ETV Bharat / city

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં સૌરાષ્ટ્ર સર કરવા PM મોદી, કેજરીવાલ સભા ગજવશે - અરવિંદ કેજરીવાલ રાજકોટની મુલાકાતે

ગુજરાત વિધાનસભાની જેમ ચૂંટણી નજીક (Gujarat Assembly Election 2022) આવતી જાય છે. તેમ તમામ પક્ષના નેતોઓ લોકોને કાલાવાલા કરવા એક બાદ એક વિસ્તારની મુલાકાત કરી રહ્યા છે. ત્યારે હવે નેતાઓની નજર સૌરાષ્ટ્રના પંથ પર પડી છે. કારણ કે, સૌરાષ્ટ્રમાં વિધાનસભાની 58 બેઠકો પર નજરુ છે. જ્યારે ગઈકાલે સૌરાષ્ટ્ર સર કરવા દિલ્હીના CM બાદ PM નરેન્દ્ર મોદી રાજકોટ આવશે.

Gujarat Assembly Election 2022
Gujarat Assembly Election 2022
author img

By

Published : May 10, 2022, 6:51 PM IST

Updated : May 11, 2022, 10:43 AM IST

ન્યૂઝ ડેસ્ક : વિધાનસભાની ચૂંટણીને લઈને ન માત્ર ગુજરાત (Gujarat Assembly Election 2022) જ રાહ જોઈ રહ્યું છે, પરંતુ સમગ્ર દેશની નજર ગુજરાત સલ્તનત પર છે. કારણ કે, દેશના વડાપ્રધાનનું વતન છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીનો પંજાબ જેવો મહદંશે દબદબો પણ જોવા મળી રહ્યો છે. આજે રાહુલ ગાંધીએ પણ દાહોદથી વડાપ્રધાન સહિત ભાજપ પર બેફામ પ્રહાર કરતા જોવા મળી રહ્યા હતા. ત્યારે હવે તમામ નેતાઓ સૌરાષ્ટ્રની સવારી લોકોને રીઝવવા નીકળ્યા છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 58 બેઠકો છે. પરંતુ ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય તેમ તેમ નેતાઓ ખુદ મુદા બનાવીને મેદાને આવતા હોય છે. પરંતુ ચૂંટણી બાદ નેતાઓ સાથે મુદ્દાઓ પણ રફુચક્કર થતા જોવા મળે છે.

ગુજરાતની ધરા પર નેતાઓની મે માસમાં મેહમાન નવાજીઓ

દિલ્હીના CMની રાજકોટ મુલાકાત: અમદાવાદની મુલાકાત બાદ હવે દિલ્હીના (Arvind Kejriwal Rajkot Visit) CMની સૌરાષ્ટ્ર પર નજર તાકી છે. દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ 11 મે એ બપોરે 2.45 વાગ્યે સૌરાષ્ટ્રની ધરતી પર પોતાના પગલાં પાડશે. દિલ્હીના CM સૌરાષ્ટ્રમાં સામાજિક સંગઠનો સાથે બેઠકો કરશે, બાદમાં એક વિશાળ જાહેરસભાને સંબોધન પણ કરશે. આ તકે આપ નેતા ઈન્દ્રનીલ રાજગુરુએ પણ ભાજપ પર પ્રહારો કર્યા હતા કે, અનેક ઉદ્યોગકારો, સામાજિક તેમજ રાજકીય આગેવાનો કેજરીવાલને મળવા ઈચ્છે છે. પરંતુ ભાજપના ડરથી કોઈ સામે આવતા નથી. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર પંથકમાં પાટીદાર સમાજનું વધારે જોર હોવાથી દિલ્હીના CM મુલાકાત લઈ રહ્યા છે. પરંતુ આ મુલાકાતમાં સૌરાષ્ટ્રના કેટલા માથાઓને રિઝવી શકે તે જોવું રહ્યુ.

આ પણ વાંચો : રાહુલ ગાંધી આદિવાસીઓની રક્ષા માટે દાહોદ આવ્યા: રઘુ શર્મા

PM મોદી સૌરાષ્ટ્ર આવશે - વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર 29 મે ના રોજ રાજકોટની (PM Modi Rajkot Visit) મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન જસદણના આટકોટ ગામે બનેલી પાટીદાર સમાજની અત્યાધુનિક હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હર કોઈની નજર ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પર જોવા મળે છે. નરેશ પટેલે રાજકીય ક્ષેત્રમાં પા પા પગલી લઈને સામાજીક કાર્યકરોની સાથે પણ સતત બેઠકોમાં જોવા મળે છે. પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લઈ શક્યા નથી કે કયા પક્ષની વિચારધારા સાથે જોડાવું. ત્યારે આ અવસરે વડાપ્રધાન મોદી પાટીદાર હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ પાટીદાર સમાજ ભાજપને લઈને નરેશ પટેલનો મોકળો માર્ગ બનાવશે કે કેમ તે જોવું રહ્યું.

મોદીની સૌરાષ્ટ્ર મુલાકાત ખૂબ મહત્વની- વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ 2 લાખ જનમેદનીને સંબોધન કરશે, તેવો દાવો ભાજપ અગ્રણી નેતાઓ દ્વારા કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીની સૌરાષ્ટ્ર મુલાકાત ખૂબ જ મહત્વની બની રહેશે. કારણ કે હાઈકમાન્ડના હોવાથી વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે, ત્યાર પછી રાજકોટ ભાજપથી નારાજ થયું છે. રૂપાણી મૂળ રાજકોટના વતની છે. આમ રાજકોટની નારાજગી દૂર કરવા અને પાટીદારોનો ગઢ સાચવી રાખવા મોદીની મુલાકાત ખૂબ સુચક બની રહેશે.

આ પણ વાંચો : કૉંગ્રેસની સરકાર આવશે તો અમે તાપી પાર નર્મદા રિવરલિન્ક પ્રોજેક્ટ બંધ કરી દઈશુંઃ રાહુલ ગાંધી

દાહોદની મુલાકાતે રાહુલ ગાંધી - કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી આજે દાહોદની મુલાકાતે (Rahul Gandhi visit Dahod) આવ્યા હતા. અહીં તેમણે નવજીવન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધિત કરી હતી. જ્યાં રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપ સરકાર સામાન્ય જનતાને કંઈ નહીં આપે. તો સાથે તેવું પણ જણાવ્યું હતુ કે, જો કોંગ્રેસની સરકાર આવશે તો અમે તાપી પાર નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ બંધ કરી દઈશું. ઉલ્લેખનીય છે કે આદિવાસી સમાજ કેટલાક મુદ્દાઓને લઈને વિરોધ કરી રહ્યો છે. પરંતુ વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસના અત્યાર સુધી કાન બહેરા હતા. પરંતુ ચૂંટણીના ભણકારા ચાલુ થતા આદિવાસીના મુદાઓ યાદ આવવા લાગ્યા. આ ઉપરાંત વડાપ્રધાન મોદી પણ થોડા સમય પહેલા આદિવાસી વિસ્તારમાં મુલાકાત લઈ આવ્યા છે અને આદિવાસી પ્રજાને સરકારી યોજનાઓનો લાભ આદિવાસીઓને મળી રહ્યો છે તે યાદ અપાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તમામ પક્ષોની નજર આદિવાસી વિસ્તારમાં રહેલી 27 સીટો પર છે. ત્યારે હવે જોવું રહ્યું કે 2022ની ચૂંટણીમાં કોણ બાજી મારી શકે છે.

Last Updated : May 11, 2022, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.