- અમદાવાદમાં રેસિડેન્સીયલ 3174 બિલ્ડિંગમાં ફાયર NOC રીન્યુ નથી
- 454 બિલ્ડીંગ પાસે ફાયર NOC લીધા બાદ NOC રીન્યુ નથી કરાવી
- ગુજરાતમાં આગ લાગવાના કારણે 2020મા 482 લોકોના મોત
અમદાવાદ : અમદાવાદ શહેરમાં (Fire NOC Report) આગ લાગવાના બનાવો વારંવાર બનતા હોય છે, પણ તેમ છતાં અમદાવાદ (Ahmedabad Municipal Corporation) શહેરમાં આવેલ રેસિડેન્ટશિયલ, કોમર્શિયલ,રેસિડન્સ કમ કોમર્શિયલ બિલ્ડીંગની ફાયર NOC રીન્યુ (Fire NOC Renewal Ahmedabad)નથી કરવામા આવતી. જેમાં 50 ટકાથી વધારે રેસિડેન્ટ તેમજ 30 ટકાથી વધુ રેસિડેન્ટ કમ કોમર્શિયલ બિલ્ડીંગએ ફાયર NOC રીન્યુ નથી (Ahmedabad Fire and Emergency Services) કરાવી. જે જાનલેવા સાબિત થયી શકે છે.
આ પણ વાંચો: Sabarmati River Pollution: હાઇકોર્ટે ઝાટકણી કાઢી, કહ્યું- અમને GPCBના રિપોર્ટ પર વિશ્વાસ નથી
અમદાવાદમા 1386 રેસિડેન્સીયલ બિલ્ડીંગે ફાયર NOC રીન્યુ નથી કરાવી
અમદાવાદમાં રેસિડેન્સીયલ 3174 બિલ્ડીંગ છે, જેમાં 1386 જેટલી રેસિડેન્સીયલ બિલ્ડીંગએ ફાયર NOC રીન્યુ નથી કરાવી. રેસિડેન્સીયલ કમ કોમર્શિયલ 1384 બિલ્ડીંગ આવેલ છે જેમાંથી 454 બિલ્ડીંગ પાસે ફાયર NOC લીધા બાદ NOC રીન્યુ નથી કરાવી. આગ લાગવાના બનાવો વધ્યા પણ આવા એકમો ફાયર NOC નથી લેતી
ગુજરાતમાં આગ લાગવાના કારણે 2020મા 482 લોકોના મોત
આંકડા પર નજર કરીએ તો NCRBના આંકડા મુજબ ગુજરાતમાં આગ લાગવાના કારણે 2020મા 482 લોકોના મોત થયા જેમાંથી 420 લોકોના મોત રેસિડેન્ટ બિલ્ડિંગમાં આગ લાગવાના કારણે થયા છે, તેમ છતાં અમદાવાદ શહેરમાં કોમર્શિયલ અને રેસિડેન્ટ કમ કોમર્શિયલ બિલ્ડીંગ ફાયર NOC રીન્યુ નથી કરાવી રહી.
આ પણ વાંચો: Vikas Yatra Ahmedabad : મુખ્યપ્રધાનના હસ્તે અમદાવાદની વિકાસયાત્રા, 711 કરોડના પ્રોજેક્ટ્સનુ કર્યું લોકાર્પણ
ફાયર NOC લીધા બાદ તેને રીન્યુ નથી કરાવતા
જ્યારે મોટા ભાગના કોમર્શિયલ અને રેસિડેન્ટ એકમો એવા છે કે, જે એકવાર ફાયર NOC લીધા બાદ તેને રીન્યુ નથી કરાવતા જેના કારણે આગ લાગવાના બનાવો બનતા જાન લેવા સાબિત થાય છે.