- ક્યાંક શોર્ટ સર્કિટને કારણે આગની ઘટના બને છે
- માર્ચ મહિનામાં 197 આગના બનાવ
- એપ્રિલ મહિનામાં અમદાવાદ શહેરમાં 185 આગના કોલ
અમદાવાદ : મોટાભાગની આગ લાગે ત્યારે પ્રાથમિક આગનું કારણ શોર્ટ સર્કિટ બતાવવામાં આવે છે, પરંતુ અમદાવાદ ફાયર વિભાગ ( Ahmedabad Fire Department )ના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સાથે ETV BHARATની વાતચીત દરમિયાન તેમને માહિતી આપી હતી કે, જે રીતે આગના બનાવો બને છે, તેમાં દરેક વખતે શોર્ટ સર્કિટના કારણે જ આગની ઘટના બની હોતી નથી, ક્યારેક સિસ્ટમ ખરાબ થવાના કારણે પણ આગના બનાવો બને છે. જેના લીધે જ સમયાંતરે વાયરિંગ ચેક કરવા ખૂબ જરૂરી છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં અનેક હોસ્પિટલમાં આગની ઘટના બની રહી છે, તે જોતા સતત ચાલતા મશીનો અને સતત ચાલતી ઈલેક્ટ્રીક સામગ્રી છે, તેના કારણે વાયરિંગ કેપેસિટી ઘટવાને કારણે આગની ઘટના બને છે. સ્પાર્ક થતાની સાથે જ કંઈક એવી વસ્તુઓ આજુબાજુમાં હોય છે, જે આગ પકડી લે છે જેના કારણે આ આગ તાત્કાલિક વિકરાળ સ્વરૂપ પકડી લે છે.
આ પણ વાંચો - ફાયર વિભાગમાં 6 ઓફિસર સહિત 11 કોરોના પોઝિટિવ
છેલ્લા ઘણા સમયથી ઈલેક્ટ્રિક સપ્લાય સતત ચાલુ રહેવાને કારણે આગની ઘટનામાં વધારો
વારંવાર આગ લાગવાના બનાવો છેલ્લા ઘણા સમયથી નોંધાઇ રહ્યા છે, પરંતુ આગની ઘટનાને કોઈપણ સિઝન સાથે ન જોડવી જોઈએ, તેમ અમદાવાદ ફાયર વિભાગ ( Ahmedabad Fire Department )ના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. કારણ કે, આગ લાગવા પાછળ મુખ્ય કારણ વાયરિંગનું હોઈ શકે છે, હાલના સમયમાં જે રીતે આગ હોસ્પિટલમાં લાગી રહી છે, તે પ્રકારે જો વાત કરીએ તો હોસ્પિટલમાં લાગેલી આગ મુદ્દે હોસ્પિટલનું વાયરિંગ નબળુ અને લાંબા સમયથી મેઇન્ટેન્સ ન કરાયું હોવાથી તેમજ છેલ્લા ઘણા સમયથી ઈલેક્ટ્રિક સપ્લાય સતત ચાલુ રહેવાને કારણે આગની ઘટનામાં વધારો થઇ રહ્યો છે.
આ પણ વાંચો - AMC અને અમદાવાદ ફાયર વિભાગ દ્વારા શહેરમાં શરૂ થઈ મેગા સેનિટાઈઝેશન ડ્રાઇવ
કોવિડ હોસ્પિટલમાં વેન્ટિલેટર માટે ઈલેક્ટ્રીક સપ્લાય બે અઢી મહિનાથી સતત ચાલી રહ્યા છે
કોરોનાના કેસમાં વધારો થવાને કારણે કોવિડ હોસ્પિટલમાં વેન્ટિલેટર માટે ઈલેક્ટ્રિક સપ્લાય બે અઢી મહિનાથી સતત ચાલી રહ્યા છે, તેની અસર ઇલેક્ટ્રિક સપ્લાય પર થઈ શકે છે. તેના જ કારણે ઈલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થવાથી અને ત્યારબાદ આજુબાજુમાં આગ વધારે પ્રસરે તેવા પ્રકારની સામગ્રી પડી હોવાને કારણે હોસ્પિટલમાં આવા બનાવો બનતા રહે છે. જો કે, વારંવાર હોસ્પિટલના પ્રશ્નોને ફાયર NOC લેવા માટેની પણ વાત કરવામાં આવતી હોય છે.
આ પણ વાંચો - અમદાવાદ ફાયર વિભાગના કર્મચારીઓ 24 કલાક ફરજ બજાવીને કરશે દિવાળીની ઉજવણી
ફાયર NOC ચોક્કસાઇ પૂર્વકની ચકાસણી બાદ જ લેશે તો આગની ઘટના અટકાવી શકાશે
કોઈ સંસ્થા, હોસ્પિટલ હોય કે કોઈપણ જગ્યાએ ફાયર NOC ફરજિયાત કરવામાં આવી છે, ત્યારે તમામ નાગરિકોએ પોતાની પહેલી ફરજ સમજીને ફાયર NOC લેવી ખૂબ જરૂરી છે. કારણ કે, તેના કારણે જે લોકોના જીવ જાય છે, તે અટકાવી શકાય છે. આ સાથે જ આગની ઘટના છે તેને પણ અટકાવી શકાય છે. જો કે, સંસ્થાઓ દ્વારા ફાયર અધિકારીઓને થોડી ઘણી બાબતો ચલાવી લેવા માટેનું વારંવાર દબાણ કરવામાં આવતું હોય છે, પરંતુ જો નાગરિકો અને તમામ લોકો પોતાની જવાબદારી સમજે અને ફાયર NOC ચોક્કસાઇ પૂર્વકની ચકાસણી બાદ જ લેશે તો આગની ઘટના અટકાવી શકાય છે, તેમ અમદાવાદ ફાયર વિભાગ ( Ahmedabad Fire Department )ના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - કોરોના વાઇરસની મહામારીમાં અમદાવાદ ફાયર વિભાગની અદભૂત કામગીરી