અમદાવાદઃ અમદાવાદમાં વહેલી સવારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા હતા.જેમાં શહેરના પૂર્વ મેયર પ્રફુલ બારોટના નિધનના સમાચાર મળતા જ રાજકીય પક્ષઓમાં દુઃખનું મોજું ફરી વળ્યું હતું.
અમદાવાદના પૂર્વ મેયરનું અવસાન અમદાવાદના પ્રથમ નાગરિક સમાન પૂર્વ મેયર પ્રફૂલ બારોટનું ગતમોડી રાત્રે દુ:ખદ નિધન થયું છે. તેમના અવસાન પર દેશના પીએમ મોદીએ ટ્વિટર પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. પીએમ મોદીએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના અવસાનથી દુઃખ અનુભવું છું. અમદાવાદના વિકાસ કાર્યોમાં તેઓનું યોગદાન સદાયે એમની યાદ અપાવતું રહેશે. મારી સાંત્વના આ શોકની ઘડીમાં પરિવાર અને શુભેચ્છકોની સાથે છે. ઓમ શાંતિ..!.
અમદાવાદના પૂર્વ મેયરનું અવસાન પીએમ નરેન્દ્ર મોદીના બાદ રાજ્યના સીએમ વિજય રૂપાણીએ પણ પૂર્વ મેયર પ્રફૂલ બારોટના અવસાન થતા ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપીને દુ:ખ વ્યક્ત કર્યું છે. સીએમ વિજય રૂપાણીએ પણ લખ્યું છે કે "અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના નિધનથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. અમદાવાદની વિકાસયાત્રામાં એમનું યોગદાન સદાય સ્મરણીય રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને ચિર શાંતિ બક્ષે અને પરીવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના, ઓમ શાંતિ…"અમદાવાદના પૂર્વ મેયરનું અવસાન આ સિવાય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ પૂર્વ મેયર પ્રફૂલ બારોટના અવસાનના સમાચાર મળતા તેમણે ટ્વિટર પર લખ્યું કે ‘અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટજીનાં અવસાનથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. અમદાવાદનાં વિકાસ માટે એમણે કરેલા કાર્યો ક્યારેય ભૂલાશે નહીં. ઇશ્વર એમનાં દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના. ઓમ શાંતિ.’ ઉલ્લેખનીય છે કે, પ્રફુલ બારોટ અમદાવાદના જાણીતા વકીલ હતા અને તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા હતા. તેમણે વર્ષ 8 ફેબ્રૂઆરી 1991થી લઈને 8 ફેબ્રુઆરી 1992 સુધી ફરજ નિભાવી હતી.