- PPE કીટ પર રામદેવની ધરપકડનું લખાણ
- બાબા રામદેવની ધરપકડ કરવાની માંગ
- ડોક્ટરો આજે કાળાદિવસ તરીકે મનાવશે
અમદાવાદ: એલોપથી અંગે યોગ ગુરૂ બાબા રામદેવની ટિપ્પણીથી નારાજ ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને સભ્યોએ જણાવ્યું કે તેઓ આવતીકાલ તા. 1લી જૂનના દિવસે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે અને તેને કાળા દિવસ તરીકે મનાવશે. એક નિવેદનમાં ફેડરેશને રાવદેવ પાસેથી બિશરતી જાહેર માફી પણ માંગ કરી છે.
આ પણ વાંચો: ભેળસેળની ફરિયાદ બાદ બાબા રામદેવની ઓઇલ ફેક્ટરી સીઝ કરવામાં આવી
બાબા રામદવે ઉઠાવ્યા દવાઓ પર સવાલ
બાબા રામદવે કોરોના વાયરસ સંક્રમણની સારવારમાં ઉપયોગમાં લેવાતી કેટલીક દવાઓ પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમણે જણાવ્યું કે, કોવિડ-19ની સારવારમાં એલોપથી દવાઓ લેવાથી લોકો મરી રહ્યા છે. તેમના આ નિવેદનથી વિવાદનો વંટોળ ઉઠ્યો હતો. સૌપ્રથમ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને રામદેવના નિવેદનનો સખત વિરોધ કર્યો હતો. ત્યારબાદ તેમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી.
દુર્ભાગ્યપૂર્ણ નિવેદનને પરત લેવા માંગ
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને બાબા રામદેવને તેમના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ નિવેદનને પરત લેવા જણાવ્યું હતું. બાદમાં રવિવારે બાબા રામદેવને પોતાના નિવેદન પરત લેવા પડ્યા હતા. જો કે બાબા રામદેવ આટલેથી ના અટક્યા અને તેમણે બીજે દિવસે ટ્વીટ કરીને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને 25 પ્રશ્નો પૂછ્યા હતા. પત્રમાં એલોપથી દ્વારા બિમાર વ્યક્તિઓનું મૂળખી નિદાન શું છે તેના વિશે પૂછવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: બાબા રામદેવના વિરોધમાં DP બ્લેક રાખશે ડોક્ટર્સ, 1 જૂને કાળી પટ્ટી બાંધીને કરશે કામ
સમગ્ર દેશમાં બાબા રામદેવ સામે વિરોધ
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના બંગાળ એકમે બાબા રામદેવ વિરુદ્ધ કથિત ટિપ્પણી બદલ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. સ્વામી રામદેવે નિવેદન કર્યું હતું કે, આધુનિક દવાઓ કોરોનાનો ઈલાજ નથી કરી શકતી જેને પગલે કોરોનાના દર્દીઓ સહિત કેટલાક તબીબોના પણ મોત થયા છે. રામદેવ વિરુદ્ધ કોલકાતાના સિંથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. રામદેવ વિરુદ્ધ ભ્રામક અને ખોટી માહિતી આપવા સાથે પ્રજા વચ્ચે ભ્રમ ઉભો કરવાનો આરોપ લગાવાયો છે.