ETV Bharat / city

ગુજરાતી ફિલ્મોના મહાન કલાકાર બેલડી મહેશ-નરેશ કનોડિયાને મળશે દેશનો સૌપ્રથમ વખત મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ - સ્મરણાંજલિ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા

ગુજરાતી ફિલ્મોમાં ખૂબ જ મોટું યોગદાન આપનારા સુપરસ્ટાર મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાનું ગયા વર્ષે નિધન થયું હતું. ત્યારે આ વર્ષે તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અમદાવાદમાં સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. ઈડરના ધારાસભ્ય અને નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં બંને કલાકાર બેલડીને મણોપરાંત પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. ત્યારે મુખ્યપ્રધાને આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ લોકોને આપ્યો હતો.

ગુજરાતી ફિલ્મોના મહાન કલાકાર બેલડી મહેશ-નરેશ કનોડિયાને મળશે દેશનો સૌપ્રથમ વખત મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ

author img

By

Published : Oct 26, 2021, 11:07 AM IST

  • ગુજરાતી સુપરસ્ટાર મહેશ-નરેશ કનોડિયાને મળશે મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ
  • બંને કલાકારોની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અમદાવાદમાં યોજાયો સ્મરણાંજલિ કાર્યક્રમ
  • બન્ને કલાકારોનું ગયા વર્ષે થયું હતું નિધન

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોમાં ખૂબ જ મોટું યોગદાન આપનારા સુપરસ્ટાર નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાનું ગયા વર્ષે નિધન થયું હતું. તાજેતરમાં જ ભારત સરકારે આ બંને મહાન કલાકારોને મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. આગામી 9 નવેમ્બરે દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ એવોર્ડ આપવામાં આવશે. ત્યારે આ બંનેની યાદમાં અને બંનેની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અમદાવાદમાં સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. ઈડરના ધારાસભ્ય અને નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

ગુજરાતી ફિલ્મોના મહાન કલાકાર બેલડી મહેશ-નરેશ કનોડિયાને મળશે દેશનો સૌપ્રથમ વખત મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ

આ પણ વાંચો- અદ્ભુત જોડી એવા બંને ભાઈ અમર થઈ ગયા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

કાર્યક્રમમાં વિધાનસભાનાં અધ્યક્ષ સહિત રાજ્ય પ્રધાનો રહ્યા ઉપસ્થિત

આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય, શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણી, શંભુનાથ ટુંડિયા, કેબિનેટ પ્રધાન પ્રદિપ પરમાર, મેયર કિરીટ પરમાર, સાંસદ કિરીટ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ જણાવ્યો હતો. જેમાં બંને કલાકાર બેલડીને મરણોત્તર પદ્મશ્રી આપવાની જાહેરાત કરાય છે. આગામી 9 નવેમ્બરે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે આ એવોર્ડ અપાશે.

આ પણ વાંચો- વડાપ્રધાનની કનોડિયા બંધુને શ્રદ્ધાંજલિ, મુલાકાત પહેલા તમામ પરિવારના કરાયા કોરોના ટેસ્ટ

ભારત સરકારે બંને કલાકાર બેલડીને પદ્મશ્રી આપવાની કરી જાહેરાત

આ સ્મરણાંજલિ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો સંદેશ લોકોને જણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બંને મહાન કલાકારની બેલડીને ભારત સરકારે મરણોપરાંત પદ્મશ્રી આપવાની જાહેરાત કરી છે. દિલ્હીમાં આગામી 9 નવેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.

હિતુ કનોડિયાએ આપી પ્રતિક્રિયા

નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ આ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દેશમાં કદાચ આ પ્રથમ એવો બનાવ હશે, જેમાં બંને ભાઈઓને એકસાથે મરણોત્તર પદ્મશ્રી અપાશે. તેમણે આ બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો. સાથે જ આગામી પુણ્યતિથિ મોટા સ્ટેડિયમમાં ઉજવાય તેવી આશા વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.