- GTUના એન્જીનિયરિંગ શિક્ષકો હોસ્પિટલમાં ઓક્સિજનનું મોનિટરિંગ કરશે
- જીટીયુ તરફથી પ્રત્યેક હોસ્પિટલ દીઠ ત્રણ સભ્યોની નિમણૂક કરવામાં આવશે
- સિનિયર ફેકલ્ટી, એક પીએચડી કે અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી હશે ટીમમાં
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી- જીટીયુ અને રાજ્ય સરકારના ઉચ્ચ સત્તાવાળાઓ વચ્ચે બુધવારે સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના યોગ્ય વપરાશ તેમજ મોનિટરિંગ બાબતે વિચાર વિમર્શ થયો હતો. જેમાં જીટીયુના મિકિનિકલ ડિપાર્ટમેન્ટની સીનિયર ફેકલ્ટીને ઓક્સિજન વપરાશની કામગીરીના મોનિટરિંગમાટેના ચક્રો ગતિમાન કરાયા છે. જે અંતર્ગત વિવિધ સરકારી હોસ્પિટલો માટે જીટીયુ તરફથી પ્રત્યેક હોસ્પિટલ દીઠ ત્રણ સભ્યોની નિમણૂંક કરવામાં આવશે. જેમાં એક સિનિયર ફેકલ્ટી, એક પીએચડી કે અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી સહિતના ત્રણ સભ્યોનો સમાવેશ કરવામાં આવનાર છે.
આ પણ વાંચોઃ સિવિલમાં મ્યુકરમાઇકોસીસના 371 કેસ, 24 કલાકની અંદર 34 સર્જરી કરાઈ
વિગત મળ્યા પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, ભાવનગર, હિંમતનગર, પાટણ, પાલનપુર, ભુજ, બરોડા, જામનગર, દાહોદ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં જીટીયુ એન્જીનિયરિંગ શિક્ષકોની ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ માસ પ્રમોશન મેળવેલા વિદ્યાર્થીઓને શિક્ષણ બોર્ડ આપશે માર્કશીટ