અમદાવાદ : ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(Gujarat Technological University)નો 11મો પદવીદાન સમારંભ(GTU to host 11th Graduation Ceremony) તારીખ 27 જાન્યુઆરીના રોજ વિજ્ઞાનભવન, સાયન્સસિટી ખાતે યોજાશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને જીટીયુના ચાન્સેલર આચાર્ય દેવવ્રતજી, શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી પદવીદાન સમારંભના મુખ્ય અતિથિ અને ઝાયડસ કેડિલાના મેનેજીંગ ડિરેક્ટર પંકજભાઈ પટેલ રહેશે ઉપસ્થિત.
આ પણ વાંચો : વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પહેલી પસંદ GTU ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી
રાજ્યપાલના હસ્તે પદવીદાન સમારંભને ખુલ્લો મૂકાશે
GTUના11માં પદવીદાન સમારંભમાં જુદા-જુદા વિભાગના અંદાજે 59,495 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે, જેમાંથી 144 વિદ્યાર્થીઓ અને 1 સ્ટાર્ટઅપકર્તાને ગૉલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમામાં 150 લોકો ઓફલાઇન હાજર રહેશે. GTUની પરંપરા મુજબ નવીન સાહસને પ્રોત્સાહન આપવા બાબતે શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ કર્તાને આ વર્ષે પણ ગૉલ્ડ મેડલ આપીને સન્માનિત કરવામાં આવશે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને પદવીદાન સમારંભ યોજવામા આવશે.
આ પણ વાંચો : તમામ અફઘાન વિદ્યાર્થી અહીં સુરક્ષિત છે : GTU કુલપતિ નવીન શેઠ