ETV Bharat / city

Gold Price : ગોલ્ડના ભાવમાં ભારે ઘટાડો, નવી ઘરાકીનો અભાવ

author img

By

Published : Jun 19, 2021, 5:40 PM IST

Updated : Jun 19, 2021, 5:46 PM IST

બુલિયન બજારમાં સપ્તાહ દરમિયાન સોના ( Gold price ) ચાંદી ( Silver Prices ) ના ભાવ ઘટ્યા છે. જોકે, હાલ ઘટ્યા મથાળે નવી ઘરાકીનો અભાવ છે. વેપારીઓ હજી પણ વધુ ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છે. આ સપ્તાહ દરમિયાન, અમદાવાદમાં ( Gold Price Today Ahmedabad ) સોનામાં 10 ગ્રામે રૂપિયા 1500 અને ચાંદીમાં એક કિલોએ રૂપિયા 3000 ઘટ્યા છે.

Gold Price : ગોલ્ડના ભાવમાં ભારે ઘટાડો
Gold Price : ગોલ્ડના ભાવમાં ભારે ઘટાડો
  • સપ્તાહ દરમિયાન સોનાચાંદીના ભાવ ઘટ્યા
  • આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે વેચવાલી
  • ફેડના નિવેદન પછી ગોલ્ડ સિલ્વરમાં તેજી

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટતા અને ડૉલર મજબૂત થતા બજારોમાં હાલ સોના ( Gold price ) ચાંદી ( Silver Prices )ના ભાવ ઘટ્યા છે. અમદાવાદમાં ( Gold Price Today Ahmedabad ) 999 ટચ સોનાનો ભાવ 10 ગ્રામે 50,500 માંથી 1500 ઘટીને આજે શનિવારે 49,000 રૂપિયા થયો છે. ચાંદી ચોરસા એક કિલોનો ભાવ 73,000 માંથી 3000 રૂપિયા ઘટીને આજે શનિવારે 70,000નો ભાવ બોલાઈ રહ્યો છે.

આ પણ વાંચો: દેશના 256 જિલ્લાઓમાં આજથી સોના પર અનિવાર્યપણે હોલમાર્કિંગની વ્યવસ્થા અમલમાં

આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે વેચવાલી

સેન્ટ લૂઈસ ફેડના પ્રમુખે કહ્યું હતું કે, અમેરિકામાં ફુગાવો અપેક્ષિત કરતાં વધારે છે. જેથી મોનેટરી પૉલીસીને વધુ કડક કરવી તેના માટેનો આ પ્રતિભાવ છે. જેને પગલે ફોરેક્સ માર્કેટ ડૉલર મજબૂત થયો હતો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડનો ભાવ 1877 ડૉલરથી તૂટી 1765 ડૉલર થયો છે. આ ઉપરાંત, સિલ્વરનો ભાવ 28.01 ડૉલરથી ઘટી 25.83 ડૉલર થયો છે. ગોલ્ડ સિલ્વર ફ્યૂચરમાં ભારે વેચવાલી ફરી વળી હતી.

આ પણ વાંચો: વૈશ્વિક ઓટોમોટિવ સપ્લાયર સોના કોમસ્ટારનો IPO 14 જૂન, 2021ના રોજ ખૂલ્યું

અમેરિકા વ્યાજ દરમાં વધારો કરશે

ફેડનું નિવેદન છે કે, 2022ના આવનાર વર્ષમાં અમેરિકા વ્યાજ દરમાં વધારો કરશે. જેની પાછળ ગોલ્ડ સિલ્વરમાં જોરદાર સેલિંગ પ્રેશર આવ્યું હતું અને ભાવ તૂટ્યા હતા. જોકે, ભારતીય બજારમાં હાલ ઘરાકીનો અભાવ છે. ચોમાસું બેસી ગયું છે અને લગ્નોની સીઝન નથી. હવે દિવાળીના તહેવારોની ઘરાકી નીકળશે. પરંતુ, તે ઘરાકી 3 મહિના પછી નીકળશે. કોરોનાને કહેરને કારણે મીની લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેથી સોનું ચાંદી ખરીદનારા ઘટ્યા હોવાથી ભાવ ઘટ્યા છે. આ ઉપરાંત,સોના ચાંદીના ભાવ હજી વધુ ઘટે તો નવાઈ નહી.

Last Updated : Jun 19, 2021, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.