ETV Bharat / city

Girl Swallow LED bulb: 2 વર્ષની બાળકી ગળી ગઇ LED બલ્બ, ઇલેક્ટ્રોડ્સ શ્વાસનળી અને ફેફસા વચ્ચે ફસાઇ ગયાં - અમદાવાદ સિવિલ હોસ્પિટલ એનેસ્થેસિયા વિભાગ

નાના બાળકોનું ધ્યાન (child care by parents) રાખવું ઘણું જ જરૂરી છે. બાળકો ઘણીવાર એવું કંઇ કરી બેસે છે જેનાથી માતા-પિતાએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રમતા-રમતા અનેકવાર બાળકો એવા પદાર્થો ગળી જાય છે જે નુકસાનકારક હોય છે. આવા જ 2 કિસ્સા સામે આવ્યા છે, જેમાં એક 2 વર્ષની બાળકીએ LED બલ્બ ગણી (Girl Swallow LED bulb) જતાં તે શ્વાસનળીમાં ફસાઇ ગયો હતો. બીજા કિસ્સામાં 2 વર્ષની દીકરીની શ્વાસનળીમાં સીંગનો દાણો ફસાઇ ગયો હતો. બંને બાળકીઓની સર્જરી કરીને ફસાયેલા પદાર્થ સફળતાપૂર્વક સિવિલ હોસ્પિટલ (civil hospital ahmedabad) ખાતે નીકાળી દેવામાં આવ્યા છે.

Girl Swallow LED bulb: 2 વર્ષની બાળકી ગળી ગઇ LED બલ્બ, ઇલેક્ટ્રોડ્સ શ્વાસનળી અને ફેફસા વચ્ચે ફસાઇ ગયાં

author img

By

Published : Dec 14, 2021, 3:12 PM IST

  • સિવિલ હોસ્પિટલના તબીબોએ સર્જરી દ્વારા બલ્બ દૂર કર્યો
  • 2 બાળકોની શ્વાસનળીમાં ફસાયેલા બાહ્ય પદાર્થ સફળતાપૂર્વક નીકાળવામાં આવ્યા
  • બાળકોને સંવેદનશીલ પદાર્થોથી દૂર રાખવા નિષ્ણાત ડૉક્ટરોનો અનુરોધ

અમદાવાદ: 2 વર્ષની બાળકી રમકડા સાથે રમતી વખતે LED બલ્બ (Girl Swallow LED bulb) ગળી ગઇ હતી. LED બલ્બ શ્વાસનળી સુધી પહોંચી ગયો હતો. LED બલ્બના ઇલેક્ટ્રોડ્સ (electrodes of led bulbs)ના બંને છેડામાંથી એક છેડો જમણી બાજુના ફેફસામાં જ્યારે અન્ય છેડો શ્વાસનળીમાં ફસાઇ ગયો હતો. આખરે ભારે જહેમત ઉપાડીને સિવિલ હોસ્પિટલ (civil hospital ahmedabad)ના નિષ્ણાત તબીબોની ટીમે સર્જરી હાથ ધરીને બલ્બ (bulb removed through surgery) સફળતાપૂર્વક દૂર કર્યો હતો.

રમકડામાં લગાવેલો LED બલ્બ ગળી ગઈ

10મી ડિસેમ્બરે 2 બાળકો બાહ્ય પદાર્થ ગળી જવાની ફરિયાદ અને દુ:ખાવા સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવી પહોંચ્યા હતા. 2 વર્ષની જ્યોતિ જ્યારે રમકડાથી રમી રહી હતી, ત્યારે રમતા-રમતા રમકડામાં લગાવેલો LED બલ્બ ગળી ગઇ હતી. તેની માતા રાજકુમારીબેનને આ બાબતની જાણ થતા તેઓ સત્વરે સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. હોસ્પિટલમાં એક્સ-રે અને સી.ટી. સ્કેન (ct scan and x ray in ahmedabad civil hospital)કરાવવામાં આવ્યા, જેમાં આ LED બલ્બ શ્વાસનળીમાં ફસાઇ ગયેલો હોવાનું નિદાન થયું.

2 વર્ષની જ્યોતિ જ્યારે રમકડાથી રમી રહી હતી, ત્યારે રમતા-રમતા રમકડામાં લગાવેલો LED બલ્બ ગળી ગઇ હતી.

2 વર્ષની હિનાની શ્વાસનળીમાં સીંગનો દાણો ફસાઇ ગયો

આવા જ બીજા એક કિસ્સામાં મહેસાણાના હનુભાઇ વણઝારાની 2 વર્ષની દીકરી હિનાને 3 દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સ્થાનિક હોસ્પિટલમાં CT સ્કેન કરાવતા ખબર પડી કે સીંગનો દાણો શ્વાસનળીમાં ફસાઇ ગયો છે. જેને અત્યંત જટીલ અને નિષ્ણાંત તબીબો જ સર્જરી દ્વારા દૂર કરી શકશે. જેની સારવાર અર્થે હિનાના પિતાશ્રી બાળકીને સિવિલ હોસ્પિટલ લઇને આવ્યા હતા, જ્યાં ડૉ. મહેશ વાઘેલા અને એનેસ્થેસિયા વિભાગ (ahmedabad civil hospital anesthesia department)ના ડૉ. કિરણ પટેલે આ જટીલ સર્જરી જહેમત ઉપાડીને સફળતાપૂર્વક પાર પાડી.

નાના બાળકોને સંવેદનશીલ પદાર્થોથી દૂર રાખવા કહ્યું

2 વર્ષીય જ્યોતિની સમસ્યા અત્યંત જટીલ હોવાથી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા (superintendent of civil hospital ahmedabad) ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમે એનેસ્થેસિયા વિભાગના ડૉ. સીમા ગાંધીના સહયોગથી સમગ્ર સર્જરી હાથ ધરીને સફળતાપૂર્વક પાર પાડી હતી. ડૉ. રાકેશ જોષીએ દરેક માતા-પિતાને 5 વર્ષથી નાના બાળકોને રમકડા, સંવેદનશીલ પદાર્થોથી દૂર રાખવા અનુરોધ કર્યો છે. આવા પદાર્થો બાળક જ્યારે ગળી જાય ત્યારે ઉપરોક્ત કિસ્સા મુજબ ઘણી વખત શ્વાસનળીમાં પ્રવેશે છે, જેનાથી બાળક ગંભીર મુશ્કેલીમાં મુકાઇ શકે છે.

આ પહેલા પણ આવી ચૂક્યા છે આવા અનેક કિસ્સા

અગાઉ એસિડ અને અન્ય જ્વલંત પદાર્થો ભૂલથી ગળી જવાના કિસ્સા પણ સામે આવતા હતા. આ તમામ પ્રકારની તકલીફોથી બચવા માટે સાવચેતી એ જ સલામતીને ધ્યાને રાખીને પોતાના બાળકની સારસંભાળ રાખવાની ડૉ. જોષીએ સલાહ આપી છે.

આ પણ વાંચો: India's Renewable Energy: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે ભારતના સૌર ઊર્જા નિગમ સાથે વિશ્વનો સૌથી મોટો પાવર પરચેઝ એગ્રિમેન્ટ કર્યો

આ પણ વાંચો: Gujarat High Court: 17 ડિસેમ્બરના રોજ ગુજરાતના 200 થી વધુ બાર એસોસિએશનની ચૂંટણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.