ETV Bharat / city

Gujarat Assembly Elections 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી આવે તો કોને ફાયદો થાય? - Region Parliamentary Board

2017થી ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભાનો(Gujarat Assembly Elections 2022) પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થશે. તે બાબતે કોંગ્રેસ પણ વહેલી ચૂંટણી યોજાય તેવુ જણાવી રહી છે. ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે, પરંતુ વર્તમાનમાં રાજકારણમાં જે રીતે બનાવો જોવા મળી રહ્યા છે, તે જોતા વિધાનસભાની ચૂંટણીઓ વહેલી થાય તેવુ દેખાઈ રહ્યું છે.

Gujarat Assembly Elections 2022
Gujarat Assembly Elections 2022
author img

By

Published : Jan 31, 2022, 10:27 PM IST

Updated : Feb 1, 2022, 6:08 PM IST

અમદાવાદ : ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં જ ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની(Region Parliamentary Board) તેમજ સંગઠનને લગતા મહત્વના નિર્ણયો માટે કોર કમિટીના સભ્યોની જાહેરાત કરી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ માર્ચ મહિનામાં જ ગુજરાતના તમામ જિલ્લાઓનો પ્રવાસ ખેડશે અને તે વિસ્તારની રાજકીય સમીક્ષા કરશે. આ ઉપરાંત રાજ્યનું બજેટ(State budget) પણ પ્રજાલક્ષી રહેશે તેવો એકરાર ભાજપના હોદ્દેદારોએ કર્યો છે. કોંગ્રેસ પણ ઇચ્છે છે કે, ગુજરાતમાં જલદી ચૂંટણી યોજાઇ.

Gujarat Assembly Elections 2022

અત્યારે ચૂંટણી થાય તો ભાજપને મોટો નફો : મહેશ કસવાલા

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અગાઉ વહેલી ચૂંટણીની વાતનું ખંડન કરી ચૂક્યા છે. ભાજપ ચૂંટણીઓને લઇને એક્શનમાં મોડમાં આવી ગયું છે. ભાજપના સંગઠન પ્રધાન મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે, ભાજપ પાસે ઇચ્છવા છતાં મજબૂત વિપક્ષ નથી. ભાજપનું સંગઠન 365 દિવસ કામ કરતું સંગઠન છે. ચૂંટણીઓ માટે તૈયારી કરવાની ભાજપને જરૂર નથી. ભાજપના વિરોધીઓ પાસે સંગઠન પણ નથી અને તેવી દૃષ્ટિ પણ નથી, અત્યારે ચૂંટણી થાય તો ભાજપને મોટો નફો થાય.

આ પણ વાંચો : Budget session 2022 : RTPCR ટેસ્ટ જરૂરી નહીં પણ આ શરત સાથે પ્રવેશ મળશે

પ્રજાલક્ષી હશે બજેટ : કિશનસિંહ

ભાજપના પ્રદેશ મીડિયા ટીમના સભ્ય અને નેતા કિશનસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, બોર્ડ નિગમની નિમણૂકો એક રેગ્યુલર પ્રોસેસ છે. કેન્દ્ર અને રાજ્યના બજેટ માટે લોકો પાસેથી મંતવ્યો મંગાવવામાં આવ્યા છે, બજેટ પ્રજાલક્ષી જ હશે.

આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા તૈયાર

આમ આદમી પાર્ટીના પ્રવક્તા કરણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ પણ 182 સીટો પર લડવા માટે તૈયારી કરી દીધી છે. વધારેમાં વધારે સીટ જીતવા આમ આદમી પાર્ટી પ્રયત્ન કરશે. પ્રજાના કામો કરવા આમ આદમી પાર્ટીની અગ્રતા રહેશે.

આ પણ વાંચો : Gujarat Assembly Elections 2022 : સંગઠન મજબૂતી માટે કચ્છ કોંગ્રેસનું મિલન, કાલે ચૂંટણી માટે તૈયાર છે નેતાગણ

નુકશાન ઓછું કરવા ભાજપના પ્રયત્ન : રાજકીય વિશ્લેષક

રાજકીય વિશ્લેષક હરેશ ઝાલાએ જણાવ્યું હતું કે, છેલ્લે 2002માં મધ્યવર્તી ચૂંટણીઓ થઈ હતી. ભાજપ નુકસાન ઓછું કરવા પ્રયત્ન કરી રહ્યું છે વળી બીજી તરફ રાજ્યમાં છેલ્લા અઠવાડિયામાં કોમી છમકલા જોવા મળી રહ્યા છે. ભાજપ ભલે વિકાસની વાતો કરતું હોય, પરંતુ ચૂંટણીમાં જીત માટે હિન્દુકાર્ડ જ તેમના માટે મુખ્ય મુદ્દો હોય છે. છેલ્લા ત્રણ દિવસોમાં કઠલાલ, છોટાઉદેપુર, રાધનપુરમાં કોમી એખલાસ ડોહોળાય એવો માહોલ ઉભો થયો છે. જે આગામી સમયમાં ચૂંટણીઓમાં ભાજપને ધ્રુવીકરણનો ફાયદો કરાવશે.

કોંગ્રેસ હંમેશા વિદ્યાર્થી, ખેડૂત, અને યુવાને સાથે : કોંગ્રેસ નેતા

કોંગ્રેસ ના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાય તો પણ ગુજરાત કોંગ્રેસ તૈયાર છે. કોંગ્રેસ હંમેશા વિદ્યાર્થી, ખેડૂત, અને યુવાને સાથે રહી છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ શિક્ષણનું મોડલ પૂરું પાડશે. કોંગ્રેસ હમેંશા જનતાના વિવિધ પ્રશ્નોનો અવાજ બની રહી છે ત્યારે ભાજપ સરકારને ચૂંટણી આવે ત્યારે જ જનતા યાદ આવે છે. ભાજપ સરકારના ભ્રષ્ટાચારી મોડલમાં આંતરિક વિખવાદથી વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાઈ શકે છે. લોકોનું ધ્યાન ભટકાવા ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણી વહેલી યોજશે.

Last Updated : Feb 1, 2022, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.