ETV Bharat / city

રેસલર ધ ગ્રેટ ખલી બન્યા અમદાવાદના મહેમાન

અમદાવાદના પ્રહલાદનગર ખાતે વિજયસિંઘ સેંગર દ્વારા જિમ લોન્ચ કાર્યક્રમ દરમિયાન રેસલર ધ ગ્રેટ ખલીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું. આ જિમ અમદાવાદના બીજા જિમની સરખામણીએ અદ્યતન સાધનોથી સજ્જ છે. જેથી ફિટનેસ ચાહકો સારી રીતે જિમના વાતાવરણને માણી શકે. આ સિવાય લાઈવ કિચનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

રેસલર ધ ગ્રેટ ખલી બન્યા અમદાવાદના મહેમાન
રેસલર ધ ગ્રેટ ખલી બન્યા અમદાવાદના મહેમાન
author img

By

Published : Feb 22, 2021, 9:17 AM IST

Updated : Feb 22, 2021, 10:26 AM IST

  • અમદાવાદ ખાતે રેસલર ધ ગ્રેટ ખલી બન્યા મહેમાન
  • ગુજરાતી યુવાનોને આપી હેલ્થ ટિપ્સ
  • ગુજરાતમાં આવવું ગમે છે - ગ્રેટ ખલી
  • યુવાનોને કોઈ પણ જાતના વ્યસનોથી દૂર રહેવા આપી સલાહ

અમદાવાદ: પ્રહલાદનગર ખાતે વિજયસિંઘ સેંગર દ્વારા જિમ લોન્ચ કાર્યક્રમ દરમિયાન રેસલર ધ ગ્રેટ ખલીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું. આ જિમ અમદાવાદના બીજા જિમની સરખામણીએ અદ્યતન સાધનોથી સજ્જ છે. જેથી ફિટનેસ ચાહકો સારી રીતે જિમના વાતાવરણને માણી શકે. આ સિવાય લાઈવ કિચનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિમમાં આવતા લોકો માટે હેલ્થી અને ડાયટ ફૂડ ત્યાંજ બનાવીને તેમને આપવામાં આવશે જે ખુબજ મહત્ત્વપૂર્ણ બાબત છે.

રેસલર ધ ગ્રેટ ખલી બન્યા અમદાવાદના મહેમાન

આજકાલ લોકોમાં જિમ અને યોગાનો ક્રેઝ વધ્યો છે

આ પ્રસંગે ધ ગ્રેટ ખલીએ જણાવ્યું કે, “આજકાલ લોકોમાં જિમ અને યોગાનો ક્રેઝ વધ્યો છે. કારણ કે, લોકોની લાઈફસ્ટાઈલએ પ્રકારની થઇ ગયી છે. મેદસ્વીતાનું પ્રમાણ પણ ખુબજ વધી રહ્યું છે. કેમકે, લોકો પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત રહેતા નથી, પરંતુ આજકાલ ખુબજ અધભૂત ટેક્નોલોજીવાળા જિમ અને ટેક્નિકલ ટ્રેનરના લીધે લોકોનું જિમ તરફનું આકર્ષણ વધ્યું છે જે ખુબ જ સારું છે. કોવિડ-19 પછી લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને વધારે જાગૃત થયા છે. જે હેલ્ધી લાઈફ માટે ખુબજ સારું છે. મારુ દરેક વ્યક્તિને એ કહેવું છે કે, તમે દિવસમાં ઓછામાં ઓછું 1 કલાક પોતાના સ્વાસ્થ્ય માટે કાઢો અને એ વસ્તુ રોજિંદી કરો ત્યારે જ તેની અસર તમારા શરીર પર દેખાશે."

ક્રોસ ફિટ, ઝુમ્બા દ્વારા લોકો વધુ એક્ટિવ રહી શકે

ખલીએ વધુમાં જણાવ્યું કે, "જિમ અને ડાયટના કારણે તમે પોતાની જાતને વધુ સ્ફૂર્તિભરી રાખી શકો છો અને અનેક બીમારી સામે રક્ષણ મેળવી શકો છો. ક્રોસ ફિટ, ઝુમ્બા દ્વારા લોકો વધુ એક્ટિવ રહી શકે છે.આજે અમદાવાદનો મહેમાન બનીને મને ખુબ જ ખુશી થઇ રહી છે. યુવાનોને વ્યસનોથી દુર રહેવું જોઈએ અને કરવું જ હોય તો તપ કસરત અને સારી હેલ્થનું વ્યસન કરો."

ફિટનેશ સ્ટુડીયો થકી અમારો ધ્યેય લોકોને તેમની હેલ્થ પ્રત્યે જાગૃત કરવાનો છે

જિમ લોન્ચના માલિક વિજયસિંઘ સેંગરે જણાવ્યું હતું કે, “આ ફિટનેશ સ્ટુડીયો થકી અમારો ધ્યેય લોકોને તેમની હેલ્થ પ્રત્યે જાગૃત કરવાનો છે. હું છેલ્લા 10 વર્ષોથી લોકોને આ વિશેની તાલીમ આપું છું અને મે મારી ટેક્નિક્સથી ડાયાબીટીશ, બ્લડ પ્રેશર, સર્વાઇકલ પેઇન જેવા અનેક રોગો દૂર કર્યા છે. અમારા ત્યાના ટ્રેઇનર ખૂબજ વધારે ટેક્નિકલ જ્ઞાનની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરના ફીટનેશ સર્ટીફીકેટ ધરાવે છે. અમે લોકોને એ રીતે સાધનોની માહિતી આપીશું કે તેઓ પોતાની રીતે તેનો ઉપયોગ કરી શકે અને તેના ઉપયોગના પૂરેપૂરા ફાયદા તેમને જણાવવામાં આવશે."

Last Updated : Feb 22, 2021, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.