ETV Bharat / city

GTU Inspection In State Colleges : લોલમલોલ નહીં ચલાવે GTU, શૈક્ષણિક ગુણવત્તા ચકાસવા 425 કોલેજોમાં કરશે ઇન્સ્પેક્શન

ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી દ્વારા આગામી સમયમાં રાજ્યની 425 કોલેજોમાં ઇન્સ્પેક્શન (GTU Inspection In State Colleges) થશે. આમ શા માટે થઇ રહ્યું છે વિશે વધુ જાણવા વાંચો અહેવાલ.

GTU Inspection In State Colleges : લોલમલોલ નહીં ચલાવે GTU, શૈક્ષણિક ગુણવત્તા ચકાસવા 425 કોલેજોમાં કરશે ઇન્સ્પેક્શન
GTU Inspection In State Colleges : લોલમલોલ નહીં ચલાવે GTU, શૈક્ષણિક ગુણવત્તા ચકાસવા 425 કોલેજોમાં કરશે ઇન્સ્પેક્શન
author img

By

Published : Apr 19, 2022, 5:25 PM IST

અમદાવાદ- આમ તો છેલ્લા કેટલાક વર્ષોમાં બિલાડીના ટોપની જેમ એન્જીનીયરીંગ કોલેજો ફૂટી નીકળી છે. જોકે આ કોલેજોમાં ક્વોલિટી એજ્યુકેશન જળવાતું ન હોવાનું સામે આવી ચૂક્યું છે. એજ્યુકેશન બાબતે કોલેજોમાં ચાલતી આવી લોલમલોલ હવેથી નહીં ચાલે. રાજ્યની એન્જીનિયરિંગ કોલેજોમાં પ્રિન્સીપાલથી લઇને સ્ટાફ અને સુવિધાઓનો અભાવ હશે તો હવે નહીં ચાલે. GTU દ્વારા શૈક્ષણિક ગુણવત્તા ચકાસવા રાજયની 425 કોલેજોમાં ઇન્સ્પેકશન (GTU Inspection In State Colleges) હાથ ધરાશે.

અત્યારે 427માંથી 250 જેટલી કોલેજોનું ઈન્સ્પેકશન થશે

જીટીયુ એક્શનમાં આવી - ત્યારે રાજ્યની ડિગ્રી ડિપ્લોમા એન્જીનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સુધરે તે માટે જીટીયુ એક્શનમાં આવી છે. GTU શૈક્ષણિક ગુણવત્તા ચકાસવા રાજયની 425 કોલેજોમાં (GTU will inspect 425 colleges to check academic quality) ઇન્સ્પેકશન(GTU Inspection In State Colleges) હાથ ધરાશે. દરેક કોલેજોના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફને ફરજિયાત હાજર રાખવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઈન્સ્પેકશન માટે GTU દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. એન્જીનીયરીંગ કોલેજોની સુવિધાઓ એક્સપર્ટ કમિટી તપાસ કરશે. આચાર્ય નહીં હોય તેવી કોલેજોને દંડ ફટકારવામાં આવશે. યોગ્ય સુવિધા ન ધરાવતી કોલેજો સામે એફિલિએશન રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ GTU Short Term Course: GTU દ્વારા બે નવા શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરાયા

કુલપતિએ ગોઠવી દીધી વ્યવસ્થા -GTUના કુલપતિ નવીન શેઠે (GTU Chancellor Naveen Seth ) જણાવ્યું કે GTU રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવરસિટી છે. દર વર્ષે કોલેજો પાસે સેલ્ફ ડિસ્ક્લોઝર એટલે કે કોલેજો પોતે જ બધી વિગતો ભરીને આપે છે. પછી અમે તે કોલેજનું ઈન્સ્પેકશન કરતા હોઈએ છીએ. છેલ્લાં બે વર્ષથી જ્યાં ઈન્સ્પેકશન થયાં નથી. જે કોલેજ એક્રીડીયેટેડ નથી ત્યાં સૌથી પહેલાં ઈન્સ્પેકશન (GTU Inspection In State Colleges) કરવામાં આવશે. અત્યારે 427માંથી 250 જેટલી કોલેજોનું ઈન્સ્પેકશન થશે. સેલ્ફ ડિસ્ક્લોઝરમાં જે લખ્યું છે તેવું છે કે નહીં તે અમારી ટીમ ત્યાં જઈ વેરીફાય કરશે. સિનિયર અધ્યાપકો આ વેરિફિકેશન માટે જશે. ત્યારબાદ તેનો રિપોર્ટ તૈયાર થશે.આ રીપોર્ટ અમારી ડીન કમિટી સમક્ષ મુકવામાં આવશે. રિપોર્ટ અનુસાર જે કઈ ડીન કમિટી સૂચવશે તેં અનુસાર અમે પગલાં લઈશું.

આ પણ વાંચોઃ GTU Examination Fee Controversy: GTUના વિદ્યાર્થીએ એક વિષયની પરીક્ષા માટે ભરવી પડી 7,125 રૂપિયા ફી

તમામ અધ્યાપકોને હાજર રહેવા આદેશ -જીટીયુ દ્વારા સૂચના આપવામાં આવી છે કે ઇન્સ્પેકશનના (GTU Inspection In State Colleges) દિવસે તમામ અધ્યાપકોને હાજર રહેવા આદેશ કર્યો છે. હાજરી સહિતના ડોક્યુમેન્ટની પૂર્ણ ચકાસણી કરવામાં આવશે. તમામ મુદ્દે ચકાસણી કરાશે અને ખાસ કરીને જ્યાં આચાર્ય નહીં હોય તેની સામે અમે કડક પગલાં ભરીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.