ETV Bharat / city

GTU Civil Engineering Exam: GTUએ સિવિલ એન્જિનિયરિંગ સેમ 3ની પરીક્ષા લીધા વગર જ નવું સેમેસ્ટર શરૂ કરતા વિદ્યાર્થીઓ મૂંઝાયા - GTU Exam postponed

ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીએ સેમેસ્ટર 3ની પરીક્ષા લીધા વિના જ સેમેસ્ટર 4નો અભ્યાસક્રમ શરૂ (GTU Civil Engineering Exam) કરી દીધો છે. આના કારણે વિદ્યાર્થીઓ હવે મૂંઝવણમાં મુકાયા છે. સાથે જ વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરે કે પછી અભ્યાસક્રમ પર ધ્યાન આપે તે અંગે અવઢવમાં મુકાયા છે.

GTU Civil Engineering Exam: GTUએ સિવિલ એન્જિનિયરિંગ સેમ 3ની પરીક્ષા લીધા વગર જ નવું સેમેસ્ટર શરૂ કરતા વિદ્યાર્થીઓ મૂંઝાયા

author img

By

Published : Feb 4, 2022, 2:29 PM IST

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU) 20 જાન્યુઆરીએ સિવિલ એન્જિનિયરિંગની પરીક્ષા (GTU Civil Engineering Exam) યોજવાની હતી, પરંતુ રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. જોકે, હવે સેમેસ્ટર 3ની પરીક્ષા (GTU Civil Engineering Exam) લીધા વગર જ GTUએ સેમેસ્ટર 4નો અભ્યાસક્રમ શરૂ કરી દીધો છે. તેના કારણે વિદ્યાર્થીઓ હવે પરીક્ષાની તૈયારી કરે કે પછી અભ્યાસક્રમ પર ધ્યાન આપે. તે અંગે તેઓ અવઢવમાં મુકાયા છે. સોશિયલ મીડિયામાં આ અંગેના કેટલાક મેસેજ પણ વાઈરલ (GTU Exam Message viral on Social Media) થયા હતા.

કોરોનાના કારણે GTUએ મોકૂફ રાખી હતી પરીક્ષા

આ પણ વાંચો- Saurashtra University Exams: 2016માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, GTU 20 જાન્યુઆરીએ સેમેસ્ટર 3ની પરીક્ષા લેવાની હતી. જોકે, તે સમયે કોરોનાના કેસ વધતા આ પરીક્ષા મોકૂફ (GTU Exam postponed) રાખવામાં આવી હતી. બીજી તરફ આ પરીક્ષા (GTU Civil Engineering Exam) ઓનલાઈન યોજવા અનેક રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ GTUએ આ પરીક્ષા જ મોકૂફ રાખી દીધી હતી. પણ હવે તો GTUએ સેમેસ્ટર 4નો અભ્યાસક્રમ શરૂ કરી દીધો છે. તેના કારણે વિદ્યાર્થીઓ મૂંઝાયા છે.

આ પણ વાંચો- PSI Exam Scam: LRD - PSIની ભરતી કરાવી આપવાનું કૌભાંડ, બંટી બબલીની ધરપકડ

GTUએ હજી પરીક્ષાની તારીખ કે પદ્ધતિ જાહેર નથી કરી

જોકે, GTUએ હજી સુધી સેમેસ્ટર 3ની પરીક્ષાની તારીખ કે પદ્ધતિ જાહેર નથી કરી. ત્યારે વિદ્યાર્થીઓની એવી માગ છે કે, પહેલા સેમેસ્ટર 3ની પરીક્ષા (GTU Civil Engineering Exam) લેવી જોઈએ અને પછી સેમેસ્ટર 4નો અભ્યાસક્રમ ભણાવવો જોઈએ, જેથી વિદ્યાર્થીઓ ભણવામાં યોગ્ય ધ્યાન આપી શકે.

અભ્યાસક્રમ શરૂ ન કરીએ તો અધૂરો રહી જાતઃ કુલપતિ

એક બાજુ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. તો બીજી બાજુ GTUના કુલપતિ ડો. નવીન શેઠ આ નિર્ણયને વિદ્યાર્થીના હિતમાં ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, 90 દિવસના અભ્યાસ પછી પરીક્ષાનું આયોજન થતું હોય છે. સાથે પરીક્ષા મોકુફ (GTU Exam postponed) થઈ છે, પરંતુ જો સેમેસ્ટર 4નો અભ્યાસક્રમ શરૂ ન કર્યો તો અભ્યાસક્રમ અધૂરો રહી જાય અને પરીક્ષા સમયે પણ અવઢવ ઉભી થઈ શકે છે. એટલે અભ્યાસક્મ શરૂ કરાયો છે

પરીક્ષાની નવી તારીખ જાહેર કરવા કુલપતિએ આપી બાંહેધરી

જોકે તે વાત પણ હકિકત છે કે, વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કર્યા બાદ જ GTUના કુલપતિ ડો. નવીન શેઠે આજે જ પરીક્ષાની તારીખ જાહેર કરવા બાંહેધરી આપી છે. સાથે જ પરીક્ષાના 10 દિવસ પહેલા વિદ્યાર્થીઓને તૈયારી માટે રજા પણ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.