ETV Bharat / city

Former IPS સંજીવ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કોર્ટનો આદેશ

કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળીને સંજીવ ભટ્ટના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે બચાવ પક્ષના વકીલ (Sanjiv bhatt advocate) મનીષ ઓઝાએ જણાવ્યું હતું કે, નામદાર કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળી હતી. એ સમયે SIT તરફથી 14 દિવસના રિમાન્ડની માંગવામાં આવી હતી. આ રિમાન્ડ પુર્ણ થતા મેટ્રો કોર્ટની સુનાવણીમાં(Metro Court hearing) પણ આવી ફરી રજૂઆત કરવામાં આવી હતી.

Former IPS સંજીવ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કોર્ટનો આદેશ
Former IPS સંજીવ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કોર્ટનો આદેશ
author img

By

Published : Jul 20, 2022, 10:31 PM IST

અમદાવાદ: ભૂતપૂર્વ IPS સંજીવ ભટ્ટનાં રિમાન્ડ(Former IPS Sanjeev Bhatt Rema) પૂર્ણ થતા આજે તેમને ફરીથી મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. SIT(Special Investigation Team) દ્વારા સંજીવ ભટ્ટના સાત દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. આજે વધુ રિમાન્ડની માંગણી કરાઈ હતી. પરંતુ કોર્ટે રિમાન્ડ નકારીને તેમને જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ(Remand in judicial custody Order ) આપ્ચો છે.

આ પણ વાંચો: સંજીવ ભટ્ટના મણકાના ઓપરેશનના કારણે અમે ગાદલુ આપવા કહ્યુ

બચાવ પક્ષના વકીલની રજૂઆત - બચાવ પક્ષના વકીલ દ્વારા કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, સુપ્રીમ કોર્ટે આને ગંભીર ગુનો ગણ્યો છે, છતાં અમારા અસીલ સાથે સાત દિવસના રિમાન્ડમાં માત્ર દોઢ કલાક જ પૂછપરછ કરવામાં આવી છે અને આ માટે તેને હું કોર્ટને જાણ કરવા માગું છું કે, મારી દોઢ કલાક જ માત્ર સંજીવ ભટ્ટનું પૂછપરછ કરવામાં આવી હતી.

સંજીવ ભટ્ટના વધુ રિમાન્ડ મંજૂર કરવામાં ન આવે એવી રજૂઆત કરાઈ - કોર્ટ દ્વારા સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવા છતાં પણ સાત દિવસમાંથી માત્ર દોઢ કલાક જ પૂછપરછ કરવામાં આવી. જેથી હવે સંજીવ ભટ્ટના વધુ રિમાન્ડ મંજૂર કરવામાં ન આવે એવી રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે નામદાર કોર્ટે સંજીવ ભટ્ટને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે અને સાબરમતી સેન્ટ્રલ જેલમાં(Sabarmati Central Jail) મોકલવામાં આવ્યા છે.

પાયાવિહોણી માહિતી - અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની એક કોર્ટે જૂન 2019માં ભૂતપૂર્વ સંજીવ ભટ્ટને 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. સામાજીક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ અને ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક આર બી શ્રીકુમારની 2002ના ગુજરાત રમખાણોના કેસ અંગે પુરાવાના કથિત બનાવટ બદલ ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ ક્રાઈમ બ્રાન્ચે(Gujarat Police Crime Branch) ગયા મહિને તિસ્તા સેતલવાડની તેના NGO સામેના કેસના સંબંધમાં ધરપકડ કરી હતી, જેણે પોલીસને રમખાણો વિશે પાયાવિહોણી માહિતી આપી હતી.

આ પણ વાંચો: સંજીવ ભટ્ટના 20 તારીખ સુધીના રિમાન્ડ મંજુર, કોર્ટ ગાદલું આપવા સહમત

મેટ્રો કોર્ટની સુનાવણી - 2002ના ગુજરાત રમખાણોના કેસમાં ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટે ક્લીનચીટ આપ્યા બાદ 24 જૂને દાખલ કરાયેલા કેસના આધારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ IPSની ટ્રાન્સફર વોરંટના આધારે લાવવામાં આવ્યા હતા અને સંજીવ ભટ્ટને બનાસકાંઠા જેલમાંથી ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં લીધા છેે. આજે મેટ્રો કોર્ટની સુનાવણીમાં રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.