ETV Bharat / city

GST Raid: રાજ્યવ્યાપી બોગસ બિલિંગ કૌભાંડમાં વધુ 10 આરોપીની ધરપકડ - રાજ્યવ્યાપી દરોડા

રાજ્યમાં બોગસ બિલિંગ થકી વેરાશાખ મેળવી અન્ય વેપારીઓને તે ટ્રાન્સફર કરી નાણાં કમાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. રાજ્યના GST વિભાગે પણ આરોપીઓને પકડવાનો ધમધમાટ શરૂ કર્યો છે. તેવામાં બોગસ બિલિંગ કૌભાંડ (Bogus Billing Case)માં વધુ 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. GST વિભાગના ધ્યાનમાં આવ્યું છે કે, બોગસ બિલિંગના કેસ (Bogus Billing Case)ની મોડસ ઓપરેન્ડીમાં ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને નાણાકીય લાલચ આપી. તેમના નામે ઓપરેટર્સ કૌભાંડ કરી રહ્યા છે, જેનાથી સરકારી આવકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે.

GST Raid: રાજ્યવ્યાપી બોગસ બિલિંગ કૌભાંડમાં વધુ 10 આરોપીની ધરપકડ

author img

By

Published : Aug 14, 2021, 9:54 AM IST

  • બોગલ બિલિંગ કેસ (Bogus Billing Case)માં હજી પણ ધરપકડનો સિલસિલો યથાવત્
  • કુલ 577.32 કરોડના બોગસ બીલ (Bogus Billing) ઈશ્યુ કરાયા
  • 108.94 કરોડની વેરાશાખ પાસઓન કરી
  • આરોપીઓ 24 પેઢી ચલાવતા હતા

અમદાવાદઃ રાજ્યમાં બોગસ બિલિંગ થકી વેરાશાખ મેળવી અન્ય વેપારીઓને તે ટ્રાન્સફર કરી નાણાં કમાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. ત્યારે રાજ્યના GST વિભાગ દ્વારા બોગસ બિલિંગ થકી થતી કરચોરીના કેસો શોધી કાઢી કાર્યવાહી કરવાની ઝૂંબેશ ચાલી રહી છે. તો GST વિભાગના ધ્યાનમાં આવ્યું છે કે, બોગસ બિલિંગના કેસોની મોડસ ઓપરેન્ડીમાં ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને નાણાકીય લાલચ આપી. તેમના નામે પેઢી શરૂ કરી, રજિસ્ટ્રેશન મેળવી આ ઓપરેટર્સ બોગસ બિલિંગનું ગેરકાયદેસર કામ ચલાવે છે. આથી સરકારી આવકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે.

આ પણ વાંચો- GST વિભાગની વેપારીઓ દ્વારા 171 કરોડની ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડિટ લેતાં કડક કાર્યવાહી

GST વિભાગે 7 ઓગસ્ટે બોલાવ્યો હતો સપાટો

રાજ્યના GST વિભાગે 7 ઓગસ્ટે બોગસ બિલિંગમાં સંકળાયેલી કંપનીઓ, પેઢીઓ તથા તેમના સંલગ્ન શખ્સોન ધંધા તથા રહેઠાણના વિવિધ સ્થળોએ રાજ્યવ્યાપી દરોડા (Statewide raids) પાડ્યા હતા. આમાં 9 આરોપીઓની તબક્કાવાર ધરપકડ કરવામાં આવી છે.

GST વિભાગે પૂરાવા એકત્ર કર્યા

આ સંદર્ભની તપાસમાં સાહિત્ય તથા ડિજિટલ ડેટાની ચકાસણી (Verification of digital data) કરવામાં આવી છે, જેમાં એક આરોપીની સંડોવણી પણ બહાર આવ્યું છે. તેના અમદાવાદ ખાતેના સ્થળે 12 ઓગસ્ટે દરોડા પાડવામાં આવ્યા હતા. તે દરમિયાન વાંધાજનક દસ્તાવેજો (Offensive documents) અને પૂરાવા મળી આવ્યા હતા.

આ પણ વાંચો- રાજકોટમાં GSTના 2 કર્મચારી 3.50 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

બોગસ બીલિંગનો આંકડો હજી વધવાની શક્યતા

બોગસ બિલિંગ સાથે સંકળાયેલા 10 આરોપીઓએ કુલ 24 પેઢીઓ ઓપરેટ કરી છે, જેમાં 577.32 કરોડ રૂપિયાના બોગસ બિલ ઉભા કરવામાં આવ્યા છે અને રૂપિયા 108.94 કરોડની વેરા શાખ અન્ય વેપારીઓને તબદીલ કરવામાં આવ્યા છે. આ સંદર્ભે બોગસ બિલિંગનો રકમનો આંકડો વધવાની શક્યતા છે.

આરોપીને કોર્ટમાં રજૂ કરાયા

10 આરોપીઓ પૈકી મુખ્ય આરોપી કીર્તિ રાજ સુતરિયા ઉર્ફે લાલભાઈને 13 ઓગસ્ટે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં અમદાવાદ ખાતે રજૂ કરવામાં આવેલ છે. તેમજ 14 દિવસના કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનની માંગણી કરવામાં આવેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.