અમદાવાદ:શહેરના ખોખરા વિસ્તારમાં ઈડલી ચાર રસ્તા પાસે નિશા ઈડલી સેન્ટર પર 10થી 15 જેટલા ઈસમો તીક્ષણ હથિયારો સાથે બે મહિલા સહિત 5 વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. હુમલામાં ૩ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં એલ.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. ઉપરાંત વાહનોમાં પણ તોડફોડ કરી હતી.
આ મામલે ઈજાગ્રસ્તના પરિવારે જણાવ્યું હતું કે, હુમલાખોરો અસમાજિક તત્વો હાટકેશ્વરના ભાઈપુરાના છે અને યુવતીની બાબતે સામે પક્ષકારોએ હુમલો કર્યો હોવાના આક્ષેપ કર્યા છે. સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. પોલીસે આ મામલે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.