- રાજ્ય સરકારે કર્યો ટાસ્ક ફોર્સની રચના કરવાનો આદેશ
- વેક્સિન અંગે પદાધિકારીઓની જવાબદારીઓ સુનિશ્ચિત કરાશે
- ભારતમાં 3 રસીઓનું પરીક્ષણ ચાલી રહ્યું છે
અમદાવાદ : રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ દેશમાં જઈને અનેક પ્રકારની ગતિવિધિઓ પણ જોવા મળી રહી છે. ત્યારે કોરોના વેક્સિન માટે સ્ટેટ ટાસ્ક ફોર્સની રચના કરવા માટે તંત્રે આદેશ કર્યો છે.
વેક્સિન માટે ટાસ્ક ફોર્સની રચના
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ ભારતમાં 3 રસીઓનું પરીક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે ટાસ્ક ફોર્સની રચના માટે આદેશ કર્યો છે.
આરોગ્ય ભવન ખાતે યોજાઇ બેઠક
અમદાવાદમાં સોલા સિવિલ ખાતે ટ્રાયલ વેક્સિન અપાઈ રહી છે. ત્યારે કોરોના વેક્સિન માટે સ્ટેટ ટાસ્ક ફોર્સ કમિટીની રચના કરવા રાજ્ય સરકારે આદેશ કર્યો છે. આ માટે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય ભવન ખાતે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝોનના ડેપ્યુટી હેસ્થ ઓફિસર અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો સહિત નર્સિંગ એસોસિએશનના પદાધિકારીઓ પણ હાજર રહ્યાં હતા.
તમામ ફ્રન્ટલાઈન કોરોના વોરિયરને વેક્સિન મળી રહે તે માટે ડેટા કલેક્શન તૈયાર કરાયું
કોર્પોરેશનના આરોગ્ય અધિકારીઓની મિટિંગ મળી હતી. જેમાં મેડિકલને લગતા એસોસિએશનને બોલાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં કાર્ય કરતા કર્મચારીઓ એટલે સિક્યુરિટી સ્ટાફથી લઇ ડૉક્ટર સહિતના તમામ ફ્રન્ટલાઈન કોરોના વોરિયરને વેક્સિન મળી રહે તે માટે ડેટા કલેક્શન તૈયાર કરી દેવામાં આવ્યું છે. આ બેઠકમાં હાજર રહેલા તમામ પદાધિકારીઓની વેક્સિન અંગેની જવાબદારીઓ સુનિશ્ચિત કરવામાં આવશે.