ETV Bharat / city

ગુજરાત મિરઝાપુર તરફ...! ગોળીઓના અવાજથી ગુંજી ઉઠ્યું મટોડા - ગુજરાત મિરઝાપુર તરફ

અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર વિસ્તારમાં આવેલું મટોડા ગામ (Firing in Ahmedabad) વહેલી સવારે બંદૂકની ગોળીઓના અવાજથી ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારે પારિવારિક તકરારમાં આ બનાવ બન્યો હોવાનુ સામે આવ્યુ છે. એક તરફ પરીણિતાને સાસરીયાએ ત્યજી દીધી હતી. તો બીજી તરફ માતાજીની મૂર્તી લઈ જવા બાબતે તકરાર થઈ હતી. પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Firing in Matoda of Ahmedabad
Firing in Matoda of Ahmedabad
author img

By

Published : Jan 23, 2022, 9:08 AM IST

અમદાવાદ: જિલ્લાના ચાંગોદર પાસે આવેલા મટોડા ગામમાં વહેલી સવારે ફાયરીંગનો બનાવ (Firing in Matoda) બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. નંબર પ્લેટ વિનાની બે ખાનગી ગાડીમાં આવેલા 8 આરોપીએ ફરિયાદી રણજીત ચુનારા, તેના પિતા કનુ ચુનારા અને માતા કોકિલાબેન પર હુમલો કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં દેશી જામગ્રી (હથિયાર) વપરાયુ હતુ. જેના છરા ફરિયાદી અને તેના પિતાને વાગ્યા હતા. સાથે જ કોકિલાબેનને લાકડાના ફટકા માર્યા હોવાનુ સામે આવ્યુ છે. આરોપી અંગે તપાસ કરતા ફરિયાદીના સાળા પપ્પુ ચુનારા અને કાકા સસરા રોહિત ચુનારા સહીત અન્ય 6 આરોપી હોવાનું સામે આવ્યુ છે.

મટોડા ગામ વહેલી સવારે બંદૂકની ગોળીઓના અવાજથી ગુંજી ઉઠ્યું

માતાજીની મૂર્તી લઈ જવા અંગે અંધશ્રદ્ધા રાખી હુમલો કરાયો હોવાનું સામે આવ્યું

ફાયરીંગમાં ઈજા પામેલા તમામને બાવળા ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમદાવાદ (Firing in Matoda of Ahmedabad) ખસેડવામાં આવ્યા છે. જોકે હુમલો કેમ થયો તે અંગેની તપાસમાં ફરિયાદીનું કહેવું છે કે, રણજીતે તેની પત્નિને ઘરેથી તગેડી મુકી હોવાથી સાસરી પક્ષે તેને ધમકી આપી હતી. જે અંગે ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ પોલીસ તપાસમાં માતાજીની મૂર્તી લઈ જવા અંગે અંધશ્રદ્ધા રાખી હુમલો કરવામાં આવ્યો હતો.

પોલીસે 8 આરોપીની શોધખોળ હાથ ધરી

ફાયરિંગ અને હત્યાના ગુનામાં ચાંગોદર પોલીસે 8 આરોપીની શોધખોળ હાથ ધરી છે અને એક આરોપીને નજરકેદ પણ કર્યો છે. જોકે ફાયરીંગનું યોગ્ય કારણ સામે ન આવતા પોલીસે આરોપીની શોધખોળ કરી હુમલાના કારણ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે. હવે પોલીસ તપાસમાં શું સામે આવે છે તે જોવું મહત્વનું છે.

આ પણ વાંચો: દિલ્હીના લોધી એસ્ટેટમાં ફાયરિંગ, CRPFના ઈન્સ્પેક્ટરે પોતાના સીનિયરને મારી ગોળી

આ પણ વાંચો: પાકિસ્તાનમાં અંધાધૂંધ ગોળીબારમાં 9ના મોત, કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.