- ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા માટે રાહતના સમાચાર
- હાઇકોર્ટે દિનુ બોઘાની સજા મોકૂફ રાખી
- દિનુ બોઘાના 1 લાખના જામીન મંજુર કર્યા
અમદાવાદ : અમિત જેઠવા હત્યા કેસ(RTI activist Amit Jethwa)માં ગુજરાત હાઈકોર્ટે આજે ગુરૂવારે ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી( Former BJP MP Dinu Bogha)ને એક લાખ રૂપિયાના જામીન ઉપર છોડવા હુકમ કર્યો હતો. જો કે દીનુ બોગા મંજૂરી વિના દેશથી બહાર જઇ શકશે નહીં. મહત્વનું છે કે ગેરકાયદે ખનન મામલે એક્ટિવિસ્ટ અમિત જેઠવાએ ગુજરાત હાઈકોર્ટમાં PIL કરી હતી, જેમાં તેમની હત્યા કરાતા અમિત જેઠવાએ દિનુ બોઘા ઉપર હત્યાના કેસમાં સંડોવણી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
અમિત જેઠવાની ગોળી મારી હત્યા કરાઈ હતી
ગુજરાત હાઇકોર્ટની બહાર RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની ગોળી મારી હત્યા કરવાના કેસમાં કોડીનારના પૂર્વ ધારાસભ્ય અને સાંસદ રહી ચૂકેલા દિનુ બોઘાએ હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેની સુનાવણી દરમિયાન કોર્ટે જામીન મંજુર કર્યા છે. ભાજપના પૂર્વ સાંસદની સજા કોર્ટે મોકૂફ રાખતા કોર્ટમાંથી મોટી રાહત મળી હતી. અગાઉ CBI કોર્ટે કેસની તપાસ કરતાં આ કેસ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી માટે આવ્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
અમિત જેઠવાએ જૂનાગઢમાં ચાલતા ગેરકાયદે ખનનને લઈને ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. જેની સામે ગુજરાત હાઇકોર્ટની બહાર જ કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા તેમની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમના પિતાએ પૂર્વ સાંસદ દિનુ બોઘા ઉપર હત્યાના કારસામાં સંડોવણી હોવાના આક્ષેપો કર્યા હતા. જેમાં 2013માં દિનુ બોઘાની ધરપકડ કરવામાં આવી હતી, આ બાદ આજે ગુરૂવારે હાઇકોર્ટે દિનુ બોઘાના જામીન મંજુર કર્યા છે, જો કે તેઓ મંજૂરી વિના દેશની બહાર જઈ શકશે નહીં.
આ પણ વાંચો: