અમદાવાદઃ દુષ્કર્મની પોલીસ ફરિયાદ રદ કરાવવા આવતાં મોટાભાગના કિસ્સામાં પ્રેમ સબંધ હોવાનું સામે આવ્યું છે. જેમાં યુવા વયમાં તરુણ વયના છોકરા- છોકરીઓ ભાગી જતાં હોય છે અને આવી સ્થિતિમાં આરોપી પર પોકસો હેઠળની કલમો મુજબ ગુનો દાખલ કરાય છે. આ ફરિયાદ દાખલ કરાયા બાદ જ્યારે આરોપી પર પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે અને મોટાભાગના કિસ્સામાં પ્રેમ સબંધ હોવાથી લગ્ન કરાવી દેવામાં આવે છે અને કોર્ટમાં બંને પક્ષ મેરેજ સર્ટિફિકેટ અને સર્વસંમતિનું સોગંદનામું રજૂ કરતાં હાઈકોર્ટ મોટાભાગના કિસ્સામાં આરોપી સામેની ફરિયાદ રદ કરી દે છે.
પોકસો હેઠળ નોંધાયેલા ગુનાના પ્રકાર સહિત જાણો તેમના જુદા પરિણામ... - 376બી
પોકસો હેઠળ નોંધવામાં આવતાં ગુનામાં બે પ્રકાર જોવા મળે છે અને તેના પરિણામ પણ કેટલીક હદ સુધી જુદા જોવા મળે છે. યુવા વયમાં પ્રેમમાં પડેલા લોકો કેટલીકવાર પોકસો એકટ હેઠળના ગુના કરી બેસે છે. જેમાં મોટાભાગના કિસ્સામાં પ્રેમ સંબંધ હોવાથી આરોપી અને પીડિત યુવતીના લગ્ન કરાવી પોકસો હેઠળની ફરિયાદ રદ કરાવી દેવામાં આવે છે. અન્ય કિસ્સામાં બળજબરીપૂર્વક દુષ્કર્મ અથવા ગેંગરેપના કિસ્સામાં 7 વર્ષથી લઈને ફાંસી સુધીની સજાની જોગવાઈ છે.