ETV Bharat / city

અમદાવાદમાં ફુડ ડિલિવરી બોય લિફ્ટમાં લઘુશંકા કરતો CCTV કેમેરામાં થયો કેદ

દેશમાં હાલ કોરોનાના સમયમાં લોકો બહાર જમવા જવાનું ટાળી રહ્યા છે. જેને કારણે હોમ ડિલિવરીનું મહત્વ ખૂબ વધ્યું છે. જોકે, અમદાવાદ શહેરમાંથી પીઝા ડિલિવરી બોયની એક ગંદી હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

અમદાવાદમાં ફુડ ડિલિવરી બોય લિફ્ટમાં લઘુશંકા કરતો CCTV કેમેરામાં થયો કેદ
અમદાવાદમાં ફુડ ડિલિવરી બોય લિફ્ટમાં લઘુશંકા કરતો CCTV કેમેરામાં થયો કેદ
author img

By

Published : Jan 11, 2021, 10:03 PM IST

  • હોમ ડિલિવરી મંગાવનારા સામે લાલબત્તી સમાન કિસ્સો
  • એપાર્ટમેન્ટની લિફ્ટમાં લઘુશંકા કરતો ડિલિવરી બોય કેમેરામાં કેદ
  • એપાર્ટમેન્ટના લોકોમાં રોષ

અમદાવાદઃ દેશમાં હાલ કોરોનાના સમયમાં લોકો બહાર જમવા જવાનું ટાળી રહ્યા છે. જેને કારણે હોમ ડિલિવરીનું મહત્વ ખૂબ વધ્યું છે. જોકે, અમદાવાદ શહેરમાંથી પીઝા ડિલિવરી બોયની એક ગંદી હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ડિલિવરી બોય પીઝાની ડિલિવરી માટે પહોંચ્યો હતો. ત્યારે એપાર્ટમેન્ટની લિફ્ટમાં લઘુશંકા કરતો કેમેરામાં કેદ થઈ ગયો છે. આ ડિલિવરી બોય ડોમિનોઝ પીઝાની ડિલિવરી માટે આવ્યો છે. કોરોનાકાળમાં હોમ ડિલિવરી કરતી રેસ્ટોરન્ટ અને આવી સેવા આપતી અન્ય કંપનીઓ હાઇજીન મામલે સતત લોકોને ખાતરી આપી રહી છે. આ દરમિયાન ડોમિનોઝ પીઝાના ડિલિવરી બોયનો જે વીડિયા સામે આવ્યો છે તે ખરેખર લાલબત્તી સમાન છે. ડિલિવરી બોયની આવી હરકતને કારણે એપાર્ટમેન્ટના લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે ડોમિનોઝને પણ રજુઆત કરવામાં આવી હતી. જોકે તેણે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા છે.

ક્યાં આવેલા ડોમિનોઝમાંથી આવ્યો હતો ડિલિવરી બોય?

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ મોટેરાના 4D સ્ક્વેર મૉલ ખાતે આવેલા ડોમિનોઝનો ડિલિવરી બોય ચાંદખેડાના વૃંદાવન પર્લ ખાતે પીઝાની ડિલિવરી કરવા માટે આવ્યો હતો. આ દરમિયાન ડિલિવરી બોય લિફ્ટમાં સવાર થઈને પીઝા આપવા માટે આવે છે. પીઝાની ડિલિવરી પ્રથમ માળ પર કરવાની હોવા છતાં તે લિફ્ટનો ઉપયોગ કરે છે. તેના હાથમાં પીઝાનું પાર્સલ જોવા મળી રહ્યું છે. આ દરમિયાન ડિલિવરી આપતા પહેલા તે લિફ્ટમાં જ ગંદી હરકત કરે છે. જે બાદમાં પીઝાની ડિલિવરી કરીને રવાના થાય છે. જ્યારે આ અંગે ડોમિનોઝ પીઝાનો ટેલીફોનિક સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે એવો જવાબ આપ્યો હતો કે કર્મચારીના આવા વ્યવહાર માટે તેઓ જવાબદાર નથી! ડોમિનોઝના આવા જવાબ બાદ લોકો રોષે ભરાયા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા એવા અનેક વીડિયો સામે આવી ચૂક્યા છે. જ્યાં વિવિધ ફૂડ ડિલિવરી કરતી કંપનીઓના ડિલિવરી બોય પાર્સલ ખોલીને તેમાંથી ભોજન ખાઈ રહ્યા હોય છે. જે બાદમાં પાર્સલ ફરીથી પેક કરીને ફૂડની ડિલિવરી કરતા હોય છે.

ડિલિવરી બોયનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ થયો વાઈરલ

હાલ કોરોનાકાળમાં ડોમિનોઝ તરફથી ઝીરો કોન્ટેક્ટ ડિલિવરી અનુસરવામાં આવી રહી છે, ત્યારે જ તેમનો ડિલિવરી બોય લિફ્ટમાં લઘુશંકા કરીને આવા હાથે પીઝા ડિલિવર કરી રહ્યો છે! આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ વાયરલ થયો છે. ડિલિવરી કરવા આવેલા વ્યક્તિનું નામ દીપક હોવાનું જાણવા મળ્યું છે. ડિલિવરી કરવા આવ્યો ત્યારે તેણે ડોમિનોઝ પીઝા લખેલું હેલ્મેટ પણ પહેર્યું હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.