ETV Bharat / city

Gujarat Assembly Election 2022 : કોંગ્રેસે કમર કસી, ઇતિહાસમાં પ્રથમ વખત બનાવ્યાં 7 કાર્યકારી પ્રમુખ - Gujarat Congress

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પદરવ સંભળાવા લાગ્યાં છે તેથી રાજકીય પક્ષોમાં પણ ભારે હલચલ છે. ગુજરાત કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ પદ હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી ત્યારથી ખાલી હતું. હવે કોંગ્રેસ આલાકમાન્ડે એક નહીં, બે નહીં પૂરા સાત સાત નવા કાર્યકારી અધ્યક્ષોની નિમણૂકો (7 Gujarat Congress Acting President) જાહેર કરી છે.જૂઓ કોણ આ લાભો ખાટ્યાં છે.

Gujarat Assembly Election 2022 : કોંગ્રેસે કમર કસી, ઇતિહાસમાં પ્રથમ વખત બનાવ્યાં 7 કાર્યકારી પ્રમુખ

author img

By

Published : Jul 8, 2022, 2:27 PM IST

અમદાવાદ- ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીઓનો (Gujarat Assembly Election 2022 ) ધમધમાટ શરૂ થઈ ગયો છે. તેવામાં ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસે પોતાના ઇતિહાસમાં પ્રથમ વખત 7 કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરી છે. જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આ કાર્યકારી પ્રમુખોને પસંદ કરવામાં આવ્યાં છે. જેમાં 1 પાટીદાર, 1 અનુસૂચિત જાતિ, 1 કોળી સમાજ, 1 આહીર સમાજ, 1 નોન ગુજરાતી, 1 લઘુમતી અને 1 ક્ષત્રિય નેતાને કાર્યકારી પ્રમુખ (7 Gujarat Congress Acting President) બનાવાયા છે.

આ છે ગુજરાત કોંગ્રેસના 7 કાર્યકારી પ્રમુખ

કોંગ્રેસે હવે આગામી ચૂંટણી માટે કમરકસી -કોંગ્રેસ દ્વારા વિવિધ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને જે 7 કાર્યકારી પ્રમુખોને (7 Gujarat Congress Acting President) પસંદ કરવામાં આવ્યાં છે તેમાં પાંચ ધારાસભ્યોમાં લલીત કગથરા, જીગ્નેશ મેવાણી, અંબરીશ ડેર, હિંમતસિંહ પટેલ અને ઋત્વિક મકવાણાનો (Lalit Kagathara, Jignesh Mewani, Hrithik Makwana, Ambareesh Der, Himmatsinh Patel )સમાવેશ થાય છે. તો બીજી તરફ પાર્ટીએ બે નેતાઓને પણ કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપી છે જેમાં કાદીર પીરઝાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલનો (Qadir Peerzada and Indravijay Singh Gohil) સમાવેશ થાય છે જેમને કાર્યકારી પ્રમુખ બનાવ્યાં છે કોંગ્રેસે 26 લોકસભા બેઠકો પર ઓબ્ઝર્વર પણ નિયુક્ત કર્યાં છે.

લલીત કગથરા, જીગ્નેશ મેવાણી, અંબરીશ ડેર, હિંમતસિંહ પટેલ અને ઋત્વિક મકવાણા

ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં આ સૌથી મોટો સંગઠનાત્મક ફેરફાર-ગુજરાત કોંગ્રેસમાં પહેલા એક જ કાર્યકારી પ્રમુખ ( Gujarat Congress Acting President) હાર્દિક પટેલ હતાં જે પાટીદાર નેતા હતાં. હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામાં અને ભાજપમાં જોડાયા બાદ ગુજરાત કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ નીમવાની ચર્ચાઓ ચાલી રહી હતી. તો બીજી તરફ જાતિગત સમીકરણો પણ જરૂરી હતાં. જોકે હવે 5 કાર્યકારી પ્રમુખ અને એમાં પણ જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે. ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં આ સૌથી મોટો સંગઠનાત્મક ફેરફાર (7 Gujarat Congress Acting President) કહેવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસ દરેક રાજ્યની રાજધાનીમાં અગ્નિપથ સ્કીમ વિરુદ્ધ કરશે આંદોલન

ચારેય ઝોનના સ્થાનિક સમીકરણો- ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) માટે કોંગ્રેસ સંગઠનનું માળખું મજબૂત બનાવવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે વર્તમાન પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સાથે વધુ સાત કાર્યકારી પ્રમુખોની નિમણૂક કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે. જેમાં સૌરાષ્ટ્ર - કચ્છ , ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત એમ ચારેય ઝોનના સ્થાનિક સમીકરણો ઉપરાંત SC - ST સહિતના તમામ વર્ગ અને જ્ઞાતિ - જાતિનું સંતુલન જાળવીને આ નિમણૂક (7 Gujarat Congress Acting President) કરવામાં આવી હોય શકે છે. સાથે જ આગામી 9મી ઓગસ્ટથી રાજ્યભરમાં 182 વિધાનસભા બેઠકોને આવરી લેતું જનસંપર્ક અભિયાન પણ શરૂ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ KHAM થિયરી અપનાવીને કોંગ્રેસને મળશે સત્તાની ખુરશી ? જાણો આ રાજકીય વ્યૂહરચના

કોંગ્રેસની દિલ્હીમાં મળી હતી બેઠક- બે દિવસ પહેલાં ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓની દિલ્લીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં 7 કાર્યકારી પ્રમુખોના (7 Gujarat Congress Acting President) નામ પર મહોર મારવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.