ETV Bharat / city

Gujarat Assembly Election 2022: પંજાબની જીત બાદ આમ આદમી પાર્ટીનું મિશન ગુજરાત - ગુજરાતમાં બેરોજગારી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ને જોતા AAPએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતની મુલાકાતે છે. જો કે AAPને ગુજરાતમાં BJP સામે ટક્કર આપવી મુશ્કેલ પડશે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ AAPના કારણે કોંગ્રેસના વોટ તૂટશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

પંજાબની જીત બાદ આમ આદમી પાર્ટીનું મિશન ગુજરાત

author img

By

Published : Apr 2, 2022, 8:45 PM IST

Updated : Apr 2, 2022, 9:21 PM IST

અમદાવાદ: 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) બાદ હવે રાજકીય પક્ષોની નજર ગુજરાત વિધાનસભા ચૂંટણી પર છે. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી (Assembly Elections 2022)માં 4 રાજ્યોમાં ભાજપ તો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ, આપ અને કોંગ્રેસે (Congress In Gujarat) તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ગુજરાતમાં વહેલી આવી શકે છે ચૂંટણીઓ- શાસક પક્ષ ભાજપ સતત કહી રહ્યો છે કે, ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ તેના નિયત સમયે એટલે કે ડિસેમ્બર 2022માં જ યોજાશે. પરંતુ ભાજપ 4 રાજ્યોમાં વિજયનો ઉત્સાહ સતત ચાલું રાખવા માંગે છે. બીજી તરફ કોંગ્રેસ આંતરિક કલહ (Internal Conflict In Congress) માં ફસાયેલું છે. તો આમ આદમી પાર્ટીને ચૂંટણીઓ માટે ભાજપ સેટ થવા દેવા માંગતુ નથી. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર (Budget Session of Gujarat Assembly 2022) પણ જેમ છેલ્લું સત્ર હોય તેવી રીતે તમામ ધારાસભ્યોની સાથે ફોટોસેશન યોજાયું હતું. એટલે મોનસુન સત્ર નહીં યોજાય તે વાત ફલિત થાય છે. ગુજરાતમાં IPS કક્ષાના પોલીસ અધિકારીઓની પણ બદલી કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Kejriwal-Mann Gujarat visit: કેજરીવાલ અને ભગવંત માનનો અમદાવાદમાં રોડ શો, ચારેય બાજુ માત્ર તિરંગા જોવા મળ્યા

વડાપ્રધાન અને ગૃહપ્રધાનની ગુજરાત યાત્રા- 4 રાજ્યોની ચૂંટણીઓમાં વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) અને અમિત શાહ ગુજરાત (Amit Shah Gujarat Visit) આવ્યા હતા. વડાપ્રધાને અમદાવાદ અને ગાંધીનગરમાં રોડ શો કર્યો હતો અને સ્થાનિક સ્વરાજ્યના પ્રતિનિધિઓ સાથે સંમેલન યોજ્યું હતું. અમિત શાહ પણ ગુજરાત આવ્યા અને તેમણે પોતાના મતવિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યના પ્રતિનિધિઓની સાથે વિધાનસભાની ચૂંટણીઓ જીતવા આહ્વાન કરીને વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું.

વડાપ્રધાન અને ગૃહપ્રધાન ફરી આવશે ગુજરાત- વડાપ્રધાન 21 એપ્રિલે ફરી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતમાં આદિવાસીઓની નારાજગી દૂર કરવા આદિવાસી જિલ્લા દાહોદ (PM Modi In Dahod)માં તેઓ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તેઓ ગુજરાતમાં 2400 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. અમિત શાહ પણ 10 એપ્રિલે ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાનના આ પ્રવાસથી ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીનું રણશિંગું ભાજપ દ્વારા ફૂંકાશે.

ગુજરાતમાં થર્ડ ફ્રન્ટનો ઉદય- કોંગ્રેસને પોતાના કાર્યોને લીધે દેશમાં ચૂંટણીઓમાં પછડાટ મળી છે. ત્યારે વર્ષોથી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એમ 2 પક્ષો જ રહ્યા છે. હવે ગુજરાતમાં ત્રીજા પક્ષનો ઉદય નિશ્ચિત છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને સારી ટક્કર આપી હતી. પણ તેણે કોંગ્રેસના વોટ તોડ્યા હતા. આમ, જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકબીજાની વિરુદ્ધ ચૂંટણીઓ લડશે તો કોંગ્રેસને નુકશાન પહોંચશે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની જન્મભૂમિ ગુજરાતની ચૂંટણીમાં ભાજપને સીધી ટક્કર આપવી આમ આદમી પાર્ટી માટે આસાન નહીં રહે. કેમ કે, આમ આદમી પાર્ટી પાસે હજી ભાજપ જેટલું મજબૂત સંગઠન અને આર્થિક ક્ષમતા નથી. ત્યારે ગુજરાતમાં સત્તા મેળવવા કોંગ્રેસ સાથે હાથ મિલાવવો તે જ એક વિકલ્પ આમ આદમી પાર્ટી પાસે રહેશે.

ગુજરાતમાં ત્રીજા પક્ષનો ઉદય નિશ્ચિત છે.
ગુજરાતમાં ત્રીજા પક્ષનો ઉદય નિશ્ચિત છે.

2022 વિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાતના મુદ્દાઓ- વર્તમાન ગુજરાતમાં બેરોજગારી (Unemployment In Gujarat), ભ્રષ્ટાચાર, પેપર લીક (Paper Leak Scam In Gujarat), નબળી કાનૂન વ્યવસ્થા, મોંઘવારી, ખેડૂતોને પાણી અને વીજળીની સમસ્યા (Farmers Issue In Gujarat), ઉદ્યોગપતિઓ પ્રતિ ઉદારતા, આદિવાસીઓ પ્રતિ સખત છાપ જેવા મુદ્દાઓ છે.

આ પણ વાંચો: Kejriwal-Mann Gujarat visit : દિલ્હી - પંજાબના CM એ આ રીતે ચરખો ચલાવ્યો, જૂઓ વીડિયો..

કેજરીવાલ અને ભગવંત માનની ગુજરાત મુલાકાત- આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના સુપડા સાફ કરી નાંખ્યા છે. એ વાતથી સ્પષ્ટ છે કે, પ્રજા હવે આ બંને જૂના પક્ષોથી કંટાળી છે. અરવિંદ કેજરીવાલ સાફ છબી ધરાવે છે. હવે ગુજરાત ફતેહ કરવા અરવિંદ કેજરીવાલ (Kejriwal Gujarat Visit) અને ભગવંત માને પ્રથમ ગાંધી આશ્રમથી બાપુના આશિર્વાદ લીધા હતા. ત્યારબાદ તેમણે નિકોલ ખાતે દોઢ કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો હતો. જ્યાં હજારો લોકો ત્રિરંગા સાથે ઉમટી પડ્યા હતા. આમ આમ આદમી પાર્ટી પણ ભાજપની જેમ જ લોકોના મનમાં રાષ્ટ્રવાદના જોરે જગ્યા બનાવી રહી છે.

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની તિરંગા યાત્રા પણ પાટીદાર પ્રભુત્વ ધરાવતા નિકોલ વિસ્તારમાં યોજાઇ.

પાટીદાર ફેક્ટર- ગુજરાતની સમૃદ્ધ અને અગ્રણી કોમ પાટીદારને કોઈપણ પક્ષ અવગણી શકે નહીં. ભાજપ હવે તેનો વિકલ્પ ઓબીસીમાં શોધી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પાટીદાર કોમનો સહારો લીધો છે. અત્યારે તે ભાજપથી નારાજ છે. પાટીદાર અગ્રણી નરેશ પટેલને આમ આદમી પાર્ટી પોતાના પક્ષે ખેંચવા પ્રયત્ન કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની તિરંગા યાત્રા પણ પાટીદાર પ્રભુત્વ ધરાવતા નિકોલ વિસ્તારમાં યોજાઇ. બીજા દિવસનો અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ અમદાવાદ ખાતેના સ્વામિનારાયણ મંદિરની મુલાકાતનો છે. સ્વામિનારાયણ સંપ્રદાયને સૌથી વધુ ફોલો કરતી કોમ સૌરાષ્ટ્રના પાટીદાર છે.

ગુજરાત હજી દૂર- દરેક રાજ્યની પ્રજાનો એક અલગ માઈન્ડસેટ હોય છે. તેવી જ રીતે ગુજરાતની પ્રજા સતત ભાજપને વોટ આપી રહી છે. કેમ કે, વેપારીઓ સ્થાયી અને ઉધોગોને ઉત્તેજન આપતી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરતી સરકાર ઈચ્છે છે. સૌરાષ્ટ્રમાં હજુ પણ કોંગ્રેસની પકડ મજબૂત છે. ભાજપ અને આમ આદમી પાર્ટી શહેરો પર વધુ ફોકસ કરી રહી છે. આમ, મજબૂત સંગઠન અને આર્થિક ક્ષમતા વગર આદમી પાર્ટી માટે ગુજરાતમાં ચઢાણ કપરું છે.

Last Updated : Apr 2, 2022, 9:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.