અમદાવાદ: હેડ ક્લાર્ક પેપર લીક (GSSSB Head Clerk Paper Leak) કૌભાંડનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચતા કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે સૂર્યા ઓફસેટના મલિક મુદ્રેશ પુરોહિત (arrest of Mudresh Purohit)ને વચગાળાની રાહત આપતા 17 જાન્યુઆરી સુધી મુદ્રેશ પુરોહિતની ધરપકડ કરવા ઉપર રોક લગાવી દીધી છે.
ખાસ કિસ્સો ગણીને કોર્ટે રાહત આપી
કોર્ટમાં મુદ્રેશ પુરોહિતે કરેલી આગોતરા જામીનને લઇ, હાઇકોર્ટે (High court on Head Clerk Paper Leak) ઇન્વેસ્ટિગેટીંગ એજન્સીને નોટિસ ઇસ્યુ કરી હતી. કોર્ટે મુદ્રેશ પુરોહિતને તપાસમાં સહકાર આપવા નિર્દેશ કર્યો હતો. મુદ્રેશ પુરોહિતે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, મીડિયા પ્રેસરને કારણે તેણે એરેસ્ટ થવું પડ્યું હતું. જો કે, કોર્ટે ખાસ કિસ્સો ગણીને વચગાળાની રાહત આપી હતી.
પુરોહિતની પૂછપરછ માટે અટકાયત
મહત્વનું છે કે, આગવું ગાંધીનગર પોલિસે સૂર્યા ઑસેટના મલિક મુદ્રેશ પુરોહિતની પૂછપરછ માટે અટકાયત કરી હતી. હેડક્લાર્કનું પેપર આજ પ્રિન્ટિંગ પ્રેસમાંથી ફૂટ્યું હતું. ખુદ ગૃહપ્રધાને અગાઉ મીડિયા સમક્ષ પ્રિન્ટિંગ પ્રેસમાંથી સુપરવાઈઝર કિશોર આચાર્યએ બાથરૂમ જવાના બહાને પેપર લીકેજ કર્યાનું જણાવ્યું હતું. જો કે, જે રાજ્ય માટે પરીક્ષા યોજવાની હોય તે જ રાજ્યની પ્રિન્ટિંગ પ્રેસ (paper leak in printing press)ને પેપર માટેની મંજૂરી આપી હોવા સામે આવતા વિવાદ પણ સર્જાયો હતો.
આ પણ વાંચો: GSSSB Head Clerk Paper Leak 2021: આ મુખ્યપ્રધાન સાથે શુભેચ્છા મુલાકાત હતીઃ અસિત વોરા
આ પણ વાંચો: પેપર લિકમાં સંડોવાયેલા કોઈ પણ ગુનેગારને છોડવામાં નહિ આવે: પાટીલ