ETV Bharat / city

સસ્તુ સોનુ આપવાની લાલચે લૂંટને અંજામ આપ્યો, વેપારીએ નોંધાવી ફરિયાદ - Trying to get money from trader

અમદાવાદ સાણંદમાં લૂંટની ઘટના સામે આવી છે, જેમાં આરોપીઓએ કાવતરાના ભાગરૂપે સોશિયલ મીડિયાના માધ્યમથી રિક્વેસ્ટ મોકલી બજાર ભાવ કરતા સસ્તુ સોનુ આપવાની લાલચ (temptation to give cheap gold) આપીને વેપારી પાસેથી રૂપિયા પડાવવાની (Trying to get money from trader) કોશિશ કરી હતી.

સસ્તુ સોનુ આપવાની લાલચે લૂંટને અંજામ આપ્યો, વેપારીએ નોંધાવી ફરિયાદ

author img

By

Published : Feb 13, 2022, 2:04 PM IST

અમદાવાદ : સાણંદ GIDC પોલીસ સ્ટેશનમાં એક વેપારીએ લૂંટની ફરિયાદ (Complaint filed by trader) નોંધાવી હતી, જેમાં ફરિયાદીને આરોપીઓએ કાવતરાના ભાગરૂપે સોશિયલ મીડિયાના માધ્યમથી રિક્વેસ્ટ મોકલી બજાર ભાવ કરતા સસ્તુ સોનુ આપવાની લાલચ આપીને વિશ્વાસમાં લઇ સાણંદ ખાતે બોલાવ્યો હતો. જ્યાં વેપારીને ગાડીમાં બેસાડી વિરમગામ સાણંદ હાઈવે રોડ ઉપર લઈ ગયા હતા અને વેપારીને (temptation to give cheap gold) સોનાનો ટુકડો બતાવી રૂપિયા પડાવવાની કોશિશ (Trying to get money from trader) કરી હતી.

આ પણ વાંચો: Anti Corruption Bureau: વિંછીયાના લાંચિયા બાબુને લાંચ લેતા ઝડપી પાડતી રાજકોટ ACB

વેપારીને છરી બતાવીને ધમકીઓ આપી હતી

વેપારીને વિશ્વાસ ન આવતા આરોપીઓએ વેપારીને છરી બતાવીને ધમકીઓ આપી હતી અને તેના થેલામાં રહેલા 12 લાખ 65 હજાર રૂપિયાની લૂંટ કરી વેપારીને વિરમગામ સાણંદ હાઈવે ઉપર ધક્કો મારી ઉતારીને ફરાર થઇ ગયા હતા, જે બાબતે સાણંદ GIDC પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

આરોપીઓને ગ્રામ્ય એસઓજીએ ઝડપી પાડયા

ગુનાની ગંભીરતાને ઘ્યાનમાં રાખીને ગ્રામ્ય SP દ્વારા આરોપીઓને પકડવાના સુચન આપવામાં આવ્યા હતા, જે અનુસંધાને ગ્રામ્ય એસઓજી તપાસમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સ્કોર્પિયો ગાડી લઈને વિરમગામથી ભુજ ખાતે જવાના છે, જેના આધારે વિરમગામ સર્કલ ખાતે વોચ ગોઠવી હતી અને આરોપીઓને એસઓજીએ ઝડપી પાડયા હતા. ગ્રામ્ય એસઓજીએ આરોપીઓ પાસેથી 5.65 લાખ રોકડ, 9 મોબાઈલ ફોન અને સ્કોર્પિઓ ગાડી સહિત 25 લાખ 47 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચો: CCTV of IELTS paper robbery in mehsana : કુરિયર ઓફિસમાંથી IELTSના પેપરની લૂંટના સીસીટીવી મળ્યા

આરોપીઓ વેપારીઓને સસ્તા સોનાની લાલચ આપી ગુનો આચરતા

આ સમગ્ર મામલે ગ્રામ્ય એસઓજીએ મોહમ્મદ હનીફ સના, મહંમદ હુસેન લંઘા, અકબર માજોઠી, સિરાજુદ્દીન વીરા તેમજ ઇમરાન જુણેજાની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાંથી મહંમદ હુસેન ઉર્ફે મમલો લંગા અલગ-અલગ 27 જેટલા ગુનાઓમાં સામેલ હોવાનું સામે આવ્યું હતું, તેમજ અકબર મહેમુદ માજોઠી સામે એક અને મોહમ્મદ હનીફ સના સામે બે જ્યારે સિરાજુદ્દીન વીરા સામે એક ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું હતું. તમામ આરોપીઓ ફેસબુક પર ફેક આઈડી બનાવી ગુજરાત તથા અન્ય રાજ્યના સોનાનાં વેપારીઓને સસ્તુ સોનુ આપવાની લાલચ આપી ગુનાઓ આચરતા હોવાની કબૂલાત કરી છે. તમામ આરોપીઓ કચ્છ જિલ્લામાં ચીટીંગ ગેંગના સભ્યો હોવાનું પણ ખૂલ્યું છે, જેથી ગ્રામ્ય SOGએ આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.