરત SOGના મોટા ઑપરેશનમાં છ શખ્સોની ધરપકડ, હત્યા અને ડ્રગ્સ કેસમાં છુપાતા ફરતા આ રીતે પકડાયા
આટલો જથ્થો પકડાયો - ગુજરાત એટીએસની કસ્ટડીમાં રહેલાં આ ત્રણ આરોપીના નામ શોહિલ ઉર્ફે સાહીલ શીરમાન, બસીત સમા અને આકાશ વિંઝાવા છે. આ ત્રણેય આરોપી વસ્ત્રાપુર તળાવ પાસે આવેલા સંસર્ય એપાર્ટમેન્ટમાં રહીને ડ્રગ્સનું વેચાણ (Drug trafficking from a fake e commerce website ) કરતા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે એટીએસ અને અમદાવાદ એસઓજીની ટીમે રેડ કરી 20 ગ્રામ એમ્ફેટામાઈન, 60 ગ્રામ ઓપિઓઈડ. 321ગ્રામ ચરસ અને 3 કિલો ગાંજો મળી કુલ 8.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીની (Gujarat ATS Arrest )પૂછપરછમાં સામે આવ્યું કે છેલ્લા ઘણા સમયથી તેઓ બનાવટી ઈ કોમર્સ વેબસાઈટના માધ્યમથી ડ્રગ્સની હેરાફેરી (New modus operandi of drug peddlers)કરતા હોવાનુ સામે આવ્યું છે.
આકાશ આ હેરાફેરીનો માસ્ટર માઇન્ડ - ડ્રગ્સના ગુનામાં ઝડપાયેલા (Gujarat ATS Arrest )આરોપીની તપાસ કરતાં આકાશ આ હેરાફેરીનો માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું છે. આરોપીએ ડ્રગ્સની હેરાફેરી (New modus operandi of drug peddlers)માટે પહેલાં એ કોમર્સ વેબસાઈટ બનાવી બાદમાં કુરિયર કંપનીનુ પાર્સલ બનાવી ટ્રાવેલ્સ મારફતે હેરાફેરી (Drug trafficking from a fake e commerce website ) કરતા હતાં. સાથે આરોપી અગાઉ મહેસાણા અને સૌરાષ્ટ્રમાં ડ્રગના મોટા જથ્થાની ડીલેવરી આપી ચૂકયા હોવાની હકીકત સામે આવી છે. સાથે જ આરોપી પોલીસથી બચવા VOIP કોલ કરતા હોવાનું સામે આવ્યુ છે. જે કોલ ડિટેઇલની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
ડ્રગ્સનો તમામ જથ્થો અન્ય રાજ્યમાથી આવતો હતો -જ્યારે આરોપીની પૂછપરછમાં (Gujarat ATS Arrest )હકીકત સામે આવી છે કે ડ્રગ્સનો તમામ જથ્થો (Drug trafficking from a fake e commerce website ) અન્ય રાજ્યમાથી આવતો હતો. જે ડ્રગ્સ સપ્લાયરની પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ ઝડપાયેલા આરોપીએ જલારામ ટ્રાવેલ્સની બસમાં એક પાર્સલ (New modus operandi of drug peddlers)મોકલ્યું છે. જેને કબ્જે કરવા પણ પોલીસની એક ટીમ કાર્યવાહી કરી રહી છે. ત્યારે પોલીસ તપાસમા શું હકીકત સામે આવે છે તે જોવું મહત્વનું છે.