- માંડલ દાલોદ રોડ ઉપર જમીન ફાળવવામાં આવી
- સરકાર તરફથી 25 હજાર ચોરસમીટર જમીન ફાળવવામાં આવી
- કોલ્ડ સ્ટોરેજ,કપાસ મારકેટ,શાકમાર્કેટ,વે બ્રીજ જેવી સુવિધા ઉપલબ્ધ થશે
અમદાવાદ: માંડલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આજુબાજુના 36 ગામના ખેડૂતો પોતાનો પાક લઈને વેચાણ અર્થે આવે છે. ખેડૂતોને માંડલ APMCમાં પોષણ ભાવ મળી રહે છે અને અહી ઓનલાઇન હરાજી પણ થાય છે. હાલમાં માંડલ APMCને સરકાર દ્વારા 25 હજાર ચોરસ મીટર જમીન માંડલ દાલોદ રોડ ઉપર ફાળવવામાં આવી છે.
ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજ સહિત અનેક સુવિધાઓ ઉભી થશે
માંડલ માર્કેટયાર્ડના ચેરમેન ડી.આઇ. પટેલ અને ડિરેક્ટરો તેમજ તાલુકા પંચાયત પ્રમુખ મહેશભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી માંડલ APMCને દાલોદ બાયપાસ રોડ પર 25 હજાર ચોરસ મીટરની વિશેષ જગ્યા ફાળવવામાં આવી છે.
અત્યારે આ જગ્યામાંથી JCB મશીનથી બાવળો કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તાલુકાના ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજ, કપાસ માર્કેટ, શાકમાર્કેટ, વે બ્રીજ જેવી સુવિધાઓ આ જગ્યામાં ઉભી કરવામાં આવશે.