ETV Bharat / city

અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પરથી ફ્લાઈટ શરૂ - કોરોના

દેશભરના જુદાંજુદાં 35 શહેરોમાંથી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થઈ છે. તેમાં અમદાવાદ એરપોર્ટ પરથી પણ ઘરેલુ ઉડાન શરુ કરવામાં આવી છે. જોકે સોશિઅલ ડિસ્ટન્સિંગ સહિતની ગાઈડલાઈનનું પાલન કરાવવાનું હોવાથી એરપોર્ટ ઓથોરિટી દ્વારા તમામ પ્રકારના નિયમનું પાલન કરાવવામાં સાવચેતી દાખવવામાં આવી હતી.

અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પરથી ફ્લાઈટ શરૂ

author img

By

Published : May 25, 2020, 1:59 PM IST

અમદાવાદ: કોરોના વાયરસના કારણે અપાયેલા દેશવ્યાપી લોકડાઉનમાં જાહેર પરિવહન પર પણ પાબંદી મૂકવામાં આવી હતી. જેના કારણે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક સહિતની ફ્લાઈટો નાગરિકો માટે બે મહિના સુધી બંધ રહી હતી. પરંતુ લોકડાઉન-4માં છૂટછાટ અપાતા નાગરિક ઉડ્ડયન મંત્રી હાર્દિપસિંહ પુરીએ 25 મેં થી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવાની મંજુરી આપી છે.જે અન્વયે દેશભરના જુદા-જુદા 35 શહેરોમાંથી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થઈ છે.

અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પરથી ફ્લાઈટ શરૂ
અમદાવાદના શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી પણ જુદી જુદી કંપનીઓ દ્વારા ડોમેસ્ટિક ફ્લાઈટનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પરથી આજે 50 થી 60 જેટલી ફ્લાઇટ દેશના જુદાજુદા વિસ્તારોમાં જશે. આ માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા યાત્રીઓ માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જેમ કે દરેક યાત્રીએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. દરેક યાત્રીનું સ્ક્રિનિંગ થયાં બાદ જ તેમને એરપોર્ટની અંદર પ્રવેશ આપવામાં આવશે. યાત્રીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. તેમને 350 એમએલની હદ સુધીમાં સેનેટાઈઝર પ્લેનમાં લઇ જવા માટેની છૂટ આપવામાં આવશે.

વહેલી સવારથી જ અમદાવાદ એરપોર્ટ ઉપર નાગરિકોએ એક શહેરથી બીજા શહેર જવા માટે ચેક ઈન કરાવવા લાઈન લગાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.