અમદાવાદ: ગુજરાત ટેકનોલોજીકલ (GTU Convocation 2022) યુનિવર્સિટીનો 11મો પદવીદાન સમારંભ યોજાયો (11th Annual Graduation Ceremony) હતો, સાયન્સ સિટી ખાતે આ સમારોહ યોજવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સમારોહ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલ ઓનલાઇન માધ્યમથી સમારોહમાં હાજર રહ્યા હતા ઉપરાંત ઝાયડસના ચેરમેન પંકજ પટેલ પણ ઓનલાઇન ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યક્ષાના શિક્ષણપ્રધાન કુબેરભાઈ ડીડોર હાજર રહ્યા હતા.
144 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા
આ પદવીદાન સમારોહમાં 144 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, આ ઉપરાંત એક સ્ટાર્ટઅપ કર્તાને પણ ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો, ત્યારે 59495 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. કોરોનાને ધ્યાનમાં રાખીને પદવીદાન સમારોહમાં માત્ર ગોલ્ડ મેડાલિસ્ટને હાજર રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: IRMAનો 40મો પદવીદાન સમારંભ પહેલીવાર ઓનલાઈન યોજાશે
GTUએ ખુબ ઓછા સમયમાં શિક્ષણ જગતમાં નામ કર્યું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, GTUએ ખુબ ઓછા સમયમાં શિક્ષણ જગતમાં નામ કર્યું છે. પ્રાચીન ભારતમાં દીક્ષાંત સમારોહનુ ખૂબ જ મહત્ત્વ હતું વિદ્યા બે પ્રકારની હોય છે, ત્યારે વિદ્યાર્થીઓને સંકલ્પની સાથે આગળ વધવા માટે પણ ટકોર કરવામાં આવી હતી.
શાળા શરૂ કરવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી
રાજ્યકક્ષાના શિક્ષણપ્રધાન કુબેર ડીંડોરે પણ નિવેદન આપ્યું હતું કે, શાળા શરૂ કરવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકારની નવી ગાઇડલાઇન આવ્યા પછી નિર્ણય કરવામાં આવશે ત્યારે તેમણે વધુમાં કહ્યું કે 25 ટકા ફી માફી અંગે હાલમાં કોઇ વિચાર નથી યોગ્ય સમયે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારંભ યોજાયો, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા ઉપસ્થિત
પદવીદાન સમારોહમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ
આ સમારોહમાં સરકારની ગાઇડલાઇનના ધજાગરા ઉડયા હતા, જેમાં 150 વ્યક્તિઓ સાથે પદવીદાન સમારોહ ઓફલાઈન યોજવાનો નિર્ણય કર્યો હતો પરંતુ 300 કરતાં પણ વધુ લોકો હાજર રહ્યા હતા, ત્યારે રાજ્યકક્ષાના શિક્ષણપ્રધાનની હાજરીમાં જ નિયમોનો ભંગ થયો છે, ત્યારે સામાન્ય વ્યક્તિઓ માટે જ નિયમો બન્યા હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, અમે જે રીતે મહેનત કરી હતી તેનું આ પરિણામ છે, ત્યારે અમને આજે ખૂબ જ ખુશી છે કે અમને આ ગોલ્ડ મેડલ મળ્યો છે.