- ધંધુકા અને ધોલેરા બે તાલુકા વચ્ચે 10 કોરોના બેડ ફાળવ્યા
- કોરોના અંતર્ગત 50 બેડની સુવિધા ફાળવવા રજૂઆત
- વેપારી મંડળ, સામાજિક કાર્યકરોએ ભરત પંડયાને કરી રજૂઆત
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કાળા કહેરથી અનેક લોકોના સારવારના અભાવે જીવ ગયા છે, આથી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રેફરલ હોસ્પિટલને 10 બેડની સુવિધા ફાળવવામાં આવી છે. આ સુવિધા જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકામાં જરૂરિયાતની માત્રા કરતાં ઓછી હોવાથી ધંધુકાના વેપારી મંડળ, સામાજિક કાર્યકરો તેમજ મીડિયા દ્વારા પણ ધંધુકાના પૂર્વ ધારાસભ્ય ભરત પંડયાને 50 બેડની સુવિધા અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ મનપાના કમિશ્નરનું ફરમાન, ખાનગી હોસ્પિટલોએ 20 ટકા બેડ આરક્ષિત રાખવા પડશે
કોરોના અંતર્ગત 50 બેડની સુવિધા ફાળવવા અંગે પૂર્વ ધારાસભ્યને રજૂઆત
આમ ધંધુકા ખાતે કોરોના અંતર્ગત 50 બેડની સુવિધા ફાળવવા અંગે ધંધુકા વેપારી મંડળ, સામાજિક કાર્યકરો, તેમજ ધંધુકા તાલુકાના પ્રમુખ જયશ્રી બા ચુડાસમાએ રજૂઆત કરી હતી. તેમની રજૂઆતના પગલે રાજ્ય સરકારના પ્રતિનિધી તરીકે ધંધુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ પ્રવક્તા તરીકે રહી ચુકેલા ભરત પંડયાએ રેફરલ હોસ્પિટલ ધંધુકા ખાતેના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમની સાથે પ્રાંત અધિકારી જાલંધર, રિદ્ધિ બેન વર્મા ધંધુકા મામલતદાર, PSI પી.એન.ગોહિલ, ડોક્ટર દિનેશ પટેલ તાલુકા હેલ્થ ઓફિસર તેમજ વેપારી મંડળના પ્રમુખ રાજેશ પટેલ અને શહેર પ્રમુખ રમેશ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
ઓક્સિજન નીપૂર્તતા અને મેડીકલ સ્ટાફ આ અંગે કરાઇ રજૂઆત
ત્યારે ધંધુકાના પૂર્વ ધારાસભ્ય ભરત પંડયાએ તેમના પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, સરકારમાં સત્વરે રજૂઆત કરી ઓક્સિજનની તેમજ મેડિકલ સ્ટાફની પૂર્તતા કરાવવા તેમણે ખાતરી આપી હતી. ત્યારબાદ તેમણે ધંધુકા ખાતે આવેલા આર એમ એસ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આરએમએસ હોસ્પિટલ ટ્રસ્ટના પ્રમુખ ઓધવજીભાઈ તેમજ મેડીકલ સ્ટાફ સાથે મિટિંગ યોજી હતી. આ મિટિંગ દરમિયાન 25 બેડની સુવિધા સ્વીકારવા જણાવી જિલ્લા કલેકટર સાથેે ટેલિફોનિક સંકલન કરી મંજૂરી આપી હતી. ધંધુકાના પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યાની લોકચાહના પણ સારી છે, તેમના કાર્યકાળ દરમિયાન તેમણે કરેલા કાર્યોને લોકો આજે પણ બિરદાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ ભાવનગરમાં સર ટી હોસ્પિટલમાં 50 ટકા બેડ ખાલી
કોવિડ કેન્દ્રને દાતાઓ દ્વારા ઓક્સિજનના 35 સિલિન્ડર અપાયા
માનવ સેવા એ જ પ્રભુ સેવાના માધ્યમથી સતાર ભાઈ રોજકા, તવક્કલ વાળા તરફથી 30 ઓક્સિજનના ભરેલા સિલિન્ડર આપવામાં આવ્યા હતા, જ્યારે મુનાફ હારુંન ભાઈ ગોંડલ વાળા તરફથી પાંચ સિલિન્ડર આપવામાં આવ્યા હતા. ધંધુકા ખાતે આવેલા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા કોવિડના તમામ દર્દીઓને સવારે ચા નાસ્તો, ફ્રુટ તેમજ બે ટાઈમનું નિઃશુલ્ક ભોજન આપવામાં આવી રહ્યું છે.